ETV Bharat / bharat

હેલિકોપ્ટર મની એટલે શું? તેલંગાણાના મુખ્યમંત્રીની તદ્દન નવીનત દરખાસ્તઃ RBI શું ભૂમિકા ભજવી શકે? - RBI

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે પાંચ દાયકા જૂની નીતિની વાત ઉઠાવીને તદ્દન નવા જ પ્રકારની ચર્ચાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ભારતીય અર્થતંત્રને બેઠું કરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને હેલિકોપ્ટર મનીની નીતિ અપનાવવાનું સૂચન કર્યું હોવાનું સમજાય છે. કોરોના વાઇરસના કારણે દેશના અર્થતંત્રને બહુ મોટો ફટકો પડી શકે તેમ છે તેને ધ્યાનમાં લઇને તેમણે આ મુજબનું સૂચન કર્યું હતું.

A
હેલિકોપ્ટર મની એટલે શું? તેલંગાણાના મુખ્યમંત્રીની તદ્દન નવીનત દરખાસ્તઃ RBI શું ભૂમિકા ભજવી શકે?
author img

By

Published : Apr 16, 2020, 3:29 PM IST

હૈદરાબાદઃ હેલિકોપ્ટર મની શબ્દ સૌ પ્રથમ 1968માં વિખ્યાત અર્થશાસ્ત્રી મિલ્ટર ફ્રિડમેન દ્વારા ઉપયોગમાં લેવાયો હતો. ડિફ્લેશનની પકડમાં આવી ગયેલા(તમામ ચીજવસ્તુઓના ભાવો તળિયે બેસી જતાં ખાડે ગયેલા)અર્થતત્રને ફરીથી બેઠું કરવા સૌથી છેલ્લા ઉપાય તરીકે તેમણે હેલિકોપ્ટર મનીનો આશરો લેવાનું સૂચવ્યું હતું. ડિફ્લેશન એક એવી સ્થિતિ છે જેમાં નાણાંની તિવ્ર અછતના કારણે તમામ ચીજવસ્તુઓના ભાવો તળિયે બેસી જતાં હોય છે.

તો પછી આ હેલિકોપ્ટર મની શું છે? અને શું આરબીઆઇ સિસ્ટમના નાણાં ઠાલવવા વધારાની ચલણી નોટો છાપી શકે? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા ઇ-ટીવી ભારતના પત્રકાર ક્રિશ્નાનંદ ત્રિપાઠીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર આર. ગાંધીનો ઇન્ટરવ્યૂ લીધો હતો જેના મુખ્ય અંશ આ મુજબ છે.

હેલિકોપ્ટર મની શું છે?

હેલિકોપ્ટર મની શબ્દ સામાન્ય રીતે સરકાર દ્વારા સમાજના કલ્યાણ માટે લેવાતાં પગલાં પાછળ થતાં અને દેશના અર્થતંત્રના હિતમાં થતાં ખર્ચ માટે વપરાતો હોય છે. જ્યારે નાણાં બહુ વ્યાપક રીતે વિવિધ ક્ષેત્રોને વહેંચવામાં આવે ત્યારે હેલિકોપ્ટર મની કહેવામાં આવે છે એમ આર. ગાંધીએ કહ્યું હતું.

અમેરિકાની રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ચેરમેન બેન બર્નાન્કિ પણ આ નીતિના સમર્થક હતા. તેમણે આ નીતિનું સમર્થન કર્યું હતું તેથી તેમના લાડકું નામ પણ હેલિકોપ્ટર બેન પડી ગયું હતું.

સામાન્ય રીતે દેશની મધ્યસ્થ બેંક આ શબ્દનો ઉપયોગ કરતી નથી. મધ્યસ્થ બેંક તો કોન્ટિટીટીવ ઇઝિંગ (બહુ મોટા જથ્થામાં નાણાંકીય રાહત આપવી) જેવા શબ્દનો ઉપયોગ કરે છે. અર્થાત મધ્યસ્થ બેંક સિસટમમાં વધારાના નાણાં ઠાલવવા સરકારી જામીનગીરીઓ, બોન્ડ અને સરકારી અસ્કયામતોની બહુ મોટા પાયે ખરીદી કરે છે એમ 2014 થી 2017 દરમ્યાન રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે સેવા આપનાર આર. ગાંધીએ કહ્યું હતું.

કેસીઆર ક્યા પ્રકારના આર્થિક પેકેજની માંગણી કરી રહ્યા છે?

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (જીડીપી)ના 5 ટકાના આર્થિક પેકેજની વાત કરી છે, અર્થાત રૂ. 200 લાખ કરોડથી થોડી વધુ રકમ અને 5 ટકાનું આર્થિક પેકેજ એટલે રૂ. 10 લાખ કરોડ. અન્ય કેટલાંક નેતાઓએ તો બે ડગલાં આગળ વધીને કુલ જીડીપીના 10-12 ટકા રકમ એટલે કે 20-24 લાખ કરોડના પેકેજની માંગ કરી છે. જો કે પ્રથમ તબક્કામાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગત માસે રૂ. 1.70 લાખ કરોડની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી, જેમાં ખેડૂતો માટેની પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત ટ્રાન્ફર થતાં નાણાં જેવી હાલની કેટલીક યોજનાઓને પણ સમાવી લેવામાં આવી હતી. તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને કેરળ જેવા રાજ્યોએ વિશેષ કરીને ખેડૂતો માટે વધુ નાણાંની માંગ કરવા સાથે નરેગા યોજના અંતર્ગત થતી નાણાંકીય ફાળવણીમાં પણ વધારો કરવાની માંગ કરી છે.

આરબીઆઇ સિસ્ટમમાં નાણાંનું કેવી રીતે સર્જન કરે છે?

આર. ગાંધીએ ઉત્તર સમજાવતા કહ્યું હતું કે જ્યારે પણ મધ્યસ્થ બેંક કોન્ટિટિટિવ ઇઝિંગના પગલાં લે છે ત્યારે તે સિસ્ટમમાં નાણાંનું સર્જન કરે છે પરંતુ તે ભૌતિક સ્વરૂપે ચલણી નોટો છાપવાથી કંઇક વિશેષ હોય છે. જ્યારે આરબીઆઇ સિસ્ટમમાં નાણાંનું સર્જન કરે છે ત્યારે તે નાણાંના છઠ્ઠા ભાગ જેટલી જ ચલણી નોટોને ભૌતિક સ્વરૂપે છાપવામાં આવે છે અને પાંચમાં ભાગ જેટલા નાણાંની બેન્કોના એકાઉન્ટમાં એન્ટ્રિ પડતી હોય છે એમ તેમણે ઇ-ટીવીને કહ્યું હતું.

તો પછી ચલણી નોટોનું છાપકામ અને તેનું વિતરણ કેવી રીતે થાય છે?

આરબીઆઇ કે પછી અન્ય કોઇ મધ્યસ્થ બેંક ખુબ મોટા પ્રમાણમાં નોટો છાપતી હોય છે અને પોતાની પાસે સ્ટોકમાં રાખે છે. જ્યારે પણ અર્થતંત્રના કોઇ હિસ્સાને રોકડ નાણાંની જરૂર પડે છે ત્યારે રોકડ ચલણી નોટો પૂરી પાડવામાં આવે છે એમ રિઝર્વ બેંકના ચલણી નોટો અને ડેટ મેનેજમેન્ટ વિભાગના ભૂતપૂર્વ ઇન્ચાર્જ એવા ગાંધીએ કહ્યું હતું.

કેટલા જથ્થામાં ચલણી નોટો છાપવી છે તેનો નિર્ણય આરબીઆઇ કેવી રીતે લે છે?

આરબીઆઇના અન્ય એક ભૂતપૂર્વ અધિકારીએ સમજાવ્યું હતું કે સૌ પ્રથમ આરબીઆઇ દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (જીડીપી)ના વૃધ્ધિદરનો એક અંદાજ મૂકે છે અને તેની સમીક્ષા કરે છે, ત્યારબાદ કુલ જીડીપીની સામે રોકડ નાણાંનો ગુણોત્તર ધ્યાનમાં લઇને નાણાંનો જથ્થો નક્કી કરે છે અને બાદમાં ચલણી નોટોનું છાપકામ થાય છે.

હાલ સિસ્ટમમાં કેટલું ચલણી નાણું ફરે છે?

માર્ચ-2020માં સિસ્ટમમાં કુલ 24.39 લાખ કરોડનું ચલણી નાણું ફરતું હતું, જે 2019-20ના નાણાંકીય વર્ષના કુલ જીડીપીના 12 ટકાથી થોડું વધારે એટલે કે રૂ. 204 લાખ કરોડ વધારે હતું. આ વર્ષના અંત સુધીમાં દેશના કુલ જીડીપીનું કદ રૂ. 22.5 લાખ કરોડ રહેશે એવું અનુમાન મૂકીને નાણાં મંત્રી સીતારમણે કેન્દ્રિય બજેટમાં 2020-21ના વર્ષ દરમ્યાન 10 ટકાના દરે જીડીપીનો વિકાસદર રહેશે એવો અંદાજ રજૂ કર્યો હતો. આરબીઆઇના ભૂતપૂર્વ અધિકારીના કહેવા મુજબ કેટલી ચલણી નોટો છાપવી છે અને કેટલાં પ્રમાણમાં સિસ્ટમમાં તરતી મૂકવી છે તે બાબતનો નિર્ણય લેવા રિઝર્વ બેંક ડિઝીટલ પેમેન્ટની ટ્રેન્ડ કેવી છે અને તેમાં કેટલો વધારો થયો છે, રોકડ નાણાંનો કેટલો ઉપયોગ થાય છે, સરકારની નીતિ શું છે જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં લે છે. જો કે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ જીડીપીની સામે રોકડ નાણાં વચ્ચેનો ગુણોત્તર ધીમે ધીમે વધતો જણાયો છે. નવેમ્બર-2016માં હાથ ધરાયેલી નોટબંધીના પગલે માર્ચ-2017માં આ ગુણોત્તર ઘટીને 8.69 ટકા નોંધાયો હતો. કુલ જીડીપીની સામે રોકડનો ગુણોત્તર માર્ચ-2018માં 10.7 ટકા, માર્ચ-2019માં 11.23 ટકા અને માર્ચ-2020ના અંતે વધીને 12.2 ટકા નોંધાયો હતો.

શું આરબીઆઇ પોતાની ઇચ્છા મુજબ ખુબ મોટા પ્રમાણમાં ચલણી નોટો છાપી શકે?

કેટલાંક લોકો એવું માનતા હોય છે કે કેન્દ્ર સરકાર કે આરબીઆઇ ઢગલાંબંધ નોટો છાપી શકે છે અને ચલણમાં તરતી મૂકી શકે છે. જો કે વાસ્તવિક જીવનમાં સિસ્ટમ એવી રીતે કામ કરતી નથી. દૃષ્ટાંત તરીકે લેટિન અમેરિકાના કેટલાંક દેશો અને આફ્રિકાના કેટલાંક દેશોએ સિસ્ટમમાં વગર વિચાર્યે ઢગલાંબંધ રોકડ નાણાં ઠાલવ્યા જેનું પરિણામ એ આવ્યું કે તેઓના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટીને તળિયે બેસી ગયું અને તેઓને ભારે ફૂગાવાનો સામનો કરવાની સ્થિતિ આવી હતી.

ઝિમ્બાબ્વે નું ઉદાહરણ

ઝિમ્બાબ્વેમાં 2007 થી 2009 દરમ્યાન સરકારે વગર વિચાર્યે સિસ્ટમમાં ખુબ મોટા પાયે રોકડ નોટો ઠાલવી દીધી જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેઓના ચલણનું મૂલ્ય ઘટીને તળિયે બેસી ગયું અને ફૂગાવો રોકેટગતિએ વધી ગયો. સ્થિતિ એવી આવીને ઉભી રહી કે તેના ચલણનું મૂલ્ય એટલી હદે ઘટી ગયું કે ઝિમ્બાબ્વેની સરકારને એક સમયે 100 ટ્રિલિયન ઝિમ્બાબ્વિયન ડોલરની નોટ છાપવી પડી હતી જેનો વિનિયમ દર એક સમયે અમેરિકાના 40 સેન્ટ જેટલો હતો. ઝિમ્બાબ્વેની સરકારે કોઇપણ જાતની આવક થયા વિના ઢગલે ઢગલાં રોકડ નોટો છાપી જેના કારણે તે ચલણનું મૂલ્ય તદ્દન ખલાસ થઇ ગયું એમ આરબીઆઇના ભૂતપૂર્વ અધિકારીએ ઇ-ટીવીને કહ્યું હતું. અત્યારે હાલમાં ઝિમ્બાબ્વેમાં ભારતીય રૂપિયો અને અમિરકાના ડોલર સહિત અન્ય કેટલાંક દેશોનાં ચલણ ચાલે છે.

નાણાં કોથળી છૂટી મૂકી દેવાની નીતિ અનુસરતા દેશોને ભારે ફૂગાવાનો સામનો કરવો પડે છે

ઝિમ્બાબ્વે તો સૌથી ખરાબ ઉદાહરણ છે જ, પરંતુ વિશ્વમાં તેના જેવા અન્ય કેટલાંક દૃષ્ટાંત હજુ પણ રહેલાં છે એમ ઝિમ્બાબ્વેના વિષયમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં ગાંધીએ કહ્યું હતું. બીજા પણ કેટલાંક ઉદાહરણો છે, જેમ કે લેટિન અમેરિકા અને આફ્રિકાના કેટલાંક દેશોએ ભૂતકાળમાં જ્યારે વગર વિચાર્યે નાણાંનું સર્જન કર્યું ત્યારે તે દેશોમાં 200-300 ટકા અને કેટલાંક દેશોમાં 500 ટકા જેટલો ફૂગાવો વઘી ગયો હતો. તેઓને પણ પોતાના નાણાંના અવમૂલ્યન અને રોકેટગતિએ વધી ગયેલા ફૂગાવાના સામનો કરવો પડ્યો હતો એમ તેમણે ઉમેર્યું હતું.

આરબીઆઇ વિકાસ અને ફૂગાવા વચ્ચે કેવી રીતે સંતુલન જાળવી રાખે છે?

જ્યારે પણ દેશની મધ્યસ્થ બેંક નાણાંનો પૂરવઠો વધારે છે ત્યારે ફૂગાવો વધી જાય છે અને તેથી જ રાજકારણી નેતાઓ કે લોકો સૂચન કરે તો પણ મધ્યસ્થ બેંક સરળતાથી નાણાંનું સર્જન કરી શકતી નથી એમ ગાંધીએ ફૂગાવાને અંકુશમાં રાખવા સાથે વિકાસને આગળ લઇ જતી વખતે રિઝર્વ બેંક દ્વારા જે ધર્મસંકટનો સામનો કરવો પડે છે તે અંગે વાત કરતાં કહ્યું હતું. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે વધારાના નાણાંનુ સર્જન કરવાથી ઓછા પ્રમાણમાં માલ ખરીદી શકાશે અને તેમ થતાં એ જ માલ-સામાનની કિંમતો આસમાને પહોંચી જશે. ફૂગાવો કઇ હદ સુધી વધશે અને જો તે વધશે તો તેને અંકુશમાં લઇ શકાશે કે નહીં તે બાબતનો નિર્ણય કરવામાં રિઝર્વ બેંક સૌથી મહત્વનું પરિબળ છે. જો ફૂગાવો અંકુશમાં આવી શકે તેમ હોય તો જ રિઝર્વ બેંક વધારાની ચલણી નોટો છાપે છે. જો એવો અંદાજ મૂકાય કે ફૂગાવો બહુ મોટા પાયે વધી જશે તો રિઝર્વ બેંક તેમ નહીં કરે એમ ગાંધીએ કહ્યું હતું.

આધુનિક અર્થતંત્રની નાણાંકીય નીતિ સરકારના પ્રભાવથી તદ્દન સલામત છે

દેશના ચલણ, ફૂગાવો, રોજગાર અને વિકાસની સ્થિરતા માટે પારદર્શી નાણાં નીતિ અત્યંત મહત્વની છે, અને તેથી જ વિકસીત દેશોના અર્થતંત્રમાં મધ્યસ્થ બેંકના કામકાજને સરકારના પ્રભાવથી તદ્દન સલામત અને સ્વાયત્ત રખાયું છે. જો કે ઉંચો વિકાસદર હાંસલ કરવાના તેઓના પ્રયાસના એક ભાગ તરીકે કેટલાંક દેશોની સરકારો સિસ્ટમમાં અનામત રાખવામાં આવતા નાણાંનો જથ્થો ઓછો કરીને રોકડ નાણાંનો પૂરવઠો વધારવા અથવા તો મુખ્ય વ્યાજદર ઘટાડવા તેઓની મધ્યસ્થ બેંકોને સમજાવે છે અથવા તો તેઓની ઉપર થોડો અંકુશ રાખે છે. ભારતમાં અનેકવાર જોવા મળ્યું છે કે વ્યાજના દરો ઘટાડવાના મુદ્દે રિઝર્વ બેંકના ગવર્નર અને નાણાં મંત્રાલય વચ્ચે ભારે વિખવાદ સર્જાય છે.

કેટલાંક લોકોનું માનવું છે કે રઘુરામ રાજન અને ઊર્જિત પટેલ જેવા રિર્ઝવ બેંકના બે ગવર્નરોએ એટલા માટે વિદાય લઇ લીધી હતી કેમ કે તેઓની નીતિ અને સરકારની વિચારધારા વચ્ચે ક્યાંય મેળ ખાતો નહોતો કેમ કે સરકાર વિકાસદર હાંસલ કરવા વ્યાજના દરો ઘટાડવા માંગતી હતી. આ વર્ષે માર્ચ મહિનામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દેશના દેવાના બોજને હળવો કરવા ફરીથી નાણાં આપવા અને દેશના આર્થિક વિકાસને વેગવંતો બનાવવા અમેરિકાની રિઝર્વ બેંકને વ્યાજનો દર ઘટાડીને શૂન્ય કરી દેવા સૂચન કર્યું હતું.

શું આરબીઆઇ જેટલી નોટો છાપે છે એટલી સંપત્તિ તેની પાસે હોય છે?

ઇ-ટીવી ભારતના પ્રશ્નના ઉત્તરમાં આર. ગાંધીએ સ્પષ્ટતા કરી હતી કે જ્યારે રિઝર્વ બેંકને રોકડ ચલણ તરતું મૂકવાની જરૂર ઉભી થાય છે ત્યારે તેની પાસે સમાન મૂલ્યની ભારત સરકારની જામીનગીરીઓ અથવા તો વિદેશોની જામીનગીરીઓ હોય છે, પરંતુ જ્યારે રિઝર્વ બેંક નાણાંનુ સર્જન કરે છે ત્યારે તેની પાસે હંમેશા સમાન મૂલ્યની સંપત્તિ હોય છે, અને તે સામાન્ય રીતે ભારત સરકારની જામીનગીરીઓ હોય છે અને તેને નાણાં બજારમાંથી ખરીદવામાં આવે છે એમ આરબીઆઇના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નરે કહ્યું હતું. ચલણી નોટો છાપવાની સમગ્ર પધ્ધતિને સમજાવતા તેમણે કહ્યું હતું કે સૌ પ્રથમ કેન્દ્ર સરકાર નાણાં બજારમાં પોતાની જામીનગીરીઓ તરતી મૂકે છે જેને બાદમાં બેંકો, એલઆઇસી, અને અન્ય નાણાં સંસ્થાઓ ખરીદે છે અને છેલ્લે રિઝર્વ બેંક સમાન મૂલ્યની નોટો છાપતાં પહેલાં ઉંચા વ્યાજદરે તે તમામ જામીનગીરીઓ ખરીદી લે છે.

વિદેશોમાં કોન્ટિટિટિવ ઇઝિંગ કેવી રીતે કામ કરે છે?

2007-08ની વૈશ્વિક નાણાંકીય કટોકટી બાદ અમેરિકા અને યુરોપના દેશોની મધ્યસ્થ બેંકો પોતાના દેશોમાં મોટાપાયે સંપત્તિ ખરીદવાનો વિકલ્પ અપનાવ્યો છે. તેમ કરવા પાછળનો મુખ્ય આશય દેશની આર્થિક પ્રવૃત્તિઓને ટેકો આપવા બજારમાં વધુ નાણાં ઠાલવવાનો છે.

અમેરિકામાં કોન્ટિટિટિવ ઇઝિંગ

2008ની વૈશ્વિક નાણાંકીય કટોકટી બાદ અમેરિકાની રિઝર્વ બેંકે 2 ટ્રિલિયન ડોલરની સરકારી જામીનગીરીઓ ખરીદીને પોતાની બેલેન્સશીટનો આંકડો 4.4 ટ્રિલિયન ડોલરે પહોંચાડી દીધો હતો જે માનવ ઇતિહાસમાં સૌથી મોટું નાણાંકીય ઉત્તેજન પૂરવાર થયું છે. જો કે નિષ્ણાતો તે ખરીદીના પ્રભાવ વિશે જુદા જુદા મત ધરાવે છે. આઇએમએફ અને કેટલાંક અર્થશાસ્ત્રીઓનુ માનવું છે કે અર્થતંત્રને ટેકો આપવા કોન્ટિટિટિવ ઇઝિંગ અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે, જ્યારે 2012માં અમેરિકન રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ચેરમેને ગણતરી મૂકતા એવું તારણ વ્યક્ત કર્યું હતું કે કોન્ટિટિટિવ ઇઝિંગના કારણે અર્થતંત્ર ઉપર બહુ ઓછો પ્રભાવ પડે છે.

કોન્ટિટિટિવ ઇઝિંગ અંગે જાપાનનો અનુભવ

વિશ્વના ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર ગણાતું જાપાન છેલ્લા બે દાયકાથી ચીજવસ્તુઓના ભાવો ઘટી જવાની સમસ્યાનો સામનો કરી રહ્યું છે અને શૂન્ય વ્યાજદરની નીતિ અમલમાં હોવા છતાં બેંક ઓફ જાપાનની નીતિ આ સમસ્યામાં કોઇ રીતે મદદ કરી શકતી નથી.

જાપાનનું અર્થતંત્ર એક એવું વિચિત્ર દૃષ્ટાંત છે જ્યાં લોકો ખુબ મોટા પાયે બચતો કરે છે જેના કારણે ચીજવસ્તુઓના ભાવો તળિયે ઉતરી ગયા છે એમ ગાંધીએ કહ્યું હતું. વાસ્તવમાં આ બાબત સાપેક્ષ છે. જાપાનના લોકોએ સપ્રમાણ રહેવું જોઇએ, વધુ પડતી બચતો કે પછી વધુ પડતાં ખર્ચા એમ બંને બાબતો ખરાબ છે એમ ગાંધીએ પોતાનું અવલોકન વ્યક્ત કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.