- કર્ણાટક હાઇકોર્ટે સોમવારે કર ચોરીના કેસમાં અરજી ફગાવી દીધી
- ડી.કે.શિવકુમાર વિરુદ્ધ આવકવેરા વિભાગ દ્વારા અરજી દાખલ કરાઇ હતી
- પુરાવાના અભાવને કારણે કોર્ટે કેસ રદ કર્યો
બેંગલુરૂ : કર્ણાટક હાઇકોર્ટે સોમવારે કર ચોરીના કેસમાં રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે.શિવકુમાર વિરુદ્ધ આવકવેરા વિભાગ દ્વારા દાખલ અપરાધોને ફરીથી તપાસવાની અરજીને ફગાવી દીધી છે.
શિવકુમાર પર કરચોરીના પુરાવા નષ્ટ કરવાનો આરોપ
કર વિભાગ આ મામલે વિશેષ અદાલત દ્વારા પસાર કરાયેલા આદેશને પડકારતા આવકવેરા વિભાગે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. શિવકુમાર પર કરચોરીના પુરાવા નષ્ટ કરવાનો આરોપ છે. હાઈકોર્ટની સિંગલ બેંચથી મોટી રાહત આપી છે. પુરાવાના અભાવને કારણે કોર્ટે કેસ રદ કર્યો છે.
આ પણ વાંચો : કેપીસીસીના પ્રમુખ ડી.કે.શિવકુમારના ઘરે સીબીઆઈના દરોડા
ડી.કે.શિવકુમારના નિવાસસ્થાને આવકવેરા અધિકારીઓએ દરોડા પાડ્યા
કર ચોરીના આરોપમાં 2 ઑગસ્ટ, 2017ના રોજ, ડી.કે.શિવકુમારના નિવાસસ્થાને આવકવેરા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. પરંતુ તે સમયે શિવકુમાર એગ્લેટન રિસોર્ટમાં હતા. તે સમયે, આવકવેરાના અધિકારીઓએ પણ તેના રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા અને તપાસ કરી હતી.
આ પણ વાંચો : કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું - ઉત્તર પ્રદેશ યોગી સરકારની વ્યક્તિગત સંપત્તિ નથી
પર્સમાંથી વાઉચર કાઢ્યુંં હતું અને ફાડી નાખ્યું હતું
તપાસ દરમિયાન શિવકુમારે તેના પર્સમાંથી વાઉચર કાઢ્યુંં હતું અને ફાડી નાખ્યું હતું. ત્યારબાદ તેમની સામે પુરાવા નષ્ટ કરવા બાબતનો કેસ નોંધવામાં આવ્યો હતો.