યોગીએ કહ્યું, બગદાદીઓથી પ્રેરણા લઇને બગદીદી બનવાનું તમારુ(મમતા બેનર્જી) સપનું ભારતમાંના સપૂતો મતની તાકાતથી તોડી નાખશે. આ વાત યોગી આદિત્યનાથે પોતાના ટ્વિટર પર શેર કરી છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં હિસા ફાટી નીકળી હતી. ત્યાર બાદ સતત રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અને આ માહોલમાં યોગીએ મમતા પર તીખો કટાક્ષ કર્યો છે.