બાંકા : બિહારના બાંકામાં ટ્રેનની અડફેટે ત્રણ યુવકોના મોત થયા છે. આ ઘટના જિલ્લાના કટોરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાંકા જસીડીહ રેલવે લાઇનના પપરેવાના જંગલની છે. જ્યાં ટ્રેનની અડફેટે આવી જતાં ત્રણેય યુવકોના કરૂણ મોત નિપજ્યા હતાં. દેવઘર અગરતલા એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી ત્રણેય લોકોના કરૂણ મોત થયા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે થાકી જવાને કારણે ત્રણેય યુવકો ઘેર જવાને બદલે આરામ કરવા માટે રેલવે ટ્રેક પર આડા પડ્યાં હશે અને ટ્રેન પસાર થતી વખતે કપાઈ ગયાં હશે.
ટ્રેન નીચે કપાઇને ત્રણેયના મોત : ત્રણેય મૃતકો કટોરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લીલાસ્થાન, ઉદયપુરા અને પપરેવા વિસ્તારના રહેવાસી હતાં. તેમની ઓળખ માણિકલાલ મુર્મુ, અરવિંદ મુર્મુ અને સીતારામ મુર્મુ તરીકે થઈ છે. ઘટનાના સંબંધમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોના કેટલાક સંબંધીઓ ડાકબમ રૂપમાં આવ્યાં હતાં જેમને છોડવા માટે ત્રણેય યુવકો આવ્યા હતાં અને દેવાસી મોડ નજીકથી પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતાં.. કહેવામાં આવી રહ્યું છે કે થાકી જવાને કારણે બધા ટ્રેક પર સૂઈ ગયાં હતાં. દરમિયાન ટ્રેન પસાર થઈ અને આવો કરુણ અકસ્માત સર્જાઇ ગયો હતો.
ત્રણેય લોકો ત્યાંથી પાર કરીને આવી રહ્યાં હતાં. કહેતાં હતાં કે ઘેર જઇશું. થોડીવાર પહેલાં જાણ થઇ કે ટ્રેન નીચે કપાઇને મોત થઇ ગયાં છે...ઉદયકુમાર(મતકોના ગ્રામજન)
ત્રણેય ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલાઇ : અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. લોકોએ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ કટોરિયા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી. ત્રણેય યુવકોના ખિસ્સામાંથી મોબાઈલ, કેસરી ગમછા અને લાકડીઓ મળી આવી છે. બેલહર એસડીપીઓ પ્રેમચંદ્રસિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને તપાસમાં લાગી ગયાં હતાં.