ETV Bharat / bharat

મિસાઈલ મામલે ભારત સંપુર્ણ રીતે આત્મનિર્ભર છેઃ DRDO પ્રમુખ - 10 જેટલા સફળ મિસાઇલ

DRDO ચીફ જી સતીષ રેડ્ડીએ જણાવ્યું હતું કે, ભારતે મિસાઇલ સિસ્ટમ્સ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરી છે. છેલ્લા પાંચ અઠવાડિયામાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને 10 સફળ મિસાઇલ પરીક્ષણ કર્યું છે.

DRDO Chief G Satheesh Reddy
DRDO Chief G Satheesh Reddy
author img

By

Published : Oct 15, 2020, 1:52 PM IST

નવી દિલ્હી :(Defence Research and Development Organisation)ના પ્રમુખ ડો.જી.સતીશ રેડ્ડીએ દેશને ખાતરી આપી છે કે, અમે તમામ ક્ષમતાની મિસાઈલ બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે. સેનાને જેવી મિસાઈલ જોશે તેવી મિસાઈલ અમે બનાવી આપીશું. DRDOએ છેલ્લા પાંચ અઠવાડિયામાં હાઈપરસોનિક મિસાઈલ શૌર્ય, વધુ રેન્જવાળી બ્રહ્મોસ, પરમાણું ક્ષમતા યુક્ત બૈલિસ્ટિક મિસાઈલ પૃથ્વી, હાઈપરસોનિક મિસાઈલ ટેક્નોલોજી ડેવલપમેન્ટ વ્હીકલ્સ, એન્ટી રેડિએશન મિસાઈલ રુદ્રમ-1 અને સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રિલીઝ ટૉરપીડો વેપન સિસ્ટમનું સફળ પરિક્ષણ કર્યું છે.

ડો.રેડ્ડીએ જણાવ્યું કે, છેલ્લા 40 દિવસમાં એક બાદ એક 10 મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. હાલમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. જે 400 કિલોમીટરથી વધુના અંતરનો લક્ષ્યને નાશ કરી શકે છે. DRDOના પ્રમુખે જણાવ્યું કે, પરીક્ષણનો મુખ્ય ઉદ્દેશય મિસાઈલ નિર્માણમાં આત્મનિર્ભરતા મેળવવાનો છે.ભારતે છેલ્લા 5થી 6 વર્ષમાં મિસાઈલ સિસ્ટમ ક્ષેત્રેમાં જે રીતે આગળ વધ્યું છે. તેનાથી આપણે સંપુર્ણ રીતે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી લીધી છે. મિસાઈલ નિર્માણ ક્ષેત્રે ખાનગી કંપનીઓ પણ આપણી સાથે ભાગેદારી કરવા સક્ષમ છે. તેમજ જરુર મુજબ મિસાઈલ બનાવી શકે છે.

ભારતે સૈન્ય અભ્યાસ હેઠળ 24 સપ્ટેબરના દેશમાં વિકસિત પૃથ્વી-2 મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું હતુ. આ મિસાઇલ પરમાણુ શસ્ત્રોને લઈ જવામાં સક્ષમ છે. તેમણે કહ્યું કે, 5 ઓક્ટોબરના સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રિલીઝ ઑફ ટૉરપીડોનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતુ. રેડ્ડીએ કહ્યું આ હથિયાર પ્રણાલી નૌસેનાની પનડુબ્બી રોધી યુદ્ધ ક્ષમતાને વધારશે.

DRDO મિસાઈલ ક્ષમતા વિસ્તાર કરવા માટે આગામી 4 થી 5 વર્ષમાં હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ પ્રણાલી વિકસિત કરી લેશે. આ દુનિયાની સૌથી તેજ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની તુલનામાં બેગણી સ્પીડથી લક્ષ્યને નાશ કરી શકે છે. DRDOએ 7 સપ્ટેબરના હાઈપરસોનિક ટેક્નોલોજી ડિમૉન્સ્ટ્રેટર વ્હીકલનું પરીક્ષણ કર્યું હતું.

હાલમાં લડાકૂ વિમાનથી વિકિરણરોધી રુદ્રમ-1 મિસાઈલથી વાયુસેનાની મજબૂતીમાં વધુ એક વધારો થશે. જેનાથી માત્ર દુશ્મનના રડારને શોધવા તેમજ સર્વિલાન્સ અને એર ડિફેન્સ સિસ્ટમને નાબૂદ કરવાની ક્ષમતા પ્રાપ્ત થશે. ડો.રેડ્ડીએ કહ્યું, રુદ્રની વિશેષતા સાબિત કરવા માટે હજુ કેટલીક બાબતોનું પરિક્ષણ થવાનું બાકી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.