ઉત્તર પ્રદેશ: મેરઠ જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. મહિલાને 30 એપ્રિલના રોજ પ્રસવ પિડાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રાત્રે તેને એક પુત્રને જન્મ આપ્યો હતો.
આ ડિલિવરી બાદ તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો. જે બાદ આરોગ્ય વિભાગે આ મહિલા અને નવજાત બાળકને એક મેડિકલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જિલ્લા પલ્લવપુરમ વિસ્તારના હાઇવે પર મેરઠ શહેરની દિલ્હી રોડ, આરકે પુરમ કોલોનીમાં રહેતી મહિલાને 30 એપ્રિલના રોજ પ્રસવ પિડાની તકલીફને લીધે પરિવારમાં દાખલ કરવામાં આવી હતી. આ જ રાત્રીએ ડિલીવરી કરવામાં આવી હતી. જે બાદ તેનામાં આ બીમારીના લક્ષણો જણાયા હતા.
મહિલાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન મુજબ મહિલાએ હોસ્પિટલમાંથી ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ માટે સેમ્પલ મોકલ્યો હતો. શુક્રવારે મોડી રાત્રે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલ મેનેજમેન્ટમાં ખળભળાટ મચી ગયો હતો.