અહીં નોંધનીય છે કે, આ ત્રણેય મહિલા નેતાઓ ભાજપના છે અને આ ત્રણેય આગામી લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. જેમાં જોઈએ તો, વિદિશાથી સાંસદ સુષ્મા સ્વરાજ, ઈંદૌરથી સાંસદ સુમિત્રા મહાજન તથા ટીકમગઢમાં જન્મેલી તથા વર્તમાનમાં ઉત્તરપ્રદેશના ઝાંસીથી સાંસદ ઉમા ભારતી એક આગવી ઓળખ ધરાવતા મહિલા ચહેરાઓ છે.
લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન ઈંદૌરથી સતત આઠ વખત ચૂંટાઈ આવ્યા હતા. તેમણે પ્રથમ વખત 1989માં જીત નોંધાવી ત્યારથી લઈ આ સીટ પર ભાજપનો કબ્જો રહ્યો છે. તો વિદિશામાં જોઈએ તો 1991માં વાજપેયીથી લઈ શિવરાજ સિંહ જેવા નેતાઓ આ સીટનું પ્રતિનિધિત્વ કર્યું છે. ત્યાર બાદથી 2009થી 2014 સુધી સુષ્મા સ્વરાજ આ સીટ પર લડતા આવે છે. અને હવે વાત દેશના રાજકારણમાં બિંદાસ્ત નિવેદનો આપતા કેન્દ્રીય પ્રધાન અને ઝાંસીથી સાંસદ ઉમા ભારતીએ પણ આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. ભાજપે 75 વર્ષ વટાવી ચૂકેલા નેતાઓ ઉમેદવાર નહીં બનાવવાનો નિર્ણય લીધો છે.