જયપુરઃ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના નિવાસ સ્થાને રવિવારે રાત્રે ધારાસભ્યો સાથે એક ખાસ મિટિંગ યોજાવાની છે અને તેની સાથે ધારાસભ્યો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે આ મિટિંગમાં કોણ ધારાસભ્યો હાજર રહેશે તે જોવું રહ્યું. જ્યારે મુખ્ય પ્રધાનનું આ રાત્રીભોજ કેટલા ધારાસભ્યોને ખેંચી લાવે છે, એતો મિટિંગ પછી જ જાણવા મળશે.
જેવી રીતે ડેપ્યુટી સીએમ સચિન પાયલટ સહિતના 15 ધારાસભ્યો દિલ્હીમાં હોવાનું સામે આવી રહ્યું છે. જે લોકો દિલ્હી પહોંચ્યા છે તેઓ હાઇકમાન્ડ સામે પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે. જે રીતે રાજસ્થાનમમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે, તેને જોતાં રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હાલ રાજસ્થાન વિશે કાંઇ પણ કહી શકાય તેમ નથી. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોનું કહેવું છે કે, જે ધારાસભ્યો દિલ્હી ગયા છે, તેમાંથી અમુક ધારાસભ્યો મિટિંગમાં પહોચી શકે છે.
જો કે આ ધારાસભ્યોની પહોંચવાની શક્યતા નહીંવત જણાઈ રહી છે. હવે એ જોવું રહ્યું કે, કોણ- કોણ ધારાસભ્યો બેઠકમાં પહોચે છે.