આપને જણાવી દઈએ કે, બબીતા ફોગાટ 2010માં આયોજીત કોમનવેલ્થ ગેમ્સના 51 કિલોગ્રામ મહિલા રેસલરમાં સિલ્વર મેડલ જીતી ચર્ચામાં આવી હતી. ત્યાર બાદ તેણે 2012માં વર્લ્ડ રેસલીંગ ચૈંમ્પયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ પોતાના નામે કર્યો હતો. એ પછી તો બબીતાએ અનેક મેડલ જીત્યા હતાં.
જેજેપીનો લાગ્યો મોટો ઝટકો
મહાવીર ફોગાટ હાલ દુષ્યંત ચૌટાલાની જેજેપી પાર્ટીમાં જોડાયેલા હતાં. તેમને જેજેપીના રમત વિભાગના પ્રધાન પણ બનાવ્યા હતાં. એટલું જ નહીં જીંદ પેટાચૂંટણીમાં તો પિતા તરફથી તેણે પ્રચાર પણ કરતી જોવા મળી હતી. એવું માનવામાં આવે છે કે, ફોગાટ પરિવારને અજય ચૌટાલા તથા ચૌટાલા પરિવાર સાથે ઘણા સારા સંબંધો છે. તેમ છતાં પણ બબીતા પિતા સાથે હવે ભાજપમાં જોડાઈ ગઈ છે.