ETV Bharat / bharat

ભારત અમેરિકાના સંબંધો માત્ર વેપાર આધારિત નથીઃ ચૌધરી - ભારત અમેરિકાના સંબંધો

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને અઠવાડિયું જ બાકી રહ્યું છે ત્યારે બંને દેશો તરફથી કેટલીક મહત્ત્વની જાહેરાતો અને આંશિક વેપાર કરાર માટેની તૈયારીઓ ચાલી રહી છે. જોકે બંને દેશો વચ્ચેના સંબંધોમાં વેપારની બાબત કેન્દ્રસ્થાને નથી એમ ગ્લોબલ થિન્ક-ટૅન્ક કાર્નેગી ઇન્ડિયાના ડિરેક્ટર રુદ્ર ચૌધરી માને છે. લેખક અને વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત ચૌધરીનું માનવું છે કે વેપાર સમજૂતિ થાય તેમ લાગતું નથી અને મોદીએ સીધી ટ્રમ્પ સાથે જ વાતચીત કરીને કોઈક રસ્તો કાઢવો પડશે. બંને દેશો વચ્ચેના સંબંધો, ટ્રમ્પની મુલાકાતની આશા અને રશિયા-ઇરાનની બાબતમાં ભારતનું સંતુલન તથા કાશ્મીર, સીએએ, એનઆરસી મુદ્દે અમેરિકાના વલણ અંગે રુદ્ર ચૌધરી સાથે વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્માએ વાતચીત કરી તેના અંશોઃ

ભારત અમેરિકાના સંબંધો માત્ર વેપાર આધારિત નથીઃ ચૌધરી

author img

By

Published : Feb 17, 2020, 11:33 PM IST

‘બંને દેશોના સંબંધોમાં સૌથી અગત્યનું છે સંરક્ષણ ક્ષેત્રે સહકાર; ત્રાસવાદની બાબતમાં પાકિસ્તાન પર અમેરિકાનું દબાણ યથાવત’

સવાલઃ ટ્રમ્પની મુલાકાતની ચર્ચા ચાલી રહી છે ત્યારે તમને કેવી ફળશ્રુતિની અપેક્ષા છે?

અમેરિકાના પ્રમુખ ભારતની મુલાકાતે આવે તે જ મહત્ત્વની ઘટના છે. દિલ્હીમાં બે દિવસ વિતાવશે અને અમદાવાદમાં મોટો જાહેર સમારંભ છે તે સંબંધો માટેની સારી નિશાની છે. અમેરિકા સાથેના સંબંધોમાં સમયાંતરે તાજગી લાવતી રહેવી પડે છે અને ટ્રમ્પની મુલાકાત તે સંદર્ભમાં છે તે સમયોચિત છે.

સવાલઃ ટ્રમ્પ થોડા મહિના પછી બીજી મુદત માટે ચૂંટણી લડવાના છે. છેલ્લા મહિનાઓમાં અમેરિકાના પ્રમુખ ઢીલા પડી જતા હોય છે, તેની જગ્યાએ તમને લાગે છે ટ્રમ્પ મજબૂત બનીને સ્પર્ધામાં ઉતરી રહ્યા છે?

સામાન્ય પ્રકારના અમેરિકાના પ્રમુખો કરતાં તેઓ અલગ છે. ચૂંટણીમાં કેવો જોશ દાખવે છે તેના પરથી મજબૂતી દેખાશે. ઇમ્પિચમેન્ટ પછી તેઓ ભારત આવી રહ્યા છે, જેની ચર્ચા ભારતમાં ઓછી થઈ હતી. સેનેટ તેમને સરળતાથી જતા કરશે એવી અપેક્ષા હતી જ, પરંતુ પ્રમુખે ઇમ્પિચમેન્ટમાંથી પસાર થવું પડ્યું તે જ બહુ મોટી વાત કહેવાય. ઇમ્પિચમેન્ટમાંથી મુક્ત થયા તે પછી જ તરત જ ભારતની મુલાકાતે આવે છે તે પણ રસપ્રદ બાબત છે. તે દર્શાવે છે કે ટ્રમ્પ પોતાની રીતે ભારત સાથેના અને ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદી સાથેના સંબંધોને મહત્ત્વ આપે છે.

સવાલઃ જોકે તેમણે હાર્લે સહિતના મુદ્દે સતત કમેન્ટ્સ કરી છે, જેનાથી દિલ્હી અકળાતું રહ્યું છે. શું ટ્રમ્પનો સ્વભાવ જ એવો છે એમ ગણી, આ બાબતોને મામુલી મુદ્દા ગણી ભારતે અવગણના કરવી જોઈએ?

વેપારની બાબત મામુલી મુદ્દો નથી, તે અગત્યનો છે. આપણે વ્યૂહાત્મક સંબંધોમાં અમુક બાબતો પર વધારે પડતો મૂકવાની કોશિશ ના કરવી જોઈએ. વેપારની બાબતમાં બે બાબતો અગત્યની છે. ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારે માત્ર અમેરિકાની સિસ્ટમ નહિ, વિશ્વની જેમ ભારતની સિસ્ટમને પણ આઘાત લાગ્યો હતો. વેપારની બાબતમાં તેમણે ચૂંટણીવાયદા આપ્યા હતા, તેમાંથી ઘણા પાળ્યા છે અને તેના કારણે ભારતને પણ અસર થઈ છે. એલ્યુમિનિયમ, સ્ટીલ, GSP (જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સીઝ), વગેરે બાબતોમાં ભારતને નુકસાન થયું છે. પરંતુ વ્યાપક સંબંધોમાં વેપારી સંબંધોને વધારે પડતું મહત્ત્વ આપવાની બાબતમાં આપણે સાવધાન રહેવું પડે.

અમેરિકાના પ્રમુખ ભારત આવી રહ્યા છે તે સમજો. 18 મહિનાથી પ્રયાસો ચાલે છે, તે પછીય વેપાર બાબતમાં કોઈ કરાર ના થાય તેવી પણ શક્યતા છે. તેનું કારણ માત્ર ટ્રમ્પ નથી, પણ વાણિજ્ય પ્રતિનિધિ રોબર્ટ લાઇટિઝર છે, જેઓ વેપારની બાબતમાં મક્કમ છે.

સવાલઃ ભારત હવે ઑઈલ અને ગેસથી માંડીને શસ્ત્રો પણ અમેરિકા પાસેથી ખરીદી રહ્યું છે ત્યારે વેપારી ખાધ વધવાની છે. તે ઘટાડવા ભારત પર દબાણ છે ત્યારે વેપારી સંબંધો કેટલા અગત્યના અને તેમાં ઉદ્યોગોને શું વિરોધ છે?

વેપાર કરારમાં લાઇટિઝરની ભૂમિકા અગત્યની છે, કેમ કે તેઓ છેલ્લા 30 વર્ષથી આ બાબતમાં વ્યક્તિગત અભિપ્રાય ધરાવે છે. 1980-90ના દાયકાઓમાં સેમિકન્ડક્ટર્સ પર જકાત નખાઈ હતી અને અત્યારે એલ્યુમિનિયમ, પોલાદ, કૃષિ વગેરે ઘણી બાબતોમાં ખાધ પડતી હોવાનું અમેરિકાને લાગે છે. મને લાગે છે કે ભારત તરફથી સંબંધોની બાબતમાં વ્યાપક દૃષ્ટિકોણ રાખવામાં આવી રહ્યો છે. વેપાર અને વ્યૂહાત્મક સંબંધો, વેપાર અને સંરક્ષણ સંબંધો એવી રીતે અલગ અલગ જુઓ તો સંરક્ષણની બાબતમાં સંબંધો સુધર્યા છે.

સમસ્યા એ છે કે બંને દેશના સંબંધોની વાત કરીએ ત્યારે તેમાં સંરક્ષણ કરાર, ન્યુક્લિયર ડિલ વગેરે મોટી જાહેરાતોની અપેક્ષા હોય છે. તેવું શક્ય હોતું નથી, તેથી આપણે મુલાકાતોમાં પરિણામની અપેક્ષાઓ ઓછી રાખવી જોઈએ. આ મુલાકાત પ્રતીકાત્મક અને વ્યૂહાત્મક સંબંધો માટે વધારે છે. વેપાર અંગે કોઈ કરાર ના થાય તેવી શક્યતા છે, પણ તેનાથી મુલાકાતનું મહત્ત્વ ઘટતું નથી.

સવાલઃ LEMOA જેવી બાબતોમાં કેટલો અમલ થઈ શક્યો છે?

તે ધીમી પ્રક્રિયા છે. સંરક્ષણમાં સંવાદિતા અગત્યની હોય છે. 2005માં વ્યૂહાત્મક સંબંધોમાં એક ડગલું આગળ વધવાનું અગત્યનું પગલું લેવાયું હતું. LEMOA (લૉજિસ્ટિક્સ ઍક્સચેન્જ મેમોરેન્ડમ ઑફ એગ્રીમેન્ટ) બાબતમાં કેટલાક સવાલો છે. તેની સામે DTTI બાબતમાં ઘણું થયું છે. સંરક્ષણ સંબંધો ધીમા હોય છે, પણ તેમાં પ્રગતિ થઈ રહી છે.

સવાલઃ ભારતે રશિયા પાસેથી S400 મિસાઇલ સિસ્ટમ ખરીદી છે તેની ચર્ચા થશે ખરી?

રશિયા, ઑઇલ, ઇરાન જેવા મુદ્દે ભારતે ચર્ચાઓ કરવી રહી, પણ મને લાગે છે કે ભારતે તે બાબતોમાં ઘણી પ્રૌઢતા દાખવી છે. આપણે CAATSA (કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સીઝ થ્રૂ સેન્ક્શન્સ) બાબતમાં સાવધાની રાખી શક્યા છીએ. ઇરાન પર પ્રતિબંધોથી ક્રૂડની આયાત પર અસર થઈ હતી, પણ ઇરાન, રશિયા અને અમેરિકા સાથે પણ સંબંધો જાળવી શકાયા છે. માત્ર હાલના જ મુદ્દાઓની બાબત નથી, ઐતિહાસિક રીતે આપણે અમેરિકાના અભિગમનો સફળતાથી સામનો કરતા આવ્યા છીએ. અત્યારે તે બાબતમાં વધારે અનિશ્ચિતતા છે તે જુદી વાત છે. મને લાગે છે કે ભારતનો અભિગમ એવો છે કે ટ્રમ્પ પાસેથી મળે તેટલું લઈ લેવું અને બાકીના મુદ્દાઓને ટાળવા.

સવાલઃ દોકલામ પછી અમેરિકાનું વલણ અપેક્ષા પ્રમાણેનું નહોતું, તેથી રશિયા અને ચીન સાથેના સંબંધો આપણે નવેસરથી વિચાર્યા છે. અફઘાનિસ્તાનને ધ્યાનમાં રાખીને અમેરિકા પાકિસ્તાનને રાજી રાખવા માગે છે, ત્યારે આ સંબંધોની બાબત અગત્યની બની શકે છે?

મને લાગે છે કે દોકલામની બાબતમાં અમેરિકા તરફથી આપણને વધારે અપેક્ષા નહોતી અને તેના નિવેદનો મોટા ભાગે ભારત માટે વાજબી હતા. 2017માં ચીન સામે ભૂતાન સરહદે થયું હતું તેવી સ્થિતિ ભારત ઇચ્છશે નહિ. મને નથી લાગતું કે દોકલામને કારણે ભારત અમેરિકાના સંબંધોમાં કોઈ અસર થઈ હોય.

બીજું વિશ્વના નેતાઓ સાથે સંબંધોની બાબતમાં ટ્રમ્પની પોતાની પદ્ધતિ છે. ઇમરાન ખાનને તેઓ વૉશિંગ્ટનમાં મળ્યા ત્યારે જાણે બે રોકસ્ટાર્સ મળ્યા હોય તેવું લાગતું હતું. બંને જાણે એકબીજા પર મોહી ગયા હતા. પરંતુ પાકિસ્તાન પર ત્રાસવાદની બાબતમાં થઈ રહેલું દબાણ ઘટ્યું નથી. હાલમાં જ પાકિસ્તાને FATF (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ)ના દબાણથી હાફિઝ સઇદને કેદ કરવાની વાત કરી છે. થશે કે કેમ તે જોવાનું રહે છે, પણ પાકિસ્તાન પરથી દબાણ ઓછું થવાનું નથી.

સવાલઃ અમેરિકાની સંસદમાં કાશ્મીર અંગે ઠરાવ મૂકાયો છે. ટ્રમ્પના ટેકેદાર લિન્ડસે ગ્રેહામ સહિતના ચાર સાંસદોએ કાશ્મીર, CAA અને NRCના મુદ્દા ઉઠાવ્યા છે ત્યારે આ બાબતની ચર્ચા થશે ખરી?

ભારતના રાજદૂતો આવી બાબતોમાં અમેરિકાની સંસદ તથા સાંસદો સાથે સતત સંપર્કમાં હોય છે. આ બાબતમાં હેલ્થી ચર્ચાઓ થતી હોય છે. આ બાબત અગત્યની ખરી? હા, ભારતની વર્તમાન સ્થિતિ અંગે અમેરિકાની સંસદમાં કેટલાક પ્રશ્નો ઉઠાવાયા છે ત્યારે ક્યારેક ભારતની આંતરિક સ્થિતિનો વિચાર થાય છે, ક્યારેક નથી થતો. પરંતુ મને લાગે છે કે તે બાબતની ચર્ચા નહિ થાય. તે બાબત રાજદ્વારી વર્તુળો પર છોડી દેવાશે. ટ્રમ્પ તેનો ઉલ્લેખ કરે ખરા, કેમ કે તેઓ અનિશ્ચિત પ્રકારના રાજકારણી છે, તાલીમબદ્ધ રાજકારણી નથી. તેઓ ઉલ્લેખ કરે તોય બહુ ફરક પડતો નથી. તેઓ કોઈ એજન્ડા સાથે મુલાકાતે આવી રહ્યા નથી.

સવાલઃ ટ્રમ્પ ઇમિગ્રેશનમાં સુધારાની વાત કરતા હોય છે અને ભારતની H-1B વીઝા બાબતમાં ચિંતા હોય છે. તેમાં શું થઈ શકે?

આ અગત્યનો મુદ્દો છે, કેમ કે અહીં ટ્રમ્પની ઇમિગ્રેશનની માત્ર ટીકાની વાત નથી, ભારતને તેની સીધી અસર થઈ રહી છે. ભારત તેને ગંભીરતાથી લે છે, પણ તે મુદ્દે ભૂતકાળમાં પણ ચકમક ઝરતી રહી છે અને મને લાગે છે કે તેની વાત પણ રાજદ્વારી વર્તુળો પર છોડી દેવામાં આવશે. આ મુલાકાત સંબંધોને મજબૂત કરવા માટે ઉપયોગી થશે. મને આશા છે કે ભારત લાઇટિઝરને બાજુએ રાખીને ટ્રમ્પને જ અરજ કરશે અને વેપાર બાબતમાં કરાર થાય તે માટે કોશિશ કરશે.

-સ્મિતા શર્મા, નવી દિલ્હી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.