ETV Bharat / bharat

દિલ્હી કંઝાવાલા કેસ: યુવતીનું ઢસડાવાના કારણે મોતનો પોસ્ટમોર્ટમમાં ખુલાસો, અકસ્માત પહેલા હોટલમાં ઝગડો

author img

By

Published : Jan 3, 2023, 11:25 AM IST

Updated : Jan 3, 2023, 3:24 PM IST

કંઝાવાલા કેસમાં પોલીસે એક મોટો ખુલાસો (Big disclosure in Kanjhawala case) કર્યો છે કે, અકસ્માત સમયે અન્ય એક યુવતી પણ સ્કૂટી પર સવાર (ANOTHER GIRL WAS RIDING SCOOTY AT TIME OF ACCIDENT) હતી, જે અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી. અન્ય યુવતીને પણ સામાન્ય ઈજાઓ થઈ છે. દિલ્હી કંઝાવાલા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં યુવતીના ગુપ્ત ભાગે ઈજાના કોઈ નિશાન મળ્યા નથી. સાથે જ અકસ્માત પહેલા યુવતી તેની મિત્ર સાથે હોટલમાં રોકાઈ હતી, જ્યાં યુવકો પણ હાજર હતા. (delhi kanjhawala case disclosure)

કાંઝાવાલા કેસમાં થયો મોટો ખુલાસો, અકસ્માત સમયે સ્કૂટી પર હતી બીજી યુવતી

નવી દિલ્હી: સુલતાનપુરીથી કંઝાવાલા તરફ ખેંચીને લઈ જવામાં આવેલી યુવતીના મોતના મામલામાં પોલીસે મોટો ખુલાસો (Big disclosure in Kanjhawala case) કર્યો છે કે મૃતક યુવતી સાથે અન્ય એક યુવતી સ્કૂટી પર સવાર (ANOTHER GIRL WAS RIDING SCOOTY AT TIME OF ACCIDENT) હતી. પોલીસે યુવતીની શોધખોળ બાદ નિવેદન નોંધી લીધું છે. જ્યારે અન્ય યુવતીને સામાન્ય ઈજાઓ થઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે. (delhi kanjhawala case disclosure)

ઘટનાસ્થળે જ મોત: સુલતાનપુરી કાંઝાવાલા રોડ અકસ્માતમાં એક યુવતીના મોત મામલે નવો ખુલાસો થયો છે. પોલીસ ટીમ તપાસ કરી રહી છે, ત્યારે નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે અકસ્માત સમયે મૃતકની સાથે તેની મિત્ર પણ સ્કૂટી પર સવાર હતી. કાર સ્કૂટી સાથે અથડાતાંની સાથે જ અન્ય એક યુવતી રોડ પર પડી હતી, જેને સામાન્ય ઈજાઓ થઈ હતી, પરંતુ મૃતકના કપડાં અને પગ કારમાં ફસાઈ ગયા હતા, જેના કારણે મૃતક કારમાં ફસાઈ ગઈ હતી અને ડ્રાઈવર ખેંચી ગયો હતો. જેના કારણે મૃતકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

યુવતી તેની મિત્ર સાથે રોકાઈ હતી હોટલમાં: રોહિણી વિસ્તારની એક હોટલની સામે લાગેલા CCTV ફૂટેજના આધારે પોલીસે નવો ખુલાસો કર્યો છે. મૃતક તેની ફ્રેન્ડ સાથે વાતચીત કરતી જોવા મળી હતી. હોટલના કર્મચારીએ જણાવ્યું હતું કે યુવતીની સાથે તેની બહેનપણી પણ હતી. બંનેએ ડોક્યુમેન્ટ આપીને રૂમ બુક કરાવ્યો હતો. કેટલાક છોકરાઓ પણ આવ્યા, તેમણે અલગ રૂમ બુક કરાવ્યો. આ પછી તે યુવકો છોકરીઓના રૂમમાં ગયા અને લગભગ 5 મિનિટ સુધી ત્યાં રહ્યા. હોટલના સ્ટાફના જણાવ્યા અનુસાર રૂમમાંથી ઝગડાનો અવાજ આવી રહ્યો હતો. મેનેજરે ઝગડો ન કરવા જણાવ્યા બાદ બંને યુવતીએ ઝઘડવાનું બંધ કર્યું. યુવતીએ હોટલની બહાર લાંબા સમય સુધી મારપીટ પણ કરી હતી, જે સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ફૂટેજ ગત સાંજે પોલીસને આપવામાં આવ્યા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટનો નવો ખુલાસો: દિલ્હી કંઝાવાલા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં યુવતીના ગુપ્ત ભાગે ઈજાના કોઈ નિશાન મળ્યા નથી. યુવતીનું મોત અકસ્માત હોવાનું જણાવાયું છે. જેમાં બળાત્કારની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીનું રસ્તા પર ઢસડાવાના કારણે મોત થયું હોવાનો ખુલાસો થયો છે.

બીજી યુવતીનું નિવેદન: સતત તપાસ કરી રહેલી પોલીસ આખરે બીજી યુવતી સુધી પણ પહોંચી છે. પોલીસે તેનું નિવેદન નોંધ્યું છે. અકસ્માત સમયે યુવતી તેની સાથે હતી, તેથી તેનું નિવેદન પોલીસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ સમગ્ર મામલે તેમનું નિવેદન ઘણું મહત્વનું હોવાનું કહેવાય છે. અકસ્માત કેવી રીતે થયો, ટક્કર બાદ છોકરાઓએ રોકવાની કોશિશ કરી કે નહીં, આ બધી એવી વાતો છે, જે સ્કૂટી પર સવાર બીજી છોકરી જ સ્પષ્ટપણે કહી શકે છે.

વધુ એક CCTV ફૂટેજ આવ્યો સામે: આ કેસનો વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, મૃતક એકલી નથી પરંતુ તેની એક મિત્ર પણ સ્કૂટી પર સવાર છે. મૃતક પણ પાછળ બેઠી છે અને તેની મિત્ર સ્કૂટી ચલાવતો જોવા મળે છે. ફૂટેજમાં મૃતક અને તેની મિત્ર સવારે 1.45 વાગે પાર્ટીમાંથી બહાર નીકળતા દેખાય છે. આમાં તેની મિત્ર સ્કૂટી ચલાવી રહી છે, જ્યારે મૃતક પાછળ બેઠી છે. થોડે દૂર મૃતકે તેની મિત્ર પાસેથી સ્કુટી લીધી અને તે જાતે જ ચલાવી હતી, જેના પગલે અકસ્માત સર્જાયો હતો જેમાં તેની મિત્રને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે મૃતકનો પગ કારમાં ફસાઈ ગયો હતો અને તેને પોતાની સાથે ખેંચી ગયો (girl car accident in delhi) હતો. કાર, તેના દુઃખદાયક મૃત્યુનું કારણ બન્યું.

દરેક ક્ષણનો સીધો રિપોર્ટ ગૃહ મંત્રાલયને: હાલ આ મામલે પોલીસ સતત તપાસમાં લાગેલી છે અને ગૃહપ્રઘાન અમિત શાહ (Home Minister Amit Shah) પણ આ સમગ્ર મામલામાં ચાંપતી નજર રાખી રહ્યા છે, જેમાં દરેક ક્ષણનો સીધો રિપોર્ટ ગૃહ મંત્રાલયને આપવા અને માહિતી આપવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

Last Updated : Jan 3, 2023, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.