પટનાઃ આ દરમિયાન અમિત શાહે કહ્યું કે ભારત સરકાર વીર કુંવર સિંહના નામ પર સ્મારક(Monument in name of Veer Kunwar Singh) બનાવશે. તેમણે કહ્યું કે તેમની શૌર્યગાથા આજના યુવાનો સુધી પહોંચવી જોઈએ. ભારત માતાનો જયજયકાર એવી રીતે કરો કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ગુંજતી રહે. તેમણે મંચ પરથી અનેકવાર ભારત માતા કી જયનો ઘોષણા કર્યો. આ પહેલા અરાહમાં મંચ પર પહોંચેલા કેન્દ્રીય ગૃહ પ્રઘાન ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને પાઘડી પહેરાવીને સન્માનિત કર્યા બાદ તલવાર અર્પણ કરવામાં આવી હતી.
નીતિશ કુમારે કર્યુ સ્વાગત - કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પટના એરપોર્ટ પહોંચ્યા ત્યારે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે પોતે તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન બંને વચ્ચે થોડો સમય બોલાચાલી થઈ હતી. કયા મુદ્દાઓ પર વાતચીત થઈ તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પટના એરપોર્ટ પર અમિત શાહનું સ્વાગત કરવા માટે સીએમની સાથે ભાજપના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલની સાથે અનેક લોકોએ અમિત શાહનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
અમિત શાહ સાથે CMની મુલાકાત - અમિત શાહે પટના એરપોર્ટના લોન્જમાં તમામ નેતાઓ સાથે બેઠક કરી હતી. તેઓ સીએમ નીતિશને પણ બંધ રૂમમાં મળ્યા છે. આ વાતચીત દરમિયાન શું થયું તે જાણી શકાયું નથી. પરંતુ જેડીયુ અને બીજેપી વચ્ચે વધી રહેલી ખેંચતાણ વચ્ચે આ બેઠકને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. પટના એરપોર્ટ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલ, બિહાર સરકારના પ્રધાન સંજય ઝા અને વિજય ચૌધરી પણ હાજર હતા. અમિત શાહે સ્ટેટ હેંગરના ગેસ્ટ હાઉસમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે 15 મિનિટ સુધી મુલાકાત કરી હતી. બેઠકમાં મુખ્યપ્રધાન અને અમિત શાહે પણ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
અમિત શાહ પહોંચ્યા જગદીશપુર - અમિત શાહ આઝાદીના અમૃત પર્વમાં બાબુ વીર કુંવર સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે બિહારના પ્રવાસે છે. પટના એરપોર્ટથી અમિત શાહ કુંવર સિંહના મૂળ ગામમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે અરાહના જગદીશપુર પહોંચ્યા છે. વીર કુંવર સિંહની જન્મજયંતિ પર આજે અરાહના જગદીશપુરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં એક સાથે 75, 000 રાષ્ટ્રધ્વજ ફરકાવીને વિશ્વ વિક્રમ સર્જાશે. 57, 500 ધ્વજ ફરકાવવાનો વર્લ્ડ રેકોર્ડ હાલમાં પાકિસ્તાનના નામે નોંધાયેલો છે.
સુરક્ષા વધારી દેવાઈ - લગભગ 2 વાગ્યા પછી, ગૃહ પ્રધાન અમિત શાહ અને બિહારના રાજ્યપાલ હેલિકોપ્ટર દ્વારા ગોપાલ નારાયણ સિંહ યુનિવર્સિટી પહોંચશે. તેઓ દિક્ષાંત સમારોહમાં ભાગ લેશે. સાથે જ આ કાર્યક્રમને લઈને ત્રણ સ્તરે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કેમ્પસમાં જ હેલીપેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમગ્ર કેમ્પસ એસપીજી સહિત અન્ય એજન્સીઓની દેખરેખ હેઠળ છે જેથી દરેક ગતિવિધિ પર નજર રાખી શકાય. ગોપાલ નારાયણ સિંહ યુનિવર્સિટીના ચાન્સેલર, સાંસદ ગોપાલ નારાયણ સિંહે જણાવ્યું કે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આગમનની રાહ જોઈ રહ્યા છીએ. સાથે જ રાજ્યના અનેક નેતાઓ પણ આ દિક્ષાંત સમારોહમાં ભાગ લે તેવી શક્યતા છે.