ETV Bharat / bharat

કેરળમાં 20 વિધાનસભા બેઠકો જીતવાનું ભાજપનું લક્ષ્ય

કેરળ એ ઉત્તર પ્રદેશ પછી દેશનું બીજું રાજ્ય છે જ્યાં RSS ની શાખાઓની મહત્તમ સંખ્યા છે. ઉત્તર પ્રદેશમાં તો હવે ભાજપ સરકાર શાસન કરી રહી છે, પરંતુ કેરળમાં ભાજપ નિયંત્રણમાં છે. તેના માત્ર એક જ ધારાસભ્ય છે, જે કેરળની ચૂંટણીના ઇતિહાસમાં વર્ષ 2016 માં પહેલી વાર જીત્યા હતા. શાખાઓની આટલી બધી વ્યાપક ઉપસ્થિતિ હોય, તેમાંથી 5,000 કરતાં વધુ શાખાઓ કેરળમાં હોય અને તેનું રૂપાંતરણ ભાજપ માટે મતોમાં નથી થયું અને ન તો 2006 સુધી કોંગ્રેસ અથવા CPM ની મત બેંકને તોડવામાં ભાજપને મદદ મળી છે.

કેરળમાં ૨૦ વિધાનસભા બેઠકો જીતવાનું ભાજપનું લક્ષ્ય

author img

By

Published : Feb 14, 2021, 10:40 AM IST

ન્યુઝ ડેસ્ક: કેરળ એ ઉત્તર પ્રદેશ પછી દેશનું બીજું રાજ્ય છે જ્યાં RSS ની શાખાઓની મહત્તમ સંખ્યા છે. ઉત્તર પ્રદેશમાં તો હવે ભાજપ સરકાર શાસન કરી રહી છે, પરંતુ કેરળમાં ભાજપ નિયંત્રણમાં છે. તેના માત્ર એક જ ધારાસભ્ય છે જે કેરળની ચૂંટણીના ઇતિહાસમાં વર્ષ 2016 માં પહેલી વાર જીત્યા હતા. શાખાઓની આટલી બધી વ્યાપક ઉપસ્થિતિ હોય, તેમાંથી 5,000 કરતાં વધુ શાખાઓ કેરળમાં હોય અને તેનું રૂપાંતરણ ભાજપ માટે મતોમાં નથી થયું અને 2006 સુધી કૉંગ્રેસ અથવા CPM ની મત બેંકને તોડવામાં ભાજપને કોઈ મદદ મળી નથી.

સાવ ત્રીજા સ્થાનેથી, ભાજપ કેરળમાં ૨૦ વિધાનસભા બેઠકો જીતવાનું લક્ષ્ય રાખી રહ્યો છે

ભાજપે 1980 માં તેના પ્રારંભથી શીખ્યું છે કે, દુશ્મનાવટભર્યા રાજકીય વાતાવરણમાં અસ્તિત્વની દવા દૃઢતા છે. જ્યારે ભારતીય જન સંઘ અને જનતા પક્ષના પૂર્વ કાર્યકરોની સાથે ભાજપની રચના થઈ ત્યારે પક્ષ હિન્દુત્વ ઉપરાંત દૃઢતાની રાજકીય વિચારધારાને વળગી રહ્યો અને દેશમાં મોટા ભાગનાં રાજ્યોમાં એક બળ તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરવા મુશ્કેલ સમયમાં તેણે કામ કરી સફળતા મેળવી હતી.

જે રાજ્ય કોઈપણ પ્રકારના વિભાજનકારી રાજકારણ પ્રત્યે સંપૂર્ણ પ્રતિકૂળ હતું. જ્યાં દેશમાં મોટા ભાગના સામાજિક સુધારાકારી ચળવળોએ આકાર લીધો અને સફળતાપૂર્વક હાથ ધરાઈ હતી. જ્યાં ભગવા વેશધારી સાધુઓએ દલિત ઉત્થાનની વાત કરી અને બ્રાહ્મણના આધિપત્યની ટીકા કરી હતી તે રાજ્યમાં એકધારી લડત પર કેન્દ્રિત રહેવાની આ સમર્થતાએ ભાજપને કાર્યકર્તાઓના આધારને આકાર આપવામાં મદદ કરી છે. આ પ્રાપ્ત કરેલી શક્તિ સાથે, તે હવે આવનારી ચૂંટણીમાં 20 વિધાનસભા બેઠકો પર મજબૂત લડત આપવા અને તેમાંની પાંચ પર જીત મેળવવા લક્ષ્ય રાખી રહ્યો છે.

ભાજપે સૌ પ્રથમ કેરળમાં બે મતવિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું હતું

કેરળમાં ભાજપના નિરાશાજનક ઇતિહાસ તરફ નજર કરતાં, આપણે વર્ષ 2006 પછીથી ભાજપ જે શક્તિ પ્રાપ્ત કરી રહ્યો છે તેનાં દેખીતા સંકેતો સમજી શકાય એવા છે. ત્યાં સુધી ભાજપને કેરળમાં 140 વિધાનસભા બેઠકો પૈકી મોટા ભાગની બેઠકો પર સરેરાશ 5,000 થી 10,000 મતો મળતા હતા. તેને LDF અથવા UDF પછી ત્રીજી સ્થિતિ સાથે સંતોષ માનવો પડતો હતો.

કોઈ પક્ષ માટે ધ્યાન છોડી દેવું અને ઉદારવાદી કેરળનો વિશ્વાસ જીતવા તેના પ્રયાસો છોડી દેવાનું ખૂબ સરળ હતું પરંતુ રાજ્યમાં ભાજપ અને RSS ના નેતૃત્વને બીજી યોજનાઓ હતી. વિશાળ પ્રદેશ પર તેમનો સંઘર્ષ કેન્દ્રિત કરવાને બદલે તેમણે નાના પ્રદેશોમાં આકરી લડાઈ આપવાની અગત્યતા સમજી હતી. આવા વિસ્તારોમાં જાતિ અને સમુદાયનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને ભાજપે સૌ પ્રથમ કેરળમાં બે મતવિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું હતું. જેમાં કસારાગોડમાં મંજેશ્વરમ્ અને ત્રિવેન્દ્રમમાં નેમોમનો સમાવેશ થાય છે.

મંજેશ્વરમમાં કન્નડ બ્રાહ્મણોની નોંધપાત્ર વસતિ છે. ઇતિહાસ મુજબ, તેઓ હિન્દુત્વ વિચારધારા તરફ ઢળતા રહ્યા છે. જેનાથી ભાજપને નોંધપાત્ર રીતે વિકસવામાં મદદ મળી છે. મેંગલુરુના વેપારીઓ તરફથી ખૂબ જ આર્થિક સમર્થનની સાથે ભાજપને સ્થિરતા મળી છે. કસારાગોડમાં રાજકીય દિગ્ગજોની સામે લડત આપવામાં રાજકીય કુશાગ્રતા મળી છે. અહીં મુસ્લિમોની વિશાળ સંખ્યા ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ પાછળ ઊભા રહે છે ત્યારે ભાજપે હજુ આ મત વિસ્તાર જીતવાનો બાકી છે. મુસ્લિમ લીગ કૉંગ્રેસ દ્વારા નીત યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ડમાં મહત્ત્વનો ઘટક છે. ભાજપ મંજેશ્વરમમાં તે જીતી શકતો નથી. તેના કારણ તરીકે CPM ના કાર્યકર્તાઓ દ્વારા IUML ના ઉમેદવારોની તરફેણમાં સામુ મતદાન કરવાનો આક્ષેપ કરે છે.

આ સાથે નેમોમ એક એવો વિસ્તાર જ્યાં RSS નો બહુમતી હિન્દુ મતો સાથે મજબૂત આધાર છે. તે કેરળમાં ભાજપના વિકાસમાં મદદ કરી રહ્યો છે. ભાજપના પ્રથમ રાજ્ય પ્રમુખ ઓ. રાજગોપાલ આ મતવિસ્તારમાંથી અનેક વાર હારી ચૂક્યા છે. તેમ છતાં પક્ષ હાર માને તેમ નથી. છેવટે ઓ. રાજગોપાલ કે જેમને સોશિયલ મીડિયા પર તેઓ તમામ ચૂંટણીમાં મત માંગવા ઘરોની મુલાકાત લેતા હોવાથી 'ઇલેક્શન અંકલ' હોવા માટે ટ્રૉલ કરવામાં આવતા હતા. તેઓ વર્ષ 2016 માં નેમોમ મત વિસ્તારમાંથી જીત્યા અને કેરળમાં ભાજપના પ્રથમ ધારાસભ્ય બન્યા હતા. આથી, આ વખતે ભાજપે તેનું ધ્યાન તાજેતરમાં સમાપ્ત થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતની ઢબનો અભ્યાસ કર્યા પછી 20 મતવિસ્તાર પર કેન્દ્રિત કર્યું છે.

ત્રિવેન્દ્રમ, કોલ્લમ, પલક્કડ, થ્રિસૂર અને કસારાગોડ જેવા જિલ્લાઓમાં ભાજપ વિપક્ષને આકરી લડત આપવા લક્ષ્ય ધરાવે છે.

ભાજપ કે જેની વિચારધારામાં માનનારા બહુ ઓછા લોકો કેરળમાં છે. તેના માટે લડત ક્યારેય સરળ રહી નથી. એમ. પી. પરમેશ્વરન જેવા RSS વિચારકના બૌદ્ધિક હસ્તક્ષેપ સિવાય RSS કે ભાજપને કેરળના બૌદ્ધિક કે રાજકીય ક્ષેત્રમાં બહુ ઓછાં મંતવ્યો હોય છે. જ્યારે જમીન સુધારા દરમિયાન મંદિરમાં દરેકને પ્રવેશ માટે તેમજ સંઘર્ષ દરમિયાન તમામ જાતિ અને સમુદાય માટે સમાન અધિકાર માટે લડતી વખતે કેરળની સામાજિક સુધારા ચળવળોએ ગતિ મેળવી ત્યારે હિન્દુત્વ તરફી વિચારધારા મોટાભાગે વિરોધમાં રહી છે. 1980 માં ભાજપના કેરળ એકમની રચના પછી પણ તેનું રાજકીય અસ્તિત્વ કેરળમાં RSS ની પીઠ પર ચડીને જ રહ્યું. ઇસ્લામિક અંતિમવાદી વિચારધારાના ઉદ્ભવ અને દેખીતા પંથીય ધ્રૂવીકરણ, ખાસ કરીને, 1990 માં બાબરી મસ્જિદ ધ્વંસ પછી એ ભાજપને રાજકીય રીતે તટસ્થ હિન્દુઓમાં અસુરક્ષાની ભાવના ઉત્પન્ન કરવામાં મદદ કરી અને આ રીતે આવા 'સાંસ્કૃતિક રીતે-ઝૂકેલા' કેરળવાસીઓમાં તેનો પ્રભાવ ફેલાવવામાં પણ મદદ કરી.

જોકે, દેશનાં અન્ય રાજ્યો જ્યાં કોંગ્રેસે તેના શાસનવાળાં રાજ્યો ભાજપને તાસક પર ધરી દીધા તેમ કોંગ્રેસ પક્ષનો ઘસારો કેરળમાં હવે ભાજપના વિકાસને ધકેલી રહ્યો છે. કેરળમાં કોંગ્રેસનું ભલે મુસ્લિમ સમુદાય અને સ્થળાંતરિત પરિવારોના ખ્રિસ્તીઓ સાથે મજબૂત જોડાણ હોય પણ મોટા ભાગે નરમ હિન્દુત્વના પથ પર ચાલ્યો છે. પક્ષના સમર્થકો હંમેશાં વાડ પર બેઠેલા રહ્યા જેમની રાજકીય વિચારધારાના કેન્દ્રમાં 'સાંસ્કૃતિક' અને 'નૈતિક' મૂલ્યો રહ્યાં અને હવે તેઓ સરળતાથી ભાજપ તરફ પ્રયાણ કરી રહ્યા છે. વધુ આક્રમક, સુધારાલક્ષી, સંપ્રદાય વિરોધી CPM હિન્દુ તરફી બહુમતી કોંગ્રેસ સમર્થક માટે ક્યારેય સારો વિકલ્પ નહીં રહે.

ભાજપ પાસે તેની વિચારધારા અને રાજકીય હેતુઓનો પ્રચાર કરવા મજબૂત IT કોષ છે

કેન્દ્રમાં ભાજપના આવ્યા પછી અને અનેક અન્ય રાજ્યોમાં વર્ચસ્વવાળી તેની ઉપસ્થિતિ એવી સ્થિતિની વિરુદ્ધ છે. જેમાં કોંગ્રેસ અગ્રણી રાષ્ટ્રીય પક્ષ હતો અને આ સ્થિતિએ ભાજપને કેરળમાં તેના કાર્યકર્તાનો આધાર વધારવામાં પણ મદદ કરી હતી. પક્ષના સાંપ્રદાયિક એજન્ડાનું સંકલન કરવા અને તેને નિયંત્રિત કરવા માટે દિલ્લીમાં રાજકીય પ્રચારથી ધકેલાતી થિંક ટૅન્ક દિવસ-રાત કામ કરી રહી છે. ત્યારે ભાજપ નિશ્ચિતપણે કેરળમાં ફૂલીફાલી રહ્યો છે. રાજકીય કથા ફેલાવવા માટે લોકપ્રિય સાધન તરીકે સૉશિયલ મિડિયાનો ઉદ્ભવ પણ ભાજપને મદદ કરી રહ્યો છે. ભાજપ પાસે તેની વિચારધારા અને રાજકીય હેતુઓનો પ્રચાર કરવા મજબૂત IT કોષ છે.

તાજેતરમાં સંપન્ન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં, ભાજપ LDF અને UDF પાસેથી અનેક પંચાયતો આંચકી લેવામાં સફળ રહ્યો છે. તેની વધતી તાકાત, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સાથે ભાજપ ચર્ચામાં આવી ગયો છે. આવનારી ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારો ભાજપ માટે ધ્યાન આપવાના મહત્ત્વના વિસ્તારો રહેશે.

કેરળમાં તમામ 140 વિધાનસભા મતવિસ્તારોમાં LDF અથવા UDF સાથે સીધી લડત આપવા માટે એક બળ તરીકે ઉભરવા માટે ભાજપને હજુ બીજા દસ વર્ષ લાગશે, પરંતુ તે આજે કે કાલે થઈને જ રહેવાનું છે તે પાકું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.