- "જય ભીમ" ફિલ્મના પ્રેરણાસ્ત્રોત પૂર્વ ન્યાયાધીશ ચંદ્રુનું સંસદ અંગે નિવેદન
- સંસદમાં બિલો કોઈપણ ચર્ચા વિના પસાર થઈ રહ્યા છે : કૃષ્ણસ્વામી ચંદ્રુ
- ચંદ્રુએ કહ્યું, "આવું જ રહેશે તો, એક દિવસ સંસદ નાગપુરથી ચાલશે"
કોલકાતા: સૂર્યા અભિનીત ફિલ્મ "જય ભીમ" ના પ્રેરણાસ્ત્રોત મદ્રાસ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ કૃષ્ણસ્વામી ચંદ્રુએ (Former judge Chandru Statement On Parliament ) સોમવારે કેન્દ્ર સરકારની નીતિઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. કૃષ્ણસ્વામી ચંદ્રુએ કહ્યું કે, બિલો કોઈપણ ચર્ચા વિના પસાર થઈ રહ્યા હોવાથી (Bills getting passed without debate) "સંસદ ટૂંક સમયમાં સરકાર માટે 'રબર સ્ટેમ્પ' બની રહેશે" (Parliament Will become Rubber Stamp).
નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા અનેક ઐતિહાસિક ચુકાદાઓ
જાતિ-આધારિત ભેદભાવ અને લિંગ-સંબંધિત મુદ્દાઓ પર ઘણા ઐતિહાસિક ચુકાદાઓ આપનારા નિવૃત્ત ન્યાયાધીશ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત ચર્ચાને સંબોધિત કરતા સમયે આ વાત કહી હતી.
એક દિવસ 'સંસદ નાગપુરથી ચાલશે' : ચંદ્રુ
તેમણે કહ્યું કે, 'સંસદે ચર્ચા વિના કૃષિ બિલ પાસ કર્યું, ખેડૂતો વિરોધમાં ઉતરી આવ્યા હતા. સરકાર ફરીથી ચર્ચા કર્યા વિના કાયદાને રદ કરે છે. પ્રજાના હિતના મુદ્દાઓ પર, લોકોની સમસ્યાઓ પર સંસદમાં ચર્ચા થતી નથી. જે રીતે આ બાબતો આગળ વધી રહી છે (Former judge Statement On Perliament), સંસદ ટૂંક સમયમાં સરકાર માટે 'રબર સ્ટેમ્પ' બની રહેશે. કોઈ સીધો સંદર્ભ આપ્યા વિના, તેમણે એમ પણ કહ્યું કે, એક દિવસ 'સંસદ નાગપુરથી ચાલશે' (Parliament will be run from Nagpur).
આ પણ વાંચો: