જેએનયુ ખૂબ જ ઝડપથી પતન તરફ જઈ રહી છે. જેએનયુ, વિદ્યાર્થી હિંસાને તેના કેમ્પસથી દૂર રાખવા અને ઉચ્ચ શૈક્ષણિક ધારા-ધોરણો માટે જાણીતું છે. જેએનયુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓનું સન્માન દેશભરમાં કરવામાં આવે છે. 5 જાન્યુઆરીએ આ જ જેએનયુના પરિસરમાં હિંસા અને તોડફોડનું કદરૂપું નૃત્ય જોવાયું હતું. આ બધાની વચ્ચે, ભયંકર ચીસો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, જેને દેશ અને વિશ્વની ન્યૂઝ ચેનલો દ્વારા બતાવવામાં આવ્યા હતા. આ તમામ ઘટનાઓએ મોદી સરકારની અપ્રિય નીતિઓ સામે મોટા પાયે વિરોધ દર્શાવ્યો છે.
![વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5693871_jnu.jpg)
આ સાથે, જેએનયુના સમર્થનમાં આવતા બોલિવૂડના ઘણા કલાકારો કોઈપણ સરકારને ખલેલ પહોંચાડે છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી સંઘના પ્રમુખ ઇશી ઘોષને મળીને અને વિદ્યાર્થીઓ સાથે ઉભા રહીને ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ જેએનયુ પહોંચી હતી, જે ઉડીને સૌની આખે ચડ્યું હતું, જો કે એવું લાગે છે કે આ સરકાર વધુ કડક તત્વોથી બનેલી છે, કારણ કે સરકારે તેના કોઈપણ નિર્ણય પર પુનર્વિચારણા કરવાનો નનૈયો ભણી દીધો છે.
નિષ્ણાંતોએ થોડા દિવસો પહેલા જામિયામાં વિદ્યાર્થી વિરોધ ઉપર દિલ્હી પોલીસની તત્પરતા અને બળ પ્રયોગની પણ નોંધ લીધી હતી, જ્યારે જેએનયુમાં દિલ્હી પોલીસે જાણે ઇરાદાપૂર્વક કાર્યવાહી કરવામાં મોડું કર્યું હતું. રસપ્રદ તો એ છે કે જામિયાના વિદ્યાર્થીઓને હાથ ઉંચા કરાવીને તેમની પોતાની કોલેજોમાંથી બહાર કઢાયા હતા, જ્યારે જેએનયુમાં માસ્ક પહેરીને આવેલા તોફાનીઓને મુખ્ય ગેટમાંથી કોઈ પણ અડચણ વગર છોડવાની મંજૂરી આપવામાં આવી.
![દીપીકા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5693871_deppeika.jpg)
સ્વરાજ પાર્ટીના યોગેન્દ્ર યાદવ સાથે ઝપાઝપી ત્યારે થઈ જ્યારે તે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળવા માટે કેમ્પસની અંદર જઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે જેએનયુ પર લાંબા સમયથી બૌદ્ધિક હુમલો કરવામાં આવી રહ્યો છે અને આ પછી યુનિવર્સિટીને બદનામ કરવા રાજકીય હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં રાજદ્રોહનો મામલો મુખ્ય હતો. હવે તે શારિરીક હિંસાનું રૂપ લઈ ચૂકી છે.
જેએનયુ પર પહેલો હુમલો ભાજપ સાથે સંકળાયેલા અંગ્રેજી ભાષી બૌદ્ધિકોનો હતો. જેમાં સ્વપ્નદાસ ગુપ્તા અને ત્યારબાદ ભાજપના સભ્ય ચંદન મિત્રાનો સમાવેશ થતો હતો. જેએનયુ પર વધુ આક્ષેપ એ બાબતને રહ્યો છે કે ડાબેરી વિચારધારાએ ક્યારેય ત્યાં જમણેરી વિચારધારાને વિકસવા દીધી નથી. એક ક્ષણ માટે ચાલો ધારી લઈએ કે આ દલીલમાં સત્ય છે. હવે સવાલ એ ઉભો થાય છે કે દેશભક્તિ, ખુલ્લા બજાર, પર્યાવરણ પરિવર્તન અને મોદીની વિચારધારા જેવા મુદ્દાઓની ચર્ચામાં પડકારવા જેએનયુમાં જમણી પાંખના વિચારધારકો ક્યાં છે? જો કે, એવું લાગે છે કે બૌદ્ધિક વિચારધારાથી ભાજપ સંપૂર્ણપણે અસહજ છે અને અહીંથી તે જેએનયુ પર રાજકીય હુમલાનો આધાર બને છે. વિટંબણા તો એ છે કે એક તરફ જેએનયુની બૌદ્ધિક શક્તિ પર હુમલો થઈ રહ્યો છે અને બીજી બાજુ એવું કહેવામાં આવે છે કે અહીં અભ્યાસકાર્ય થયું જ નથી.
![વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5693871_jnnn.jpg)
જેએનયુ જે રીતે શાસક પક્ષને ઉત્તેજીત કરી રહી છે તે સ્પષ્ટ છે કે યુનિવર્સિટીમાં કંઇક બરાબર થઈ રહ્યું છે. જેએનયુના વીસી, પ્રોફેસર એમ. જગદીશ કુમારનો કાર્યકાળ અને છેલ્લા ચાર વર્ષોમાં જેએનયુ પર થયેલા હુમલા સમાંતર હતા, પરંતુ હવે તે નિર્દય બની ગયું છે. ગત સિત્તેરએક દિવસથી સામાન્ય અભ્યાસ થઈ શક્યો નથી વીસી તરફથી આ અંગે કોઈ પણ પ્રકારના ગંભીર પગલા ભરાયા નથી. ગત ડિસેમ્બરમાં, આ પરિસ્થિતિઓના ઉકેલની તક મળી હતી જ્યારે જેએનયુ.ના વિદ્યાર્થી રહી ચૂકેલા ઉચ્ચ શિક્ષણ સચિવ આર સુબ્રહ્મણ્યમે આ દિશામાં પ્રયાસ કર્યો હતો. પરંતુ, આ બધા વચ્ચે, સમાધાન આવે તે પહેલાં જ તેમની અચાનક બદલી થઈ ગઈ.
જેએનયુ વાઇસ ચાન્સેલર પાસે તેમના કાર્યકાળ દરમિયાન હજી સુધી કોઈ નૈતિક અધિકાર નહોતો, અને હવે કેમ્પસમાં થયેલી હિંસા પછી, તેની વિશ્વસનીયતા નીચલા સ્તરે જઈ શકે તેમ લાગી રહ્યું છે. કેમ્પસની હિંસા પછી બે દિવસ વીસીના મૌનને લીધે તેઓને લોકોની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને જ્યારે દીપિકા પાદુકોણ કેમ્પસમાં આવી હતી, ત્યારે 'મહાન વ્યક્તિત્વ'નું કુલપતિનું નિવેદન તેમની વિચારધારા અને પ્રાથમિકતાઓ વિશે ઘણું કહે છે.
![યોગેન્દ્ર યાદવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5693871_yadav.jpg)
વીસીના ટીકાકારોનું માનવું છે કે તેઓ યુનિવર્સિટી ચલાવતા નથી, પરંતુ તેને નષ્ટ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. તે જ સમયે, તેમના સમર્થકો માને છે કે તે જેએનયુને સાફ કરવાના કાર્યમાં રોકાયેલા છે, પરંતુ જો આપણે કુલપતિના કાર્યક્ષેત્ર હેઠળ આવતા શિક્ષકોની નિમણૂક પર નજર કરીએ તો, ઘણા મીડિયા અહેવાલો મુજબ, તેનું સ્તર ઘટી રહ્યું છે. કુલપતિના નિર્ણયની ટોચ પર તે નિર્ણય છે જેમાં, જેએનયુમાં થયેલા વિવાદને કારણે, તેણે અગાઉના સત્રની પરીક્ષાઓને વિદ્યાર્થીઓને ઇમેઇલ પર મોકલવાનું કહ્યું હતું. વિદ્યાર્થીઓએ પરીક્ષાના જવાબો ઇમેઇલ અથવા વોટ્સએપ દ્વારા મોકલવાના હતા કે જેનો સદભાગ્યે મોટી સંખ્યામાં શિક્ષકોએ વિરોધ કર્યો હતો.
![jnu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5693871_mmm.jpg)
છેવટે, કુલપતિના કાર્યકાળનો સૌથી ખરાબ હિસ્સો રહ્યો 'ટુકડે ટુકડે ગેંગ' શબ્દ પ્રયોગનો ઉદ્ભવ. ટીવીના અપરિપક્વ અને ઘોંઘાટવાળા એન્કર, અર્ણબ ગોસ્વામીએ આ શબ્દ પ્રયોગને જેએનયુ સાથે જોડી દીધો અને યુનિવર્સિટી સામે નફરતનું વાતાવરણ ઉભું કર્યું. વળી જેએનયુના કુલપતિએ આ શબ્દ પ્રયોગને યુનિવર્સિટી સાથે સાંકળવા બ્બતે પણ ક્યારેય વિરોધ કર્યો ન હતો. કઈ યુનિવર્સિટીના કુલપતિની અપેક્ષા રાખી શકાય છે?
લેખક - આમિર અલી, રાજકીય અધ્યયન કેન્દ્ર, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી