ETV Bharat / bharat

દિલ્હીમાં વધુ 2,948 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, સંક્રમિતોની કુલ સંખ્યા 80 હજારને પાર - Delhi total corona cases reached 80,188

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,948 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 19,180 લોકોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 2,948 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ સાથે, દિલ્હીમાં કોરોના કેસની કુલ સંખ્યા વધીને 80,188 પર પહોંચી ગઈ છે.

માં નવા 2,948  કોરોના કેસ નોંધાતા, કુલ કેસની સંખ્યા 80 હજારને પાર

author img

By

Published : Jun 27, 2020, 8:23 PM IST

નવી દિલ્હી: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,948 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 19,180 લોકોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 2,948 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ સાથે, દિલ્હીમાં કોરોના કેસની કુલ સંખ્યા વધીને 80,188 પર પહોંચી ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં, કોરોનાથી સંક્રમિત 66 દર્દીઓના મોત નીપજ્યાં છે. આ સાથે દિલ્હીમાં કુલ મૃત્યુઆંક 2,558 પર પહોંચી ગયો છે. આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, જૂન મહિનામાં વધુ પડતા મોતનું એક કારણ એ હતું કે, કોરોના દર્દીઓ માટે પૂરતા બેડની વ્યવસ્થા ન હતી. આ પછી કેજરીવાલ સરકાર વિપક્ષના નિશાના પર પણ આવી છે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કેજરીવાલ સરકારને નકારી કહી કહ્યું કે, માત્ર ત્યારે જ સ્થિતિને સંભાળવા માટે કેન્દ્ર સરકારને આગળ આવવું પડ્યું હતું.

છેલ્લા 24 કલાકમાં, કોરોનાથી સંક્રમિત 2,210 લોકો સ્વસ્થ થયા છે. દિલ્હીમાં કોરોના એક્ટિવ 28,329 કેસ છે, જેમાંથી 17,381 લોકો હોમ આઇસોલેશનમાં છે.

દિલ્હીમાં જૂન મહિનામાં કોરોનાના 80,000 કેસ આવવાની વાત કહેવામાં આવી હતી. જે રીતે કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધતું જાય છે, ત્યારે આ કેસનો આંકડો પણ પાર કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.