ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળની ચાએ લગાવી ઓર્ગેનિક છલાંગ - પશ્ચિમ બંગાળથી આવેલી ચા

ચાના કપ સાથે જેમની સવાર શરૂ થાય છે, તેમના માટે એક સારા સમાચાર છે. પશ્ચિમ બંગાળ, ખાસ કરીને દાર્જીલિંગની ચા સતત ઓર્ગેનિક થઇ રહી છે. પેસ્ટીસાઇડ્ઝ અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવો એ પર્વતાળ અને તેરાઇ પ્રદેશનો નવો મંત્ર છે.

પશ્ચિમ બંગાળની ચાએ લગાવી ઓર્ગેનિક છલાંગ
પશ્ચિમ બંગાળની ચાએ લગાવી ઓર્ગેનિક છલાંગ
author img

By

Published : Jun 18, 2020, 1:06 PM IST

Updated : Jun 18, 2020, 3:06 PM IST

હૈદરાબાદ: ચાના કપ સાથે જેમની સવાર શરૂ થાય છે, તેમના માટે એક સારા સમાચાર છે. પશ્ચિમ બંગાળ, ખાસ કરીને દાર્જીલિંગની ચા સતત ઓર્ગેનિક થઇ રહી છે. પેસ્ટીસાઇડ્ઝ અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવો એ પર્વતાળ અને તેરાઇ પ્રદેશનો નવો મંત્ર છે.

ગ્રાફ 3
ગ્રાફ 1

રાજ્યના ચાના બગીચાઓમાં જંતુનાશકોના વપરાશ અંગે ઘણા ટી ઓક્શનીયર્સની ચિંતાનું નિરાકરણ લાવતાં, પરિસ્થિતિ ઝડપથી બદલાઇ રહી છે. ચાનાં પાંદડાંને પેક કરીને નિકાસ બજાર અથવા તો સ્થાનિક ઉપયોગ માટે બજારમાં વપરાશ માટે મોકલવામાં આવે, તે પહેલાં ચાનાં પાંદડાં શ્રેણીબદ્ધ પ્રોસેસિંગમાંથી પસાર થાય છે.

ગ્રાફ 3
ગ્રાફ 2

બગીચામાં ખેતીની પ્રક્રિયા પશ્ચિમ બંગાળના સમગ્ર દાર્જીલિંગ પ્રદેશ અને જલપાઇગુડી, અલીપુરદુઆર, કૂચ બિહાર તથા ઉત્તર દિનાજપુરના કેટલાક ભાગોને સમાવતા તેરાઇ પ્રાંતમાં હાથ ધરાય છે. ખેતીની પ્રક્રિયા દરમિયાન વાવણી કરનારા લોકોએ જંતુ તથા કીટકોના ભારે ઉપદ્રવનો સામનો કરવો પડે છે. તેમાંથી ઉગારનારો એકમાત્ર રક્ષક ભારે વરસાદ છે, જે પણ સારા પાક માટે વિષમ સ્થિતિ ઊભી કરે છે.

ગ્રાફ 3
ગ્રાફ 3

સુકના ટી ગાર્ડનના ટી ગાર્ડન મેનેજર ભાસ્કર ચક્રવર્તી જણાવે છે કે, લૂપર કેટરપિલર્સ (ઇયળ) એ પશ્ચિમ બંગાળમાં ચાના બગીચાઓમાં જોવા મળતું સૌથી સામાન્ય જંતુ છે. ત્યાર પછીના ક્રમે લીલી માખી આવે છે. આ સિવાય, ચાનાં પાંદડાં પર લાલ રંગનાં ટપકાં પણ પ્લાન્ટર્સ માટે ચિંતાનો વિષય છે.

ચક્રવર્તીએ વધુમાં જણાવ્યું હતું કે, “થ્રિપ્સ નામના જંતુની ઘણી પ્રજાતિઓ ચાના છોડની કળીઓ, કૂમળાં પાન તથા મોટાં પાનને ખાઇને ભારે નુકસાન પહોંચાડે છે. ચાના છોડ પર જોવા મળતા આ જંતુને કારણે ચાના પાકને ઘણી હાનિ પહોંચાડે છે. અમારે જંતુનાશકોના ઉપયોગ અંગેની ચુસ્ત માર્ગદર્શિકા હેઠળ તેમનો સામનો કરવો પડે છે.”

તેરાઇ પ્રાંતમાં આવેલા દાગાપુર ટી ગાર્ડનના મેનેજર સંદીપ ઘોષે પણ ચક્રવર્તીના અભિપ્રાય સાથે સંમતિ દર્શાવી હતી.

“કેટલાક નાના બગીચા પેસ્ટીસાઇડ્ઝ (જંતુનાશકો)નો વધુ પડતો વપરાશ કરતા હતા, પરંતુ મોટા બગીચાઓમાં કદી પણ આવું કરવામાં આવ્યું નથી. અને આ દિવસોમાં, નાના બગીચાઓને પણ જાણ થઇ છે કે, જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ કરવાથી ટી બેચ તથા કન્સાઇનમેન્ટ્સ રદ કરવામાં આવશે,” તેમ તેમણે જણાવ્યું હતું.

પશ્ચિમ બંગાળની ચાએ લગાવી ઓર્ગેનિક છલાંગ

કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય હેઠળનું સર્વોચ્ચ સંગઠન ટી બોર્ડ ઓફ ઇન્ડિયા ચાના વાવેતરમાં જંતુનાશકોના ઉપયોગ અંગે કડક માર્ગદર્શિકા ધરાવે છે. બોર્ડે એક સમાવેશક ટી પ્લાન્ટ પ્રોટેક્શન કોડ ઘડવા માટે ઉત્તર પૂર્વ ભારત માટે ટી રિસર્ચ એસોસિએશન (ટીઆરએ) અને દક્ષિણ ભારત માટે UPASI ટી રિસર્ચ ફાઉન્ડેશન (ટીઆરએફ) સાથે હાથ મીલાવ્યા છે.

આ કોડ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્ઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ નિર્દિષ્ટ કર્યા પ્રમાણે ખાદ્ય સલામતીના માપદંડોનું પાલન કરે છે તથા વપરાશ માટેના પ્લાન્ટ પ્રોટેક્શન ફોર્મ્યુલેશન્સ (પીપીએફ)ને ઇન્સેક્ટિસાઇડ એક્ટ, 1968 હેઠળ રચવામાં આવેલા રજિસ્ટ્રેશન કમિટિ ઓફ સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ્ઝ બોર્ડ (સીઆઇબી) દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. સીઆઇબી નવા જંતુનાશકોના ડેટા પર નજર રાખવાની તેમજ એ સુનિશ્ચિત કરવાની જવાબદારી ધરાવે છે કે, પરવાનગી આપવામાં આવેલા જંતુનાશકો ખાદ્ય સામગ્રી પર પરવાનગી ધરાવતી મર્યાદા કરતાં વધુ માત્રામાં અવશેષો ન છોડે.

આ ઉપરાંત ટી બોર્ડે પેસ્ટિસાઇડના અવશેષોના સમાનીકરણ પર ઇપીએ, એફપીએ અને હૂ જેવાં આંતરરાષ્ટ્રીય સંગઠનો તથા કોડેક્સ તેમજ અન્ય સમિતિઓ સાથે લાઇઝનિંગ કરવાનું પણ યથાવત્ રાખ્યું છે.

નિયમો ઘડતી વખતે, ટી બોર્ડે – પ્લાન્ટર્સ (વાવણી કરનારાઓ) ‘ટી પેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે શું કરવું અને શું ન કરવું’ અને “પેસ્ટિસાઇડ્ઝના સલામત તથા અસરકારક વપરાશ માટેની માર્ગદર્શિકાને ચુસ્તપણે વળગી રહે, તે સુનિશ્ચિત કર્યું છે.

“અમે મનસ્વીપણે જંતુનાશકોનો ઉપયોગ કરી શકતા નથી. તેમાંયે, અનુસૂચિત ન હોય તેવાં જંતુનાશકો માટે તમામ પ્લાન્ટર્સને સખ્ત મનાઇ ફરમાવવામાં આવી છે, પછી ભલે બગીચા ગમે તેટલા નાના હોય, કે મોટા હોય,” તેમ ઇન્ડિયન ટી પ્લાન્ટર્સ એસોસિએશનના ચીફ એડવાઇઝર અમ્રિતાંશુ ચક્રવર્તીએ જણાવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં વાવવામાં આવતી ચામાંથી દાર્જીલિંગની ચા વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ ધરાવે છે.

“રસાયણો-મુક્ત ઓર્ગેનિક ઉત્પાદનો એ વર્તમાન સમયની માગ છે. આથી, દાર્જીલિંગમાં અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે, પર્વતો પર આવેલા બગીચા પેસ્ટિસાઇડનો બિલકુલ ઉપયોગ કર્યા વિના સંપૂર્ણપણે ઓર્ગેનિક બને. અમને ટૂંક સમયમાં જ 100 ટકાના લક્ષ્યાંક સુધી પહોંચવાની આશા છે, કારણ કે અમારી ચાની મોટાભાગે અમેરિકા, જર્મની, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ તથા બ્રિટન જેવા દેશોમાં નિકાસ થાય છે. તે દેશોમાં ચકાસણીના માપદંડો ઘણા જ ઊંચા છે અને અમે અમારા ભાગે કોઇ ઢીલાશ ચલાવી શકીએ નહીં,” તેમ દાર્જિલિંગ ટી એસોસિએશનના ચેરમેન બિનોદ મોહને ઇટીવી ભારતને જણાવ્યું હતું.

દાર્જિલિંગ ચાનો પાક પ્રથમ અને બીજા ફ્લશ અને પછી ચોમાસા અને પાનખર ફ્લશ ચામાં વિભાજિત થયેલો છે. પાક લેવાની તથા પેકિંગની પ્રક્રિયા બગીચાની કાપણી તથા શિયાળાની શરૂઆત પહેલાં પૂરી કરી દેવામાં આવે છે.

ટી એસોસિએશન ઓફ ઇન્ડિયા (ટીએઆઇ)ના રામ અવતાર શર્મા જણાવે છે, “જંતુઓનો ઉપદ્રવ મોટાભાગે માર્ચ અને એપ્રિલ મહિનામાં અને કેટલીક વખત સપ્ટેમ્બરમાં થાય છે.”

શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, “તેરાઇ પ્રાંતમાં અમે જંતુનાશકોની મદદથી જંતુઓ અને કીટકોના દૂષણને દૂર કરીએ છીએ. પરંતુ, બિન-અનુસૂચિત જંતુનાશકોના વપરાશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. આથી, બગીચા ટી બોર્ડે ઘડેલી માર્ગદર્શિકાઓનું પાલન કરવા માટે બંધાયેલા છે.”

એસફેટ, કાર્બન્ડેઝિમ, મોનોક્રોટોફોસ અથવા ડાઇક્લોરોફિનોક્સિયેસેટિક એસિડ જેવી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાનું પ્લાન્ટર્સે બંધ કરી દીધું છે. મોટાભાગના પ્લાન્ટર્સ મુખ્યત્વે ઔષધિઓ તથા અન્ય ઘાસના ઉપયોગથી તેમની પોતાની દવા બનાવીને ઓર્ગેનિક ઉપાયો પર વધુ નિર્ભર રહે છે. ચાના બગીચાઓમાં જંતુઓના ઉપદ્રવને ઘટાડવા માટે ગાયના છાણ, લીમડાનો અર્ક, રાઇની પેસ્ટ, લીમડાનું તેલ તથા એઝોટોબેક્ટર બેક્ટેરિયા જેવી સામગ્રીનો રસાયણોના વિકલ્પ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

આમ, પશ્ચિમ બંગાળનો ચા ઉદ્યોગ વાસ્તવમાં હરિયાળો થવાના માર્ગે આગળ ધપી રહ્યો છે. ટૂંક સમયમાં જ ચાના પારખુઓને ચાની લિજ્જતમાં ઓર વધી ગઇ હોવાનું જણાય, તો નવાઇ નહીં.

Last Updated : Jun 18, 2020, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.