ETV Bharat / bharat

તબલિઘિ જમાત વાસ્તવમાં છે શું? - ઇસ્લામ

તબલિઘિ જમાત વાસ્તવમાં શું છે ? જાણો અમારા આ અહેવાલમાં...

તબલિઘિ જમાત વાસ્તવમાં છે શું?
તબલિઘિ જમાત વાસ્તવમાં છે શું?
author img

By

Published : Apr 2, 2020, 8:09 PM IST

તબલિઘિ જમાત વાસ્તવમાં છે શું?

તબલિઘિ જમાત વાસ્તવમાં ઇસ્લામનો પ્રચાર કરતું એક બિન-રાજકીય એવું વૈશ્વિક સુન્ની-ઇસ્લામિક મિશનરી ઓર્ગેનાઇઝેશન છે જેના મૂળિયા ભારતમાં ખૂંપેલા છે. 1927માં મોહંમદ ઇલ્યાસ અલ-કંધલવી દ્વારા આ ચળવળ શરૂ કરાઇ હતી. આ ચળવળનો મુખ્ય આશય હઝરત મોહંમદ પેગંબર સાહેબ દ્વારા સૂચવવામાં આવેલા ઇસ્લામના છ મુખ્ય સ્તંભ તરફ મુસ્લિમોને પાછા વાળવા તેઓને આમંત્રણ (તબલિઘ) આપવું અને તેમ કરીને ઇસ્લામના સુવર્ણયુગની રચના કરવાનો છે એમ જ્યોર્જટાઉન યુનિવર્સિટિના બર્કલે સેન્ટર દ્વારા “ તબલિઘિ જમાત મુસ્લિમોને વ્યક્તિગત વહેવાર-વર્તણૂંક, પોષાક અને ધાર્મિક રીત-રિવાજોની બાબતમાં અસલ સુન્ની ઇસ્લામ તરફ પાછા વળવાનું આહ્વાન કરે છે“ એવા શીર્ષક હેઠળ પ્રસિદ્ધ થયેલા એક લેખમાં કહેવામાં આવ્યું હતું. આ ચળવળને 20મી સદીના ઇસ્લામમાં સૌથી મોટી ધાર્મિક અસર પેદા કરતી ચળવળ તરીકે ઓળખવામાં આવે છે.

સમગ્ર ભારતીય ઉપખંડમાં તબલિઘિઓનું નેટવર્ક અત્યંત મજબૂત છે અને સમાજના વિવિધ વર્ગોના લોકો આ ધાર્મિક સંગઠન સાથે જોડાયેલા છે. તબલિઘિ મૌલાનાઓ મસ્જિદોમાંથી પોતાનું કામકાજ કરે છે. આ “જમાત”ના લોકો વિવિધ શહેરોમાંથી અને દેશોમાંથી આવ્યા હતા એવી જે જાહેરાત કરવામાં આવી હતી તે મસ્જિદો માટે સામાન્ય બાબત છે અને તે બાબત સંગઠનના અંકુશ હેઠળ રહે છે. આ મૌલાનાઓ આસપાસના વિસ્તારોની મુલાકાત લેતાં હોય છે, ત્યાં જઇને મુસ્લિમો સાથે વિચારોનું આદાન-પ્રદાન કરે છે અને તેઓને નમાઝ અને ઇજ્તેમા (પરિષદ કે સભા)માં ભાગ લેવા મસ્જિદોમાં આવવા આમંત્રણ આપે છે. સામાન્ય રીતે 40 દિવસના ધાર્મિક મિશન ઉપર નીકળી પડતા આ મૌલાનાઓ જે તે શહેરની મસ્જિદોમાં રહેતા હોય છે. લોકડાઉનના પગલે સામુહિક નમાઝ ઉપર પ્રતિબંધ મૂકાયો હોઇ તમામ મૌલાનાઓએ મસ્જિદો ખાલી કરી દીધી હતી.

છ સ્તંભઃ-

તબલિઘિ જમાત મુખ્યત્વે ઇસ્લામના છ સ્તંભ ઉપર વિશેષ ભાર મૂકે છે, જેમાં કલિમા (અલ્લાહના એકેશ્વરવાદમાં શ્રધ્ધા રાખવી), સાલાહ (દરરોજ નમાઝ પઢવી), ઇલ્મ અને ઝીક્ર (અલ્લાહનું સતત સ્મરણ અને ભાતૃભાવ), ઇકરામ-એ-મુસ્લિમ (સાથી મુસ્લિમો સાથે સન્માનપૂર્વકનો વહેવાર કરવો), તસીહ-ઇનાયત-(પ્રત્યેક મુસ્લિમે પોતાની જાતને સુધારી તેને ઇસ્લામના આદર્શોને સમર્પિત કરી દેવી), અને દાવાહ (અલ્લાહના ઉપદેશનો ફેલાવો કરવો) જેવી બાબતોનો સમાવેશ થાય છે. દાવાહ જેવા સ્તંભના પગલે કેટલાંક લોકો તબલિઘિઓને મુસ્લિમોના યહોવાના સાક્ષી તરીકે ગણાવે છે. પારંપારિક રીતે આ મૌલાનાઓ 40 દિવસના મિશન (ચિલ્લાહ) ઉપર જાય છે જે દરમ્યાન તેઓ અન્ય મુસ્લિમોને ઇસ્લામનો ઉપદેશ આપે છે અને તેઓની મસ્જિદોમાં નમાઝ અદા કરવાનું અને ધાર્મિક પ્રવચનો (તકરીર) સાંભળવાનું પ્રોત્સાહન આપે છે. આ મૌલાનાઓનું જૂથ તેઓના અનુયાયીઓને ટૂંકા સમય માટે ઘરથી દૂર રહીને પ્રવચનો આપવાનું મિશન (ખુરુજ) હાથ ધરવા પણ પ્રોત્સાહિત કરે છે. આ મિશન થોડા દિવસોથી લઇને થોડા મહિનાઓ સુધી ચાલે છે.

તબલિઘિ લોકોની જીવનશૈલીઃ-

પુરુષ અનુયાયીઓ દાઢી વધારે છે, લાંબો કુરતો પહેરે છે અને પગની ઘૂંટીથી ઉપર રહે તે મુજબનો પાયજામો પહેરે છે

મહિલાઓ સામાન્યતઃ ધાર્મિક જીવનમાં જ અને પોતાના ઘરોમાં રહે છે અને જાહેરમાં જાય ત્યારે પોતાનું આખું શરીર બુરખાની મદદથી ઢાંકેલું રાખે છે.

ઘરોની અંદર પણ તબલિઘિ અનુયાયીઓ તદ્દન સાદગીપૂર્ણ જીવન વિતાવે છે અને બેસવા માટે સોફાને બદલે ફક્ત શેતરંજી કે સાદડી અને ઓશિકું રાખે છે. તેઓ સંગીત કે ટીવી જેવી વસ્તુઓથી દૂર રહે છે. તબલિઘિ જમાતના ખ્યાતનામ અનુયાયીઓમાં પાકિસ્તાનની કેટલીક સેલિબ્રિટિઝ પણ છે જેમાં ગાયક જુનેદ જમશેદ, ક્રિકેટર સાહિદ અફ્રિદી, સઇદ અનવર, ઇન્ઝમામ-ઉલ-હક, મુસ્તાક અહેમદ, સકલૈન મુસ્તાક, અને મોહંમદ મુસ્તાક (ભૂતકાળનો યુસુફ યોહાન), પાકિસ્તાનની કુખ્યાત જાસુસી સંસ્થા આઇએસઆઇના ભૂતપૂર્વ વડા લેફ. જનરલ જાવેદ નશીર અને પાકિસ્તાનના લશ્કરના જનરલ મહંમદ અહેમદનો સમાવેશ થાય છે. દિલ્હીમાં તાજેતરમાં મળેલી ધાર્મિક સભાએ કેવી રીતે સરકારના આદેશોનો ભંગ કર્યો તેની વિગતો આ મુજબ છે.

13 માર્ચઃ- આ ધાર્મિક સભાના એક ભાગ તરીકે દિલ્હીના નિઝામુદ્દીન ખાતે આવેલા મરકઝમાં 3400 લોકો એકઠાં થયાં

16 માર્ચઃ- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર કર્યું હતું કે સમગ્ર દિલ્હીમાં 31 માર્ચ સુધી 50 થી વધુ લોકો હોય એવી કોઇપણ ધાર્મિક કે સામાજિક સભાનું આયોજન કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. નિઝામુદ્દીન ખાતેના મરકઝમાં રહેલાં લોકોએ તે ઇમારતમાં રહેવાનું ચાલું જ રાખ્યું હતું.

20 માર્ચઃ- દિલ્હીની ધાર્મિક સભામાં ભાગ લીધેલા ઇન્ડોનેશિયાના 10 લોકોને તેલંગાણામાં કોરોના પોઝઈટીવ હોવાનો રિપોર્ટ આવ્યો

22 માર્ચઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી જનતા કર્ફ્યુંનું દેશભરમાં પાલન કરાયું. તે એક દિવસ માટે કોઇપણ પણ પ્રકારના જમાવડાને મંજૂરી અપાઇ નહોતી.

23 માર્ચઃ- વડાપ્રધાન મોદીએ 21 દિવસ માટે સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી. કોઇપણ પ્રકારના ટોળા કે જમાવડા ઉપર પ્રતિબંધ મૂકાયો. ઘરોની બહાર બિન-જરૂરી કોઇપણ પ્રકારની હલચલ કે ગતિવિધિઓ પ્રતિબંધિત કરાઇ. ફક્ત જીવન જરૂરી સેવાઓને જ કામ કરવાની છૂટ અપાઇ

24 માર્ચઃ- દિલ્હી પોલીસે નિઝામુદ્દીનના મરકઝ ખાતે રહેલાં લોકોને ઇમારત ખાલી કરી દેવાનો આદેશ કર્યો.

25 માર્ચઃ- લોકડાઉનના આદેશનું ઉલ્લંઘન કરીને હજુ પણ 1000 લોકોએ મકઝ ખાતે રહેવાનું ચાલું રાખ્યું. એક મેડિકલની ટીમે મરકઝની મુલાકાત લીધી અને કોરોનાના શંકાસ્પદ દર્દીઓને એ જ ઇમારતમાં આઇસોલેટ કર્યા. જમાતના અધિકારીઓએ એસડીએમની ઓફિસની મુલાકાત લઇ ઇમારત ખાલી કરવાની મંજૂરી માંગી. તે સાથે પાસ મેળવવા તમામ વાહનોના નંબરોની એક યાદી પણ આપી.

26 માર્ચઃ- દિલ્હીની ધાર્મિક સભામાં ભાગ લઇને આવેલા એક મૌલાનાનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો અને બાદમાં તેનું શ્રીનગર ખાતે મોત થયું.

26 માર્ચઃ- એસડીએમ મરકઝની મુલાકાત લે છે અને મરકઝના અધિકારીઓને ડીસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે મિટિંગ કરવા બોલાવે છે.

27 માર્ચઃ- કોરોના વાઇરસના છ શકમંદ દર્દીઓને મેડિકલ ચેક-અપ માટે લઇ જવાયા અને બાદમાં તેઓને હરિયાણાના ઝઝ્ઝર ખાતે કોરિન્ટાઇન કરાયા

28 માર્ચઃ- વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ટીમે એસડીએમને સાથે રાખી મરકઝની મુલાકાત લીધી અને મેડિકલ ચેક-અપ માટે લઇ જવાયેલા 33 લોકોને બાદમાં દિલ્હીની રાજીવ ગાંધી કેન્સર હોસ્પિટલ ખાતે આઇસોલેટ કરાયા.

28 માર્ચઃ- લજપત નગરના એસીપીએ મરકઝ ખાલી કરવા નોટિસ પાઠવી

29 માર્ચઃ- મરકઝના અધિકારીઓએ એસીપીની નોટિસનો એવો જવાબ આપ્યો કે વડાપ્રધાનની લોકડાઉનની જાહેરાત બાદ કોઇ નવા લોકોને એકઠાં થવા દેવાયા નથી અને હાલ મરકઝમાં જે લોકો રહે છે તેઓ પીએમની લોકડાઉનની જાહેરાતના ઘણા દિવસો અગાઉથી જ આવી ગયા હતા, તે ઉપરાંત વડાપ્રધાને તેમની જાહેરાતમાં એમ કહ્યું હતું કે જે લોકો જ્યાં છે તેમણે ત્યાં જ રોકાવાવાનું રહેશે.

29 માર્ચઃ- પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે મરકઝની મુલાકાત લીધી અને મરકઝ ખાતે જમા થયેલા લોકોને હોસ્પિટલો અને કોરિન્ટાઇન સેન્ટરોમાં મોકલવાનું શરૂં કર્યું. પોલીસે દાવો કર્યો હતો કે તેઓએ મસ્જિદની કમિટિને બે નોટિસ ફટકારી હતી પરંતુ તેઓએ આજદિન સુધી તેનો જવાબ આપ્યો નહોતો. પોલીસે 23 માર્ચ અને 28 માર્ચના રોજ નોટિસ મોકલી હતી. સૂત્રોએ કહ્યું હતું કે 23 માર્ચના રોજ અંદાજે 1500 લોકોને મરકઝમાંથી દેશના વિવિધ રાજ્યોમાં, શહેરોમાં રવાના કરી દેવાયા હતા. જો કે તે પૈકીના કેટલાં લોકોને કોરોના વાઇરસ પોઝીટીવ છે તે આજદિન સુધી જાણી શકાયું નથી. મસિજ્દની કમિટિનો દાવો છે કે તેઓએ 23 માર્ચના રોજ જ પોલીસને પત્ર લખીને મંજૂરી માંગી હતી જેથી કરીને જુદા જુદા વાહનોમાં લોકોને મોકલી શકાય. મરકઝ મસ્જિદ વતી મૌલાના યુસુફ દ્વારા લજપત નગરના એસીપી અતુલ કુમારને લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે નવી કોઇ વ્યક્તિને પ્રવેશ અપાયો નથી અને ઇમારત ખાલી કરવાના પ્રયાસો ચાલુ હતાં એવામાં જનતા કર્ફ્યું બાદ લોકડાઉનની જાહેરાત કરાઇ હતી. પત્રમાં એવી પણ સ્પષ્ટતા કરાઇ હતી કે નિઝામુદ્દીન ખાતે એકઠી થયેલી મેદની વિશે દિલ્હીની સરકારને તમામ માહિતી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.