નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.શંકર દયાલ શર્માની પત્ની વિમલા શર્મા, ફક્ત 18 દિવસમાં કોવિડને હરાવીને સૌથી મોટી ઉંમરના કોરોના સર્વાઈવર બના ગયા છે.
તેની સારવાર એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં ચાલી રહી હતી. ગુરુવારે, તેમને ભવ્ય સલામી આપીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વિમલા શર્મા 93 વર્ષના છે અને તે હૃદય અને ફેફસાના રોગથી પણ પીડિત છે. આ એવી કન્ડીશન છે કે, જો કોવિડ થઇ જાય તો, તો બચવાની સંભાવના લગભગ નહીવત છે.
ઓક્સિજનના લેવલ પર નજર
વિમલા શર્મા 5 જૂને કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને 7 જૂને એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૃદય અને ફેફસાના રોગે તેમના પરિવારને ડરાવી દીધો હતો. તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને ડૉકટર્સ પણ ખૂબ આશાવાદી ન હતા, પરંતુ વિમલા શર્માએ ફક્ત તેમની દ્રઢ ઇચ્છાશક્તિના જોરે અશક્યને શક્ય બનાવ્યું હતું.
![પૂર્વ રાષ્ટ્રપતિની પત્ની સૌથી મોટી ઉંમરના કોવિડ સર્વાઈવર બન્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03:00:37:1593163837_dl-sd-01-oldestcovidsurvivervimlashrmaphoto-dlc10030_26062020141238_2606f_1593160958_1054.jpg)
24 જૂને, જ્યારે તેમનો ફરીથી કોવિડનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે નેગેટિવ આવ્યો. રિપોર્ટ નેગેટિવ આવતા જ તબીબો તેમજ પરિવારના સભ્યો ખૂબ ખુશ થયા હતા.