જયપુરઃ શુક્રવારે મુખ્યપ્રધાન સીએમ ગેહલોતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ધમકી આપી હતી. કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો કે 'હેલો! હું બોમ્બથી મુખ્યપ્રધાનને ઉડાવવાનો છું, જો તમે બચાવી શકો તો બચાવી લો, આ પછી, તમામ ઉચ્ચ અધિકારીઓ સતર્ક થઈ ગયા.
આ ઘટના બાદ તમામ વિશેષ ટીમોને એલર્ટ કરી દેવામાં આવી હતી. ઘણી ટીમો ફોનનું લોકેશન શોધવામાં કાર્યવાહી હાથ ધરી. કમિશનરેટની વિશેષ ટીમ અને આઇટી ટીમે જયપુર જિલ્લા ગ્રામીણના જમવારામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના પાપડ ગામમાં કોલ કરનારનું સ્થાન શોધી કાઢ્યું હતું.
ડીસીપી મનોજ કુમારે જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ કરીને આરોપીના ફોનને કબજે કરી લેવામાં આવ્યો હતો. આરોપીની વિધાયકપુરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આરોપી લોકેશ કુમાર મીણા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો.