માહિતી પ્રમાણે, સુરતથી 6 મિત્રો પોતાના પરિવાર સાથે વેકેશન માણવા ગયા હતા. જ્યાં એક મિત્રનું અચાનક મૃત્યું થઈ જતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ઘણી વાર ગરબા રમ્યા બાદ જગદીશ અચાનક જમીન પર પડી ગયો હતો. જેથી સ્થળ પર શોર મચી ગયો હતો અને ઉતાવળમાં યુવાનને ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર ડૉક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.
જગદીશની મૃત્યુથી બધા જ સાથીયોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ ત્યાં શુટ કરવામાં આવતા કેમેરામાં કેદ થઈ ગયો હતો. આ વીડિયોને જોતા જ કોઈપણ વ્યક્તિ ડરી જાય. આ ઘટનાની માહિતી મળતાં જ માઉન્ટ આબુ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને કેસની બધી વિગત લીધી હતી. હાલ તો પોલીસે યુવકના મૃતદેહનું પોસમોર્ટમ કરી પરિવારને સોંપી દેવાયો છે.