ETV Bharat / bharat

થોકબંધ વાઇરસ સામે ગણી-ગાંઠી એન્ટિવાઇરલ્સ - કોરોનાનો ઇલાજ

આપણે વૈજ્ઞાનિક અને તકનીકી વિકાસ ક્ષેત્રે અગ્રેસર હોવા છતાં શા માટે હજી સુધી કોરોનાનો ઇલાજ શોધી શક્યા નથી? શા માટે મેડિકલ સાયન્સ એન્ટિવાઇરલ રિસર્ચમાં નોંધપાત્ર પ્રગતિ નથી સાધી રહ્યું? મહામારી બેકાબૂ બની રહી છે, ત્યારે આ પ્રશ્ન હરકોઇના મનમાં સળવળી રહ્યો છે.

થોકબંધ વાઇરસ સામે ગણી-ગાંઠી એન્ટિવાઇરલ્સ

author img

By

Published : May 12, 2020, 11:40 PM IST

જ્યારે દ્વિતીય વિશ્વ યુદ્ધ સમાપ્તિના આરે હતું. બરાબર તે સમયે જ, પેનિસિલિન નામની એક અદ્ભૂત દવાની શોધાઇ હતી. લાખો સૈનિકોને સંક્રમણ થવાથી ઉગારી લેનારી પેનિસિલિન પ્રથમ એન્ટિબાયોટિક હતી. ત્યારથી લઇને અત્યાર સુધીમાં ઘણી જીવન રક્ષક દવાઓ માનવીની મદદે આવી છે. ઘણી એન્ટિબેક્ટેરિયલ દવાઓએ વિવિધ પ્રકારની બિમારીઓનો નાશ કરીને માનવ સમુદાયને રક્ષણ પૂરું પાડ્યું છે, તેમ છતાં એન્ટિવાઇરલ દવાઓની દિશાઓમાં ખાસ પ્રગતિ થઇ નથી. જ્યારે પણ એચઆઇવી, ઇબોલા, સાર્સ અને નિપાહ જેવાં નવાં વાઇરલ ઇન્ફેક્શન માથું ઉંચકે, ત્યારે આપણે નિઃસહાય થઇ જઇએ છીએ. એન્ટિવાઇરલ દવાઓ વિકસાવવાનું કાર્ય આટલું જટિલ શા માટે છે? એવી કઇ બાબત તેમને એન્ટિબાયોટિક્સ કરતાં જુદી પાડે છે? તેનો જવાબ બેક્ટેરિયા અને વાઇરસની રૂપાત્મક (મોર્ફોલોજીકલ) લાક્ષણિકતાઓમાં રહેલો છે.

બેક્ટેરિયા અને વાઇરસ વચ્ચે ઘણો મોટો તફાવત છે. બેક્ટેરિયા સૂક્ષ્મ જીવો છે, જે પોતાની મેળે જીવી શકે છે, પાંગરી શકે છે. તેઓ એક બંધ ડીએનએ વર્તુળના બનેલા પ્રોકરીયોટ્સ હોય છે. તેઓ માનવ કોશો સાથે સમાનતા ધરાવતા હોવા છતાં, ચોક્કસ વિશેષતાઓ ધરાવે છે. ઉદાહરણ તરીકે, તેઓ પેપ્ટિડોગ્લિકન તરીકે ઓળખાતી પોલિમરની બનેલી કોશ દીવાલ ધરાવે છે. આ બેક્ટેરિયલ કોશ દીવાલ ઘણી વખત કોઇપણ એન્ટિબાયોટિક સારવાર માટે નિશાન બને છે. તેનો અર્થ એ કે, એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયાનો નાશ કરીને અથવા તેમની વૃદ્ધિ ધીમી પાડીને અને અટકાવી દઇને કામ કરે છે. આ માટે તેઓ પેપ્ટિડોગ્લાઇકેન ધરાવતી બેક્ટેરિયાની કોશ દીવાલ પર હુમલો કરે છે.

સલામત અને અસરકારક એન્ટિવાઇરલ દવાઓ તૈયાર કરવી મુશ્કેલ છે, કારણ કે વાઇરસ અનુકરણ માટે યજમાન કોશોનો ઉપયોગ કરે છે. વાઇરસ તેમનું પોતાનું બાયોકેમિકલ તંત્ર ન ધરાવતા હોવાથી તેઓ યજમાન કોશોમાં પ્રવેશીને તેમની જીવન પ્રક્રિયા માટે તે તંત્રનો ઉપયોગ કરે છે. વાઇરસ પુનરુત્પાદન માટે માનવ કોશના ડીએનમાં તેમની જિનેટિક સામગ્રી દાખલ કરે છે, આથી વાઇરસને યજમાન કોશથી અલગ તારવવો મુશ્કેલ બને છે. એન્ટિવાઇરલ્સ વિકસાવવા આડે આ મોટી અડચણ છે. કેટલાક વાઇરસ યજમાનના શરીરમાં નિષ્ક્રિય રહે છે, જ્યારે અન્ય કેટલાક વાઇરસ ધીમે-ધીમે વિકસે છે. તો વળી, કેટલાક વાઇરસ એટલી ઝડપથી અનુકરણ કરી શકે છે કે, તેઓ યજમાન કોશોને ઉડાડી દે છે, જેના કારણે શરીરના અન્ય ભાગો સંક્રમિત થાય છે. મોટાભાગનાં એન્ટિવાઇરલ એજન્ટ્સ વાઇરલ ડીએનએ સિન્થેસિસને અવરોધીને કામ કરે છે. રોગપ્રતિકારક કોશો પર એન્ટિવાઇરલ્સની આવી અવરોધક અસરો રોગપ્રતિકારકતા પર અવળી અસર ઉપજાવી શકે છે.

જો એન્ટિવાઇરલ વાઇરસના જીવન ચક્રને નિશાન બનાવી લે, તો વાઇરસનો ખાતમો બોલાવવાનું કાર્ય મુશ્કેલ નથી. પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ છે કે, કોઇપણ એન્ટિવાઇરલ દવા વાઇરસને નિશાન બનાવવાની પ્રક્રિયામાં યજમાન કોશોને નુકસાન પહોંચાડશે. વર્તમાન સમયમાં ઉપલબ્ધ મોટાભાગની એન્ટિવાઇરલ દવાઓ એચઆઇવી, હર્પિસ વાઇરસ વગેરે જેવા વાઇરસના ચોક્કસ પ્રકારના સ્વરૂપના આધારે તૈયાર કરવામાં આવે છે. જોકે, આ દવાઓની અસર યજમાન કોશ પરની વાઇરસની નિર્ભરતાથી પ્રભાવિત થાય છે. વાઇરસની નિર્ભરતા જેટલી વધારે, તેટલી આ દવાઓ કારગત નીવડવાની શક્યતા ઘટી જાય છે. દુર્ભાગ્યે, વિવિધ વાઇરસની મોર્ફોલોજી (આકૃતિ વિજ્ઞાન) અને સ્વરૂપમાં વ્યાપક તફાવતો જોવા મળે છે. આ તમામ કારણો એન્ટિવાઇરલ વિકસાવવાની કામગીરીને એક જટિલ પ્રક્રિયા બનાવે છે.

હાલમાં, કોવિડ-19ના દર્દીઓની રેમડેસાઇવિર, લોપિનેવિર, રિટોનેવિર અને રિબાવાઇરિન જેવી એન્ટિવાઇરલથી પ્રયોગાત્મક રીતે સારવાર કરવામાં આવે છે. આ એન્ટિવાઇરલ્સ કારગત નીવડતી હોવાનું જણાતું હોવા છતાં, તેમનાં પરિણામોની પૂર્ણ વ્યાપકતા મોટાપાયે હાથ ધરાતા પ્રયોગો થકી જ જાણી શકાય છે. આવા સમયમાં માત્ર કોવિડ-19 માટેની હોય, તેવી નવી એન્ટિવાઇરલ દવાની શોધ જ મહત્વપૂર્ણ ગેમચેન્જર પુરવાર થઇ શકે છે. આ માટે વાઇરસની રચના તથા તે યજમાન કોશો સાથે કેવી રીતે આદાન-પ્રદાન કરે છે, તેની પૂરેપૂરી સમજૂતી મેળવવી જરૂરી છે. કોરોનાવાઇરસના જિનોમનું જેટલી જલ્દી માપન કરી શકાશે, તેટલી જલ્દી તેની સારવાર શોધી શકાશે. વિશ્વભરનાં વિજ્ઞાનીઓ કોરોનાનો ઇલાજ શોધવા માટે દિવસ-રાત અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. WHO વિવિધ દેશોના સંશોધકો વચ્ચે મધ્યસ્થ તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે. જ્યાં સુધી આપણે ઇલાજ શોધી ન લઇએ, ત્યાં સુધી સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને વ્યક્તિગત સ્વચ્છતાનું પાલન કરીએ, તે જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.