- BJPએ વિધાનસભા ચૂંટણી માટે વધુ 13 નવા ઉમ્મેદવાર જાહેર કર્યા
- 5 તબક્કામાં 17 એપ્રિલના દિવસે ચૂંટણી
- 6 તબક્કામાં 22 એપ્રિલના દિવસે ચૂંટણી
નવી દિલ્હી: બંગાળ વિધાનસભા ચૂંટણીને લઇને મંગળવારે ભાજપે વધુ 13 ઉમ્મેદવારો જાહેર કર્યા છે. બાલુરઘાટ સીટ પરથી અર્થશાસ્ત્રી અશોક લેહારીનો બીજેપીએ મેદાનમાં ઉતાર્યા છે.લેહારીને પહેલા અલીપુરદ્વારની સીટ પરથી ટીકીટ આપવામાં આવી હતી પણ પછીથી તેમને સુમન ખંજીલાલથી બદવામાં આવ્યા હતા.
5 તબક્કામાં 17 એપ્રિલના દિવસે ચૂંટણી
શિખા મિત્ર પછી બીજેપીએ ચૌરંગીથી દેબ્રાબ્રાત માઝીને મેદાનમાં ઉતાર્યા છે, જે પુર્વ પશ્વિમ બંગાળ કોંગ્રેસ સોમન મિત્રાના પત્ની છે. સોમન મિત્રાએ ભાજપ પાર્ટીમાં જોડાવવામી ના પાડી હતી 18 માર્ચે બીજેપીએ શિખા મિત્રને ચૌરંગીની સીટ પરથી ચૂંટણીનાં મેદાનમાં ઉતાર્યા છે. કાલિંપુંગની સીટ પરથી બીજેપીએ શુભા પ્રધાનને ટીકીટ આપી છે, નીરજા તમાંગ ઝીંબાને દાર્જીલીંગ અને બિષ્ણુ પ્રસાદ શર્માને કુરસેઓગની સીટ પરથી ટીકીટ આપી છે.ત્રણ ઉત્તર બંગાળ પર્વતિય બેઠકો પર પાંચ તબક્કામાં 17 એપ્રિલના રોજ મતદાન યોજાશે.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં પૂર્વ નક્સલી અને વર્તમાન લેખક મનોરંજન વેપારીને TMCએ ટિકીટ આપી
6 તબક્કામાં 22 એપ્રિલના દિવસે ચૂંટણી
બીજેપીએ સુભાશ સિંગાને કાંગરાડીઘી, અમિત કુમાર કુંડુને ઈતહાર, બિશ્વજીત દાશને બાગડા, અશોક ક્રિતોનીયાને બાંગાઓન ઉત્તર, શુભત્રા ઠાકુરને ગઇઘાટ વિધાનસભાથી ટીકીટ આપવામાં આવી છે. આ બેઠકો પર 6 તબક્કામાં 22 એપ્રિલે મતદાન થવાનું છે. લેફ્ટન્ટ જનરલ સુભત્રા શાહને બીજેપી તરફથી ટિકીટ રશભરીની સીટ પરથી મળી છે. સુભત્રા મોઇત્રાને બાહરામપુરની સીટ પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે અને શિવાજી સિંઘા રોય કાશીપુર-બેલગાછીઆ પરથી ચૂંટણી લડશે. બંગાળ વિધાનસભાની 294 સીટ માટે 8 તબક્કામાં 27 એપ્રિલ થી લઇને 29 સુધી થનાર છે એને મતગણના બીજી મેના રોજ થશે.
આ પણ વાંચો : યશવંત સિન્હાને TMCમાં મળી મોટી જવાબદારી, કાર્યસમિતિમાં પણ શામેલ