આ ઘટના પીડિતાના મૃતદેહને એમ્બ્યુલન્સમાં લઈ રવાના થયા બાદ એક કલાક પછી ઘટી હતી. મૃતદેહ ઉત્તર પ્રદેશના ઉન્નાવ સ્થિત પીડિતાના ગામમાં લઈ જવાયો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ જિલ્લાની બહાર બિહાર થાણા વિસ્તારમાં એક ગામમાં રહેતી દુષ્કર્મ પીડિતાને ગુરુવારે આરોપી સહિત પાંચ લોકોએ જીવતી સળગાવી દીધી હતી.
લગભગ 90 ટકા સળગેલી આ યુવતીને એમ્બ્યુલન્સ મારફતે દિલ્હી હોસ્પિટલમાં ભરતી કરાઈ હતી, જ્યાં શુક્રવારના રોજ રાતે તેનું મોત થઈ ગયું હતું.