ETV Bharat / bharat

CM Nitish Kumar meet CM Kejriwal : બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને CM કેજરીવાલ વચ્ચે થઇ મુલાકાત, આ પ્રકારની રણનીતિ અંગે થઇ ચર્ચા - विपक्ष की रणनीति पर होगी चर्चा

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર આજે રવિવારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓને મજબૂત કરવાની તેમની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 21, 2023, 4:14 PM IST

Updated : May 21, 2023, 4:22 PM IST

નવી દિલ્હી : બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓને એક કરવામાં વ્યસ્ત છે. તેમને પણ આમાં સમર્થન મળી રહ્યું છે. આ ક્રમમાં સીએમ નીતિશે રવિવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ પણ નીતિશની સાથે હતા. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ સીએમ કેજરીવાલ સાથે હાજર રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટાવવા પર ચર્ચા : સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય દ્વારા દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો મામલો દિલ્હી સરકારના નિયંત્રણમાં રાખ્યો હતો. પરંતુ શુક્રવારે કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડીને સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પલટી નાખ્યો હતો. જે બાદ અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર ફરીથી એલજી વિનય કુમાર સક્સેનાને આપવામાં આવ્યો છે. સીએમ કેજરીવાલ અને તેમના મંત્રીઓ આ વટહુકમને કાળો વટહુકમ ગણાવી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટના નિર્ણયની હત્યા ગણાવી રહ્યા છે, જ્યારે ભાજપ આ વટહુકમનું સ્વાગત કરી રહી છે. આ વટહુકમ બાદ નીતીશ અને કેજરીવાલની આ પહેલી મુલાકાત છે. આ ચર્ચાની સાથે 2024માં વિરોધ પક્ષોને મજબૂત કરવાની વિપક્ષની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે 23 મેના રોજ બેઠક થવાની છે. તે પછી હું દેશના તમામ પક્ષોના પ્રમુખોને મળવા જઈશ. આજે મેં નીતિશ કુમારજીને તમામ પક્ષો સાથે વાત કરવાનો અનુરોધ પણ કર્યો હતો. હું દરેક રાજ્યમાં જઈશ અને રાજ્યસભામાં આ બિલને રદ કરાવવા માટે વાત કરીશ. - સીએમ કેજરીવાલ

2000 Note : 2000ની નોટ બદલવા માટે ID કે ફોર્મની જરૂર રહેશે નહિ, SBIએ ગાઈડલાઈન જાહેર કરી

G7 Summit : PM મોદીએ G7 સમિટમાં રિસાઈકલ મટિરિયલથી બનેલું જેકેટ પહેર્યું, દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા

સુપ્રીમ કોર્ટનો નિર્ણય સાચો હતો, તેમ છતાં કેન્દ્ર સરકાર જે કરવાનો પ્રયાસ કરી રહી છે તે વિચિત્ર છે. બધાએ એક થવું પડશે. અમે કેજરીવાલની સાથે છીએ, વધુને વધુ વિપક્ષોએ સાથે મળીને પ્રચાર કરવો પડશે. અમે સંપૂર્ણ રીતે કેજરીવાલની સાથે છીએ. - બિહારના સીએમ નીતિશ કુમાર

અરવિંદ કેજરીવાલ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેની સામે અમે કેજરીવાલ જીને સમર્થન આપવા આવ્યા છીએ. જો દિલ્હીમાં ભાજપની સરકાર હોત તો શું લેફ્ટનન્ટ ગવર્નર પાસે આવું કામ કરવાની હિંમત હોત? દિલ્હીમાં બીજેપી ક્યારેય પાછી નહીં આવે. - બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ

પહેલા પણ કરી ચુક્યા છે મુલાકાત : સીએમ નીતિશ કુમાર આ પહેલા કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે બેંગ્લોર ગયા હતા. ત્યાંથી પરત આવીને તેઓ સીએમ કેજરીવાલને મળવા ગયા હતા. તે જાણીતું છે કે સીએમ નીતિશ કુમાર અને નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ અગાઉ પણ સીએમ કેજરીવાલને મળ્યા છે.

Last Updated : May 21, 2023, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.