વિરોધ પ્રદર્શનને કારણે પડ્યુ હતુ ઠપ્પ
જણાવી દઇએ કે હજુ સુધી પ્રદર્શનના કારણે ઠપ્પ પડી રહેલી તમામ ગતિવિધિઓ ફરીથી શરૂ થવા જઇ રહી છે. જેને લઇને સોમવારે એટલે કે 13 જાન્યુઆરીથી વિન્ટર સેમેસ્ટરના ક્લાસીસ શરૂ થઇ રહ્યાં છે. ડીન ઓફ સ્કૂલ સેન્ટરના ચેયરપર્સનની વચ્ચે થયેલી મીટિંગમાં આ નિર્ણય લેવાયો હતો. આ સાથે બધા જ શિક્ષકોને તેના નક્કી કરેલા વિષયોનું ટાઇમ ટેબલ વેબસાઇટ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે.
વિદ્યાર્થી સંગઠને પ્રદર્શનને કર્યુ સ્થગિત
ઉલ્લેખનીય છે કે, વિન્ટર સેમેસ્ટરના રજિસ્ટ્રેશનની તારીખ 12 જાન્યુઆરીથી વધીને 15 જાન્યુઆરી 2015 કરી નાખી છે. જ્યારે JNUમાં વિદ્યાર્થી પ્રદર્શન સતત ચાલુ છે. તમને જણાવી દઇએ કે, આજે પોલીસ ક્વાર્ટર ખાતે દિલ્હી પોલીસના વિરોધમાં કરી રહેલા પ્રદર્શનને વિદ્યાર્થી સંગઠને સ્થગિત કર્યુ છે.