CM અમરિન્દર સિંહે કહ્યું કે, જો રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન ખરાબ રહેશે તો તે કાંઈ પણ વિચાર્યા વગર રાજીનામું આપી દેશે.
પંજાબના CM કેપ્ટન અમરિન્દર સિંહ 2017ની જીત પછી પંજાબના મુખ્યપ્રધાન બન્યા હતા. આ પહેલા પંજાબમાં આશરે એક દશકા સુધી પંજાબમાં અકાલી અને BJPની સરકાર હતી.
કોંગ્રેસના વિધાનસભાની ચૂંટણીમાં પંજાબમાં 117 બેઠકમાંથી 77 બેઠકો પર જીત હાંસલ કરી હતી. કોંગ્રેસ પાર્ટીને પંજાબમાં 38.5 ટકા મત મળ્યા હતા. આ પહેલા કૈપ્ટન 2002થી 2007 સુધી પંજાબના CM રહ્યા હતા.
પંજાબમાં 19 મેના રોજ લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબ્બકામાં મતદાન થવા જઈ રહ્યું છે. ચૂંટણીનું પરિણામ 23 મેના રોજ જાહેર કરવામાં આવશે.