ETV Bharat / bharat

UP Assembly Election 2022: ભાજપ સંઘની સંકલન બેઠકનો આજે બીજો દિવસ

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીઓ(UP Assembly Election 2022)ની રણનીતિ તૈયાર કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે, ત્યારે રાજધાની લખનઉમાં RSS અને ભાજપના નેતાઓની સંકલન બેઠકનો આજે બીજો દિવસ છે, મળેલી આ બેઠકમાં દત્તાત્રેય હોસબલે સિવાય સંઘના સર કાર્યાકારી, યુપીના CM યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અને નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્ય અને ડો.દિનેશ શર્મા, ભાજપના યુપી પ્રભારી રાધા મોહન સિંહ પણ હાજર રહ્યા હતા.

UP Assembly Election 2022: ભાજપ સંઘની સંકલન બેઠકનો આજે બીજો દિવસ
UP Assembly Election 2022: ભાજપ સંઘની સંકલન બેઠકનો આજે બીજો દિવસ
author img

By

Published : Jul 18, 2021, 10:57 AM IST

  • 2022 ની વિધાનસભાની ચૂંટણીઓની રણનીતિ પર ચર્ચા
  • ભાજપ (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક (RSS) સંઘ ના નેતાઓ વચ્ચે સંકલન બેઠક
  • સંકલન બેઠકનો આજે 2 દિવસ

લખનઉ: આવતા વર્ષે 2022 માં યોજાનારી યુપી વિધાનસભાની ચૂંટણી (UP Assembly Election 2022)ને ધ્યાનમાં રાખીને ભાજપ (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક (RSS) સંઘ (આરએસએસ) ના નેતાઓ વચ્ચે ચાલી રહેલા સંકલન બેઠકનો આજે બીજો દિવસ છે, ત્યારે રાજધાની લખનઉ(Lucknow)માં કાનપુર રોડ પર સીએમએસ સ્કૂલ ખાતે ચાલી રહેલી આ બેઠકમાં મિશન 2022 ની વ્યૂહરચના પર વિચારણા કરવામાં આવશે.

આ પણ વાંચો: Mission Assembly Election: UPમાં સમાજવાદી પાર્ટીએ લગાવ્યા હોર્ડિંગ્સ, 10 લાખ નોકરી અને 300 યુનિટ્સ ફ્રી ઈલેક્ટ્રિસિટીનું આપ્યું વચન

વિધાનસભાની ચૂંટણીઓની રણનીતિ પર ચર્ચા

સંકલન બેઠકમાં આજે યોગી આદિત્યનાથ સરકાર (Yogi Adityanath Government)અને ભાજપ સંગઠન દ્વારા કોરોના કાળમાં લેવામાં આવેલા પગલાઓની સાથે, 2022 ની વિધાનસભાની ચૂંટણીઓની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં સંઘના સર દત્તાત્રેય હોસબાલે પણ આરએસએસ વતી ઉપસ્થિત રહેશે. આ સાથે CM યોગી આદિત્યનાથ અને બંને નાયબ મુખ્ય પ્રધાનો કેશવપ્રસાદ મૌર્ય અને ડો.દિનેશ શર્મા, ભાજપના યુપી પ્રભારી રાધા મોહન સિંહ પણ ભાજપ વતી આ બેઠકમાં ભાગ લેશે.

આ પણ વાંચો: Al Qaeda Terrorists arrested: લખનઉમાં ATSની ટીમ 4 આતંકવાદીની પૂછપરછ કરી કાનપુર પહોંચી

બેઠકમાં કયાં મુદ્દા પર કરવામાં આવશે ચર્ચા

આ બેઠકમાં યોગી સરકાર દ્વારા કોરોના સમયગાળા દરમિયાન લોકોને રાહત આપવા માટે કરવામાં આવેલા પ્રયાસોની સમીક્ષા કરવામાં આવશે. ત્યાર બાદ ભાજપ રાજ્ય કાર્યકારી સમિતિની બેઠકમાં 2022 ની વિધાનસભાની ચૂંટણીઓ માટે પસાર કરાયેલા રાજકીય ઠરાવ સંઘ સમક્ષ મૂકી શકાય છે. જેમાં વધુને વધુ લોકોને સેવા સુધી પહોંચવાના પ્રયાસો કરવાની રીતો અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની યોગી સરકારની કલ્યાણ નીતિઓ વિશે વાત કરવામાં આવશે.

લખનઉમાં બે દિવસીય સંકલન બેઠકનું આયોજન

2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા આરએસએસ ખૂબ સક્રિય થયું છે, ત્યારે તાજેતરમાં જ સંઘે ચિત્રકૂટમાં સાત દિવસીય શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા. જે બાદ હવે લખનઉમાં બે દિવસીય સંકલન બેઠક યોજાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.