ન્યૂઝ ડેસ્ક: યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા વર્ષ 2008માં વિશ્વ માનવતાવાદ દિવસની ઘોષણા કરવામાં આવી હતી અને વર્ષ 2009માં પ્રથમવાર તેની સત્તાવાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે એક તરફ છેલ્લા કેટલાક મહિનાઓથી વિશ્વ કોવિડ-19 સામે સતત લડત આપી રહ્યુ છે અને બીજી તરફ ‘વિશ્વ માનવતાવાદ દિવસ’ પણ આવી રહ્યો છે.
વિશ્વના 54 દેશોમાં કટોકટીની પરીસ્થીતિમાં લોકોને મદદ કરવા માટે કાર્યકરો અભૂતપુર્વ અવરોધોને પાર કરી રહ્યા છે તેમજ ભવિષ્યમાં કોરોના 19ને કારણે અન્ય 9 દેશોને માનવતાવાદી મદદની જરૂર પડશે તેમને પણ મદદ પહોંચાડવામાં આવશે.
માનવતાવાદી સહાય એ માનવતા, નિષ્પક્ષતા, તટસ્થતા તેમજ સહાયતા જેવા કેટલાક સ્થાપિત ધ્યેયો પર આધારીત છે. માનવતાવાદી સહાય કરતા કાર્યકરોનું સમ્માન થવુ જોઈએ અને તેઓ જરૂરીયાતમંદોને યોગ્ય સહાય પહોંચાડવા માટે તેમના સુધી પહોંચી શકે તે માટે તેઓ સમર્થ હોવા જોઈએ. માનવતાવાદી સહાય પહોંચાડતા કાર્યકરો આંતરરાષ્ટ્રીય હોઈ શકે છે પરંતુ તેમાંના મોટા ભાગના કાર્યકરો તેઓ જે દેશમાં કામ કરે છે તે દેશમાંથી જ આવે છે. તેઓ દરેક સંસ્કૃતિઓ, વિચારધારાઓ અને પૃષ્ઠભૂમીને પ્રતિબીંબીત કરે છે તેમજ તેઓ માનવતાવાદ માટેની તેમની પ્રતિબદ્ધતાથી એક બીજા સાથે જોડાયેલા હોય છે.
વિશ્વ માનવતાવાદ દિવસ શા માટે મહત્વનો છે?
જેમને ખુબ ઓછુ સમ્માન મળ્યુ છે તેવા હીરોને સમ્માન મળે છે.
માનવતાવાદી કાર્યોની આવશ્યકતાઓને પ્રકાશીત કરવામાં આવે છે. આ એક આંતરરાષ્ટ્રીય ઉજવણી છે.
કોરોના 19 સામે વૈશ્વિક માનવતાવાદી પ્રતિક્રીયા યોજનાની વ્યુહાત્મક પ્રાથમીકતા
ગ્લોબલ HRP ત્રણ વ્યુહાત્મક પ્રાથમીકતા પર સૌથી વધુ ભાર આપે છે:
કોવિડ 19 મહામારીનો ફેલાવો તેમજ લોકોમાં રોગચાળાનો દર અને મૃત્યુદરના ઘટાડાનો સમાવેશ કરે છે.
માનવ સંપત્તિ, માનવહકો, સામીજીક એકતા તેમજ લોકોની આજીવિકાને થતા નુકસાનમાં ઘટાડો કરવો.
શરણાર્થીઓ, આંતરીક વિસ્થાપીતો, સ્થળાંતર કરાયેલા લોકો તેમજ કેટલાક સમુદાયો તેમજ ખાસ કરીને તેમજ મહામારીથી સૌથી વધુ સંવેદનશીલ એવા જૂથનુ રક્ષણ કરવુ, તેમને મદદ કરવી તેમજ તેમની સુરક્ષા માટેની હિમાયત કરવી.
મહામારી દરમીયાન લોકોને જીવન બચાવવા માટે મદદ પુરી પાડવી
19 ઓગ્સ્ટના રોજ ઉજવવામાં આવતા ‘વિશ્વ માનવતાવાદ દિવસ’ પર પોતાના કાર્ય દરમીયાન માર્યા ગયેલા અને ઘાયલ થયેલા માનવતાવાદી કાર્યકરોને વિશ્વ યાદ કરે છે. તેમજ આ દિવસે કટોકટી અને અનેક મુશ્કેલીઓ હોવા છતા જરૂરીયાતમંદ લોકોને રક્ષણ અને સહાય પુરી પાડતા તમામ હેલ્થ વર્કર અને કાર્યકરોના કાર્યને બીરદાવવામાં આવે છે.
આ વર્ષે એક તરફ છેલ્લા કેટલાક મહિનાઓથી વિશ્વ કોવિડ 19 સામે સતત લડત આપી રહ્યુ છે અને બીજી તરફ ‘વિશ્વ માનવતાવાદ દિવસ’ પણ આવી રહ્યો છે. વિશ્વના 54 દેશોમાં કટોકટીની પરીસ્થીતિમાં લોકોને મદદ કરવા માટે કાર્યકરો અભૂતપુર્વ અવરોધોને પાર કરી રહ્યા છે તેમજ ભવિષ્યમાં કોવિડ 19ને કારણે અન્ય 9 દેશોને માનવતાવાદી મદદની જરૂર પડશે તેમને પણ મદદ પહોંચાડવામાં આવશે.
કોવિડ 19ની જાહેર આરોગ્ય પર અસર
લોકોના વ્યક્તિગત આરોગ્ય તેમજ સમુદાયોના આરોગ્ય ઉપરાંત Covid-19ને કારણે વિશ્વભરમાં આવશ્યક આરોગ્ય અને માનવતાવાદી સેવાઓમાં મોટા વિક્ષેપો ઉભા થયા છે.
આંકડાઓ પર એક નજર
જરૂરીયાતો અને આવશ્યકતાઓ | જરૂરીયાતમંદ લોકો | લક્ષ્યાંકીત લોકો | આવશ્યકતા (US$) |
167.6 M | 108.8 M | $ 28.8 B |
વર્ષ 2020માં આશરે 168 મીલિયન લોકોને માનવતાવાદી સહાય અને રક્ષણની જરૂર પડશે. એટલે કે લગભગ દર 45મા વ્યક્તિએ એક વ્યક્તિને આ મદદની જરૂર પડશે અને છેલ્લા કેટલાક દાયકાઓમાં આ આંકડો સૌથી ઉંચો છે. યુનાઇટેડ નેશન્સ અને તેના ભાગીદાર સમુદાયો સૌથી સંવેદનશીલ એવા 109 મીલિયન લોકો સુધી સહાય પહોંચાડવાનુ લક્ષ્ય રાખી રહ્યા છે. આ માટે $28.8 બીલિયનની જરૂર પડશે.
માનવતાવાદી કટોકટી લીંગ આધારીત હિંસાના જોખમમાં વધારો કરે છે.
વૈશ્વિક સ્તરે એક તૃત્યાંશ મહિલાઓ તેમજ બાળકીઓ તેમના જીવનકાળ દરમીયાન હિંસાના કોઈ ને કોઈ પ્રકારનો ભોગ બનશે જેમાં તેમના શારીરિક અને માનસીક આરોગ્ય, શીક્ષણ અને આજીવીકા પર વિનાશક, તાત્કાલીક અને લાંબા ગાળાની અસરો પહોંચશે. જાતી આધારીત હિંસા (GBV) ની પણ મોટી સામાજીક અને આર્થીક કીંમત ચુકવવી પડે છે. વિશ્વ બેંકનો અંદાજ છે કે GVBને પરીણામે કેટલાક દેશોમાં ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટમાં 1.2 થી 3.7 ટકાનું નુકસાન થવાની સંભાવના છે.
માનવતાવાદી જરૂરીયાતોમાં અસલામતી અને આબોહવાને કારણે થતો વધારો
સંઘર્ષ એ વધતી જતી જરૂરીયાતોનો મુખ્ય કારક છે પરંતુ કેટલીક જગ્યાઓ પર લોકો સંઘર્ષની સાથે આબોહવાને લગતા પડકારોનો પણ સામનો કરે છે જે તેમની જીંદગી અને આજીવિકાને વિક્ષેપીત કરે છે, પરીસ્થીતિ સામે મુકાબલો કરવાની તેમની ક્ષમતાને નબળી પાડે છે અને પરીણામે નવા પડકારો અને મુશ્કેલીઓ તેમના માટે વધુ ને વધુ જોખમરૂપ બનતા જાય છે. સૌથી વધુ માપી શકાય તેવુ પરીમાણ એ ખોરાકની અસલામતી છે જે 2020માં દરેક દેશમાં વધી છે.
ઉમરા ઓમર – કેન્યા, સફારી ડૉક્ટર્સ
#RealLifeHeroes
કેન્યાના લામુ દ્વીપસમુહથી ઉમરા, ‘સફારી ડૉક્ટર્સ’ના સ્થાપક છે. ‘સફારી ડૉક્ટર્સ’ એ ડૉક્ટરનું એક એવુ મોબાઇલ યુનિટ છે જે દર મહિને લામુના 17 ગામડાઓમાં સેંકડો લોકોને નિ:શૂલ્ક પ્રાથમીક તબીબી સુવિધાઓ પુરી પાડે છે. એક તરફ જ્યાં આધુનિક તબીબી સુવિધાઓ શહેરોને ધ્યાનમાં રાખીને વિકસીત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ કેન્યાની કુલ વસ્તીનો 70 ટકા હિસ્સો અંતરીયાળ વિસ્તારોમાં રહે છે. અહીં પરીપ્રેક્ષ્યમાં જે મુખ્ય બદલાવ આવ્યો છે તે એ છે કે આરોગ્ય સેવાઓને સ્થીર સેવાઓ તરીકે જોવામાં નથી આવતી, પરંતુ જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે તેના પર કામ કરવામાં આવે છે.