કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બાંગ્લાદેશી તસ્કરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના ત્રણ જવાન ઘાયલ થયા છે.
અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે આ ઘટના રાજ્યના ઉત્તર 24 પરગણા જિલ્લાના BSFની બંસીઘાતા ચોકી નજીક 3-4 જુલાઇની વચગાળાની રાત્રે બની હતી.
તેમણે કહ્યું કે BSFના 107મી બટાલિયનના જવાન સરહદી વિસ્તારમાં હતા, ત્યારે રાતના અંધારામાં (લગભગ સાંજના 3:30 વાગ્યે) બાંગ્લાદેશી તસ્કર જોવા મળ્યા હતા, ત્યારે BSF ના જવાનોએ તેમને પડકાર્યા હતા.
BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તસ્કરોએ BSFની ટુકડીને ઘેરી લીધી હતી અને જવાનો પર વાંસની લાકડીઓ અને તીક્ષ્ણ ધારવાળા હથિયારો દ્વારા હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ જવાન ઘાયલ થયા હતા.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે કર્મચારીઓએ બિન-ઘાતક પંપ એક્શન ગનથી આત્મરક્ષણમાં પાંચ ગોળીઓ ચલાવી હતી, ત્યાર બાદ તસ્કરો બાંગ્લાદેશ તરફ ભાગ્યા હતા. તેમજ કહ્યું કે ઘટના સ્થળ પરથી આઠ કિલો ગ્રાંમ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જે એક પેકેટમાં હતો. અધિકારીએ કહ્યું કે સમજી શકાય થે કે BSFના જવાનો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક અથવા બે હુમલાખોરો ઘાયલ થયા છે.