જિનેવા: WHOએ 24 એપ્રિલના રોજ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે, "હજી સુધી કોઈ પુરાવા નથી કે, જે લોકો કોવિડ-19થી સ્વસ્થ થયા છે અને તેમના શરીરમાં એન્ટિબોડીઝ છે, તેમને બીજીવાર ચેપ લાગશે નહીં."
તાજેતરમાં જ દક્ષિણ કોરિયામાં એવા 100થી વધુ કેસો નોંધાયા હતાં, જેઓ સાજા થયા પછી પણ લોકોને કોરોના ચેપ લાગ્યો હતો. જો કે, તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે તેમના શરીરમાં કોરોના વાઇરસ ફરીથી સક્રિય થયો છે કે તેઓ ફરીથી અન્ય કોઇ દ્વારા ચેપ લાગ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોરોના વાઇરસને હરાવનારા લોકોને ઇમ્યૂનિટી પાસપોર્ટ અથવા રિસ્ક ફ્રી સર્ટિફિકેટ જાહેર કરવાનો વિરોધ કરીને એક ચેતવણી આપી છે.