બિહારના જહાનાબાદથી અપક્ષ ઉમેદવાર મણિભૂષણ શર્મા ગધેડા પર ઉમેદવારી ભરવા પહોંચ્યા તો તેઓ પણ હસતા જતા હતા અને આજૂ બાજુના લોકો પણ હસતા જોવા મળી રહ્યા હતાં. અમુક લોકો આશ્ચર્યચકિત થઈ આ બધું જોઈ રહ્યા હતાં. તેમનું કહેવું છે કે, ગધેડો વફાદાર પ્રાણી છે. તથા મહેનતું અને કર્મઠ પ્રાણી છે. તેને મારો તો પણ તે સહન કરતો હોય છે. તેના પર બળજબરી પૂર્વક કામ કરી રહ્યો હોય છે. તેમ છતા પણ તેનું અપમાન થતું નથી.
જનતા માટે ગધેડાની જેમ કામ કરીશ
મણિ ભૂષણ શર્માએ જણાવ્યું હતું કે, જો હું ચૂંટણી જીતી જઈશ તો તો જિલ્લામાં ભ્રષ્ટાચાર તથા અપરાધ બંધ કરાવી દઈશ. તેમણે કહ્યું હતું કે, લોકો ગધેડાને મારે છે તેમ છતાં તે કામ કરે છે તેથી હું પણ આવી રીતે કામ કરીશ.
નામાંકન રદ થયું, પશું ક્રુરતા કાયદાને કારણે ફરિયાદ નોંધાઈ
નામાંકનમાં ગધેડાનો ઉપયોગ કરતા તેમનું નામાંકન રદ થયું છે ઉપરાંત તેમના પર પશુ ક્રુરતા અધિનિયમ અંતર્ગત તેમના પર ફરિયાદ પણ નોંધાઈ છે.