ઉત્તર પ્રદેશ સરકારે ત્રિપલ તલાક પીડિતાઓને 6000 રૂપિયા પેન્શન આપવાનો નિર્ણય લીધો છે. આ માટે એક યોજના પણ તૈયાર કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સરકારે આ યોજનાને પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે અને કેબિનેટની આગામી બેઠકમાં લાવવાની સંપૂર્ણ તૈયારી છે. હાલમાં સરકારે ત્રિપલ તલાકથી પીડિત લગભગ 5 હજાર મહિલાઓની યાદી તૈયાર કરી લીધી છે. સરકાર આ પ્રસ્તાવ મુજબ પીડિતાઓને દર મહિને 500 રૂપિયા આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઘોષણા કરી હતી કે, ત્રિપલ તલાક પીડિતાની સાથે સાથે બધા ધર્મોની ત્યજી દેવાયેલી મહિલાઓને વાર્ષિક 6 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.