મુંબઇ : CBIએ યસ બેંકના સંસ્થાપક રાણા કપૂર, તેમની પત્ની બિન્દુ રાણા કપૂર, તેમની પુત્રી રોશની કપૂર, રાખી કપૂર અને રાધા કપૂર સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.આ સિવાય સીબીઆઈએ કપિલ વાધવાન, RKW ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડના નિર્દેશક ધીરજ રાજેશ કુમાર વાધવાન સામે પણ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.
આ પહેલા મળેલી જાણકારી પ્રમાણે અધિકારીઓએ મુંબઈ અને દિલ્હીના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે સીબીઆઈએ ઓછામાં ઓછા સાત સ્થળો પર દરોડા પાડ્યા છે. CBIના આર્થિક અપરાધ શાખાએ 7 માર્ચે Yes Bankના સહ સંસ્થાપક રાણા કપૂર, ડીઓઆઈટી અર્બન વેંચર્સ, કપિલ વાધવાન અને અન્ય સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.