ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - આજનું રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

આજનું રાશિફળ
શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : Jan 11, 2020, 6:01 AM IST

મેષ : આજે આપની ઉપર છે તેથી આજનો દિવસ સારી રીતે પસાર કરશો. આજે સુખમય દાંપત્‍યજીવનની સાથે સાથે બહાર હરવા ફરવાનો અને ભાવનાં ભોજન મળવાનો યોગ છે. વાહનસુખ સારું રહે. ખોવાયેલી વસ્‍તુ પરત મળવાની શક્યતા છે. ગૃહસ્‍થ જીવનમાં આનંદ વ્‍યાપી રહે. વિચારોના આવેગને અંકુશમાં રાખવો. એક્સપોર્ટ- ઇમ્‍પોર્ટ સાથે સંકળાયેલા વેપારીઓને લાભ અને સફળતા મળે. બૌદ્ધિક ચર્ચામાં જોડાઓ તો પણ વિવાદ ટાળી સમાધાનકારી વલણ અપનાવવું પડે.

વૃષભ : આપનો આજનો દિવસ આનંદ અને ખુશાલીમાં પસાર થશે. આપ વ્‍યવસ્થિત રીતે આપના કામમાં આગળ વધી શકશો અને યોજના મુજબ જેને પાર પાડી શકશો. આપના બાકી રહેલા કાર્યોને પણ સફળતાથી પૂરાં કરી શકશો. ઓફિસમાં સહકર્મચારીઓનો સહકાર સાંપડશે. મોસાળમાંથી કોઇ શુભ સમાચાર મળે અથવા કોઇનું મિલન થાય. માનસિક રીતે આપ પ્રફુલ્લિતતા અનુભવો. આજે આરોગ્‍ય સારું રહે.

મિથુન : આજનો દિવસ બધી રીતે લાભકર્તા જણાઇ રહ્યો છે. આપના કુટુંબમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. પરિવારજનો પાછળ ખર્ચ પણ થઇ શકે. લગ્નવાંછુઓના લગ્નના સંજોગ ઊભા થાય. ધંધા કે નોકરીમાં આવક વધી શકે છે. ઘરમાં મંગલ પ્રસંગોનું આયોજન થશે. સ્નેહીજનોને મળીને ખુશી અનુભવાશે. આપને રુચિકર ભોજન મળશે અને સારું દાંપત્ય સુખ પણ આપ મેળવી શકશો.

કર્ક : આજે આપનું શરીર અને મન સ્વસ્થ નહીં હોય. છાતીમાં પીડા જેવી શારિરીક તકલીફોથી પરેશાન રહેશો. કુટુંબિજનો સાથે શક્ય હોય તો વધુ સમય વિતાવવો અને વર્તનમાં વિનમ્ર રહેવું. આપના આત્મસન્માનને ઠેસ પહોંચે તેવી કોઈપણ બાબતોથી દૂર રહેવું. પાણી અને સ્ત્રીઓથી પણ સાચવીને રહેવું પડશે. ખર્ચ થવાના યોગ છે. ભોજન અને ઉંઘમાં નિયમિતતા જાળવશો તો સ્વાસ્થ્ય સમસ્યાથી બચી શકશો.

સિંહ : આજે આપને શારીરિક માનસિક સ્વસ્થતા અનુભવાશે. પાડોશીઓ અને સહોદરો સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે. આપની ધારણા પ્રમાણે કામ થઇ શકશે. ટૂંકી મુસાફરી પણ થઇ શકે. ઘણી સારી તકો સાંપડે. વિરોધીઓને મ્હાત કરી શકશો. પ્રિયજનોના સાનિધ્યથી આપ ખુશી અનુભવશો. સંબંધોમાં લાગણીઓનું ઊંડાણ વધશે. નાણાંકીય ફાયદો પણ થઇ શકે છે.

કન્યા : આપના કુટુંબમાં સુખશાંતિ જળવાશે અને પરિવારજનો સાથે આનંદ માણી શકશો. આજે આપની વાણીથી લોકો પ્રભાવિત થશે. પ્રવાસ કરો તેવી પણ શક્યતા છે. મીઠાઇ તેમજ સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકશો. આયાત-નિકાસના વ્યવસાયમાં લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઉગ્ર વિવાદ કે ચર્ચાથી દૂર રહેવાનું આપના માટે હિતાવહ છે.

તુલા : આજે આપ દરેક કાર્ય દૃઢ આત્‍મવિશ્વાસ સાથે કરશો. આર્થિક આયોજનો સરળતાથી પાર પડે. તન મનથી પ્રફુલ્લિતતાનો અનુભવ થાય. વસ્‍ત્રો, ઘરેણાં તેમજ મોજશોખ અને મનોરંજન પાછળ ધનખર્ચ થાય. વિચારોમાં દૃઢતા આવે. સર્જનાતમક પ્રવૃત્તિઓ કરી શકશો.

વૃશ્ચિક : આજના દિવસે આપને સ્‍વભાવમાં ઉગ્રતા ન રાખવા તથા જીભ પર સંયમ રાખવાની સલાહ છે. શારીરિક તકલીફો અને મા‍નસિક ચિંતા આપને વ્‍યગ્ર બનાવી શકે છે. વાહન ચલાવતા સંભાળવું. ઓપરેશન કરવાનું ટાળવું. સગાં- સ્‍નેહી અને કુટુંબીજનો સાથે વર્તનમાં વિનમ્રતા આને આદરભાવ રાખવાની સલાહ છે. કોર્ટકચેરીના કાર્યો શક્ય હોય તો ટાળવાં અથવા સાવધાનીપૂર્વક કામ કરવું. મોજમજા, મનોરંજન પાછળ ખર્ચ થાય.

ધન : આજનો દિવસ આપના માટે લાભકર્તા બની રહેશે. પારિવારિક જીવનમાં સુખશાંતિ જળવાઇ રહેશે. પ્રિય વ્યક્તિની મુલાકાત ઘણી યાદગાર નિવડશે. મિત્રો સાથે ફરવા જઇ શકશો. સ્વાદિષ્ટ ભોજન માણીને આપને તૃપ્તિ થશે.

મકર : આપને ધંધામાં લાભ થવાની શક્યતા છે. આર્થિક બાબતો અને પ્રવાસના આયોજન માટે પણ દિવસ સારો છે. સરકારી કામકાજ સફળતાથી પાર પડશે અને ઉચ્ચ અધિકારીઓ આપના કામથી ખુશી અનુભવશે. નોકરીમાં પદોન્નતિ થઇ શકે. પિતા દ્વારા લાભની પ્રાપ્તિ તેમજ સંતાનોનો અભ્યાસ સંતોષકારક રહેશે. આપના માનપાનમાં વધારો થઇ શકે.

કુંભ : આજે આપ શારીરિક અસ્વસ્થતા અનુભવશો, પણ આપના મનની સ્વસ્થતા જળવાઇ રહેશે. શરીરમાં સ્ફુર્તિનો અભાવ હોવાથી કામ કરવાનો ઉત્સાહ નહીં હોય. ઉચ્ચ અધિકારીઓથી મનદુઃખ થયા કરે. મોજમસ્તી કે ફરવા પાછળ ખર્ચ થઇ શકે. લાંબા પ્રવાસ પર જઇ શકશો. વિદેશથી સારા સમાચાર મળે. સંતાનોની સમસ્યાઓ અંગે આપને પણ ચિંતા અનુભવાય. વિરોધીઓ સાથે વધુ ચર્ચા કે વિવાદમાં ન પડવું જોઇએ.

મીન : આકસ્મિક ધનલાભનો યોગ છે. વેપારીવર્ગના રોકાયેલા નાણાં છૂટા થશે. આજે આપને શારીરિક અને માનસિક રીતે વધારે પરિશ્રમ કરવો પડે. આરોગ્‍યની બાબતમાં ધ્‍યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. અનૈતિક કામથી દૂર રહેવાની ખાસ સલાહ છે. આધ્‍ય‍ાત્મિક વિચારો અને વલણ આપને ગેરમાર્ગે જતા રોકશે.

Intro:Body:

rashi

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.