ETV Bharat / bharat

આ અઠવાડિયું તમારા માટે કંઈક આવુ રહેશે..! - આ અઠવાડિયું તમારા માટે કંઈક આવુ રહેશે..!

ન્યુઝ ડેસ્કઃ આગામી અઠવાડિયામાં તેમને શું શું શુભ થશે. તેમજ તમને કેવા પ્રકારના લાભ થશે, તે જાણવા માટે જાણો તમારુ સાપ્તાહિક રાશિફળ.

a
આ અઠવાડિયું તમારા માટે કંઈક આવુ રહેશે..!
author img

By

Published : Mar 1, 2020, 6:55 AM IST

મેષ : પ્રોફેશનલ મોરચે આપના પ્રોજેક્ટ સમયસર સફળતાપૂર્વક પૂરા થાય પરંતુ ડેડલાઇન સાચવવા માટે ક્યારેક વધુ મહેનત કરવાની તૈયારી પણ રાખવી. આ સમયમાં સરકારી પ્રશ્નો, કાયદાકીય બાબતોમાં સકારાત્મક પરિણામ આવી શકે છે. નવા સાહસો ખેડવાની અથવા નોકરીમાં નવી તકો હાંસલ કરવાની મનોમન ઇચ્છા થશે. તમે આ દિશામાં આગળ વધો તેમાં કંઇ ખોટુ નથી પરંતુ અવિચારી પગલું ભરવું નહીં. આર્થિક બાબતે પહેલા દિવસે તમે પોતાની જાત ખર્ચ કરો પરંતુ તે પછીના સમયમાં આવકના સ્ત્રોતો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશો અને તેનાથી ફાયદો પણ થઇ શકે છે. પિતા અથવા મિત્રો તરફથી કેટલાક લાભો મેળવી શકો છો. વિદ્યાર્થી જાતકો અભ્યાસમાં સારી એકાગ્રતા જાળવી શકશે અને કારકિર્દી બાબતે ગંભીર થઇને લક્ષ્ય હાંસલ કરવા માટે મહેનત વધારશે. સપ્તાહની શરૂઆતમાં આપના પરિવારજનો અને મિત્રતાના સંબંધો આપને સંતોષકારક લાગશે. આપને સંબંધોના કારણે જીવનમાં નવી આશા દેખાશે. વિજાતીય આકર્ષણ સારું રહેશે જેથી તમારા સાથીનો ઉત્તમ સંગાથ માણી શકો. સ્વાસ્થ્યનો વિચાર કરીએ તો, આપ દૈનિક ધોરણે આહારમાં જે કેલેરી આરોગો છો તેના કરતા ઓછી કેલેરી ધરાવતો ખોરાક લેવો જોઇએ. તેનાથી તમે લાંબાગાળાની સ્વાસ્થ્ય સુખાકારી મેળવી શકશો.

વૃષભ: કમ્યુનિકેશન આધારિત કામકાજોમાં આ સપ્તાહે તમે શરૂઆતથી વધુ ધ્યાન આપશો. આ ઉપરાંત નવા નવા લોકો સાથે મુલાકાત અને જુના ક્લાયન્ટ અથવા સહયોગીઓ સાથે ફરી સંપર્ક કરવાનું પણ આપની પ્રાધાન્યતાએ રહેશે. સપ્તાહના મધ્યમાં આ સકારાત્મક અભિગમથી આપના સ્વાસ્થ્યને નિશ્વિતપણે ફાયદો થશે. સપ્તાહના મધ્યમાં બિનજરૂરી ખર્ચ ના થાય તેની ખાસ તકેદારી રાખવી. આવક વધારવા માટે તમે સક્રિય થશો પરંતુ તેનું ફળ મળવા બાબતે મનમાં થોડી આશંકાઓ રહી શકે છે. અત્યારે પ્રોફેશનલ કોર્સમાં જોડાયેલા વિદ્યાર્થી જાતકો અભ્યાસમાં સારું ધ્યાન આપી શકશે. પ્રવેશને લગતી કામગીરી બાબતે કોઇની સાથે ચર્ચાની શક્યતા છે. સામાન્ય અભ્યાસમાં પણ વાંધો નહીં આવે પરંતુ ઉચ્ચ અભ્યાસ માટે વધુ સમય ફાળવવો પડશે. જો વિવાહિતો સંતાનસુખની ઇચ્છા રાખતા હોય તો આ સમયમાં પ્રયત્ન કરવાથી તે ઇચ્છા પરિપૂર્ણ થઇ શકે છે. આપની વચ્ચે સપ્તાહના પૂર્વાર્ધમાં ઘણી આત્મીયતા જળવાય અને સંબંધોમાં પરિપકવતા આવે. અત્યારે વધુ પડતું વિજાતીય આકર્ષણ તમારા માટે મુશ્કેલી ના સર્જે એટલું ધ્યાન રાખવું. આ સ્વાસ્થ્યને લગતા અનેક સકારાત્મક સંકેતો મળે. સપ્તાહના મધ્યમાં કેટલાક કારણોસર માનસિક રીતે પણ ચિંતિત જણાય અને અસ્થિરતાનો અનુભવ કરો પરંતુ તેનાથી તમારા દૈનિક જીવન પર કોઇ વિપરિસ અસર નહીં પડે.

મિથુન : સપ્તાહના પહેલા દિવસે મધ્યાહન સુધી આપના સંતાનને લઇને બાબતમા સકારાત્મક પરિણામની અપેક્ષા રાખી શકો છો. પ્રોફેશનલ બાબતોમાં શરૂઆતમાં શાંતિથી સમય વિતાવજો. સપ્તાહના મધ્યનો તબક્કો ભાગીદારી કે સંયુક્ત સાહસો માટે ઠીક નથી. જોકે, છેલ્લા ચરણમાં તમે કમાણી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને કામકાજમાં બહેતર પરફોર્મન્સ આપી શકશો. સપ્તાહના ઉત્તરાર્ધમાં સામાજિક રીતે વધુ સક્રિય થવુ આપના માટે ફાયદાકારક રહે. ઉચ્ચ અભ્યાસ કે વિદેશમાં અભ્યાસમાં જોડાયેલા વિદ્યાર્થી જાતકો માટે એકંદરે બહેતર સમય છે પરંતુ પૂર્વાર્ધમાં તમે ઓછા સક્રિય રહેશો. સંબંધો બાબતે અત્યારે થોડુ સાચવવું જરૂરી છે. પૂર્વાર્ધમાં ખાસ શાંતિથી સમય પસાર કરવો. આપને મનોમન એવું પણ લાગશે કે તમે અને તમારા જીવનસાથી એકબીજાથી ઘણા અલગ છો. જીવનસાથીની ખામીઓ દર્શાવતી વખતે આપ વધુ આક્રમક બનો અને તેની ટીકા કરતા ખચકાશો પણ નહીં. આ સ્વભાવ બદલશો તો વધુ ફાયદામાં રહેશો. સપ્તાહની મધ્યમાં વૈકલ્પિક થેરાપી અને નિયમિતપણે કસરત કરવાથી કાર્યક્ષમતામાં નોંધપાત્ર રીતે વધારો થશે.

કર્ક: સપ્તાહની શરૂઆતમાં પ્રિયપાત્ર સાથે સંબંધોમાં અસંતોષની લાગણી સ્પષ્ટપણે વર્તાશે કારણ કે તમે અત્યારે કારકિર્દીને વધુ મહત્વ આપી રહ્યા હોવાથી તેમની સાથે પૂરતો સમય નહીં વિતાવી શકો. શરૂઆતમાં સંબંધોમાં અંતર વધ્યુ હોવાની અનુભૂતિ પણ થશે. જોકે, સપ્તાહના મધ્યમાં તમે ફરી તમારા સાથી તરફ વધુ ઝુકેલા રહેવાથી પરિસ્થિતિ થાળે પડતી જણાશે. જે લોકો તમને મદદ કરવા માટે હરહંમેશ તૈયાર રહે અને તમારી બાબતોમાં રસ ધરાવે તે લોકો સાથે સંબંધો બાંધવા માટે તમે વધુ તત્પર રહેશો. સપ્તાહના મધ્યમાં તમારા સ્વાસ્થ્યમાં ઝડપી ચડાવઉતારની સંભાવના જણાઈ રહી છે. તમે કદાચ થોડા શારીરિક તણાવ અને માનસિક ટેન્શનમાંથી પસાર થશો જેથી સ્વાસ્થ્યની તમારે વધુ કાળજી લેવી આવશ્યક છે. સપ્તાહના અંતમાં આપનો આત્મવિશ્વાસ પણ વધશે. ટુંકમાં, આપને સારો જોડીદાર મળતા વધુ સલામતીનો અનુભવ કરશો અને ખુશ રહેશો. તમારી આર્થિક સ્થિતિ ઘણી લાભદાયી જણાતી હોવા છતાં, તમે શક્ય હોય ત્યાં સુધી બીજાને નાણાં આપવાનું ટાળજો.

સિંહ: સપ્તાહની શરૂઆતમાં તમે અંગત જીવનમાં સૌહાર્દ સ્થાપવામાં ધ્યાન આપશો અને પ્રિયપાત્ર સાથે પણ કમ્યુનિકેશન વધારશો. આપ જીવન અને સંબંધોને અલગ દૃષ્ટિકોણથી જોશો. પહેલા જે સમસ્યાઓ પડકારજનક હતી તે હવે આપના સકારાત્મક વલણને કારણે ઉકેલાઇ જશે. સપ્તાહના મધ્યમાં તમે પ્રોફેશનલ બાબતો ઘણું સારું ધ્યાન આપશો અને તેનાથી તમારી કારકિર્દી આગળના મુકામ સુધી લઇ જવામાં મદદ મળી શકશે. તમને સ્વાસ્થ્યની નાનીમોટી સમસ્યાઓ થઈ શકે છે પરંતુ સ્થિતિ તમે અંકુશમાં લઈ શકો તેવી જ રહેશે. ખાસ કરીને તમે ભાવનાત્મક પ્રવાહમાં તણાઈ ન જાવ તેવી કાળજી લેવી પડશે. આ સમયમાં આપને ભાગ્યનો સાથ મળી શકે છે. આપના કામના પ્રમાણનું ફળ મળવાથી પણ આત્મવિશ્વાસ અને જુસ્સો વધશે. સપ્તાહના અંતમાં તમારા પર વધારાની જવાબદારી આવી શકે છે અને ખર્ચની પણ શક્યતા છે. વિદ્યાર્થીઓ સપ્તાહના મધ્યમાં અભ્યાસમાં સારું ધ્યાન આપી શકશે. સ્વાસ્થ્ય બાબતે અંતિમ ચરણને બાદ કરતા એકંદરે સ્થિતિ સારી છે.

કન્યા : આ સપ્તાહમાં ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થાય અથવા કોઇ માંગલિક પ્રસંગમાં હાજરી આપો અને ત્યાં તમારી મુલાકાત ઘણા લોકો સાથે થતા તમે મનોમન આનંદ અનુભવો. આ ઉપરાંત સામાજિક ક્ષેત્રે તમારી સક્રિયતા વધે અને સમાજના કલ્યાણ માટે કંઇક કરવાની ભાવના મનમાં જાગે. રમણીય સ્‍થળે પ્રવાસ પર્યટનનું આયોજન થાય. પ્રોફેશનલ મોરચે સરકારી કાર્યોમાં સફળતા મળે. વડીલો તેમજ પૂજનીય વ્‍યક્તિઓને મળવાનું થાય. નોકરિયાતોને ઉપરીઓનું માર્ગદર્શન અને કૃપા બંને મળી રહેવાથી પગારવૃદ્ધિ સાથે બઢતીનો માર્ગ મોકળો થઇ શકે છે. જોકે, અત્યારે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી જરૂરી છે કે, છાતીમાં દર્દ કે અન્‍ય કોઈ વિકારથી પરેશાની અનુભવાય. ઋતુગત તાવ, ખાંસી, માથાનો દુઃખાવો, અજીર્ણની સમસ્યા પણ થવાની શક્યતા હોવાથી ખાવા-પીવા પર ખાસ ધ્યાન આપવું. સપ્તાહના મધ્યમાં નવા કામના પ્રારંભમાં સફળતા મળશે. વિદ્યાર્થી જાતકો માટે અત્યારે આશાસ્પદ સમય હોવાથી તકનો લાભ લઇને બીજી કોઇપણ બાબતો પર ધ્યાન આપવાના બદલે માત્ર અભ્યાસમાં આગળ વધશો તો ફાયદો થશે.

તુલા: સપ્તાહની શરૂઆતમાં પહેલા દિવસે મધ્યાહન સુધી તમારામાં રોમાન્સની લાગણી સારી રહેવાથી પ્રિયપાત્ર સાથે ઉત્તમ સમય વિતાવી શકશો. આ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ અને મિત્રો સાથેની દોડધામમાં સમય પસાર થશે. જોકે તે પછીનો તબક્કો સાચવવા જેવો છે. તમારું મન કોઇ બાબતે વ્યાકુળ રહી શકે છે. આવી સ્થિતિમાં તમારે સંબંધોમાં અને પ્રોફેશનલ મોરચે કોઇ અનિચ્છિત સ્થિતિ ના સર્જાય તેનું ધ્યાન રાખવું પડશે. આપના વાગ્બાણ સ્‍વજન-સ્‍નેહીઓ માટે મનદુ:ખનું કારણ બની શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સપ્તાહના પૂર્વાર્ધમાં વિશેષ મહેનત કરવી પડશે. જોકે, ગૂઢ અને આધ્યાત્મનું જ્ઞાન મેળવવા માંગતા જાતકો માટે શરૂઆતનું ચરણ બહેતર છે. સપ્તાહના મધ્યમાં અનેક પ્રકારના પડકારો ઝીલવા માટે તમે તૈયાર થશો. દૂરના અંતરે કમ્યુનિકેશન વધવાની શક્યતા છે. ખાસ કરીને વિદેશમાં કામકાજ અર્થે જવા માંગતા જાતકો માટે પણ બહેતર સંજોગો બની રહ્યા છે. સપ્તાહના અંતિમ ચરણમાં તમે પારિવારિક બાબતોને બાજુએ મુકીને મોટાભાગનો સમય પ્રોફેશનલ પ્રગતિ પર કેન્દ્રિત થશો. પૂર્વાર્ધમાં ખાસ કરીને સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની સલાહ છે.

વૃશ્ચિક: સપ્તાહની શરૂઆતમાં નોકરિયાત વર્ગને થોડો કાર્યબોજ વધશે પરંતુ તેનાથી આપને ભવિષ્યમાં ચોક્કસ લાભ થશે. સ્‍વાસ્‍થ્‍ય એકંદરે મધ્‍યમ રહે. નોકરી વ્‍યવસાયના સ્‍થળે પદોન્‍નતિના સમાચાર મળે. આપ જુદા જુદા શોખ વિકસાવશો તેમ જ જીવનમાં ઉપયોગી જ્ઞાનગોષ્ટિમાં રસ લેશો તો લાભ થશે. સંતાનોની પ્રગતિ થાય. તમે જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે ઉત્તમ સમય વિતાવી શકશો. તમારી વચ્ચે આત્મીયતા સારી રહેશે. આર્થિક લેવડદેવડમાં અત્યારે સતર્ક રહેવું જરૂરી છે. સપ્તાહના મધ્ય ચરણમાં સાંધામાં દુખાવો, પિત્ત તેમ જ ભોજનમાં અરુચિ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની સંભાવના છે. થોડી આળસ અને કંટાળો આવતા કેટલાક કાર્યો વિલંબમાં પડશે. આવી સ્થિતિનો પ્રતિસ્‍પર્ધીઓ કે હરીફો ગેરલાભ ન ઉઠાવે તે જોવું. દોડધામ અને કામના ટેન્શનના કારણે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. વિદ્યાર્થીઓને ફણ અભ્યાસમાં મહેનતના પ્રમણમાં ધાર્યું પરિણામ નહીં મળે. એમ છતાં આપ ખંતપૂર્વક આગળ વધી શકશો. છેલ્લા ચરણમાં ઉચ્ચ અભ્યાસ માટે નવી દિશાઓ ખુલશે. અંતિમ ચરણ ભાગ્ય વૃદ્ધિનો પણ સંકેત આપે છે.

ધન: સપ્તાહના શરુઆતમાં ઘરના સભ્યો સાથે સુમેળભર્યા સંબંધો અને પ્રિયજનનું મિલન આનંદ પમાડશે. વડીલો સાથે આપના સબંધો સુધરશે તેમ જ તંદુરસ્તી પણ ઘણી સારી રહેશે. રોજિંદી આવકમાં પણ તમે સંતુષ્ટ રહેશો. તમારા આવકના સાધનો અત્યારે બરાબર ફળ આપશે. સંતાનોના અભ્યાસ, એડમિશન સહિત અન્ય કાર્યો પાછળ ખર્ચ કરવાની તૈયારી રાખવી. સપ્તાહના મધ્યમાં નાનકડા પ્રવાસનું પણ આયોજન થાય. આર્થિક બાબતે આપ વધુ સજાગ બનશો. વિરોધીઓ અને પ્રતિસ્‍પર્ધીઓને આપ ધૂળ ચાટતા કરી દેશો. સપ્તાહના અંતિમ ચરણમાં આપને થોડી બેચેની આવી શકે છે. કામનો થાક લાગવાની શક્યતા પણ નકારી શકાય નહીં. આવી સ્થિતિમાં તમને કંઇપણ નવું કરવામાં મન નહીં લાગે. તેના બદલે આત્મચિંતનમાં વધુ રુચિ રહેશે. આપ આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરો કે સત્સંગમાં ભાગ લો અથવા ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓને સપ્તાહ છેલ્લા બે દિવસ અભ્યાસમાં થોડું ઓછુ ધ્યાન રહેવાની શક્યતા છે.

મકર: આ સપ્તાહમાં ભાગ્‍યવૃદ્ધિનો એકાદ પ્રસંગ આપની પ્રસન્‍નતામાં વધારો કરશે. ખાસ કરીને વિદેશ સાથે સંકળાયેલા જાતકોને વિદેશથી શુભ સમાચાર મળે. વિદેશગમન કરવા ઇચ્‍છતા લોકોનો માર્ગ મોકળો થશે અથવા તે દિશામાં પ્રગતિ થશે. પ્રોફેશનલ મોરચે કામકાજમાં આપને કોઈને કોઈ પ્રકારે પ્રોત્‍સાહન મળવાથી આપનો ઉત્‍સાહ બમણો થશે. પ્રોફેશનના આવડત અને સિદ્ધિઓના કારણે સમાજમાં તેમ જ ઘરમાં માન- પ્રતિષ્‍ઠામાં વધારો થવાથી ખુશ રહેશો. પ્રેયસી સાથે નિકટતા વધશે તેમજ તેઓ પણ આપને પુરતો સહકાર અને સમર્થન આપશે. વિવાહિતોને પણ જીવનસાથી જોડે બહેતર સંબંધોનું સુખ માણવાની તકો મળે. તમારા સંબંધોમાં પરિપકવતા જોવા મળે. તમે એકબીજાને સહકાર આપવાની ભાવના કેળવશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ રહે. ભાવિ અભ્યાસ અંગે પણ વિદ્વાન લોકો સાથે ચર્ચા થઇ શકે છે. આ સપ્તાહના ઉત્તરાર્ધમાં દોડધામના કારણે તેમજ બદલાતી ઋતુના કારણે શરીર તંદુરસ્તી પર અસર પડી શકે છે. અતિ ઉતાવળ ટાળવી અન્યથા ઇજાનો ભોગ બની શકો છો.

કુંભ: સપ્તાહના આરંભે તમે મિત્રો, પ્રોફેશનલ સંબંધો અને પરિવાર આ બધા પર એકસાથે ધ્યાન આપશો અને દરેક મોરચે સંતુલન સાધવામાં સફળ પણ રહેશો. નવી ઓળખાણો માટે યોગ્ય સમય છે. વેપાર-ધંધામાં ભાગીદારો સાથે પણ સંબંધો સારા રહેશે. નોકરિયાત વર્ગ તેમની કામગીરીથી ઉપરીઓનું ધ્યાન ખેંચશે અને બઢતીનો માર્ગ તૈયાર કરશે. વિદેશ જવા માંગતા જાતકો માટે માર્ગ મોકળો થતો જાય. અવિવાહિત જાતકોને જીવનસાથીની શોધમાં સફળતા મળશે. સાચા મિત્રો આપને લાભ કરાવશે જ્યારે આપની પીઠ પાછળ કાવતરા રચનારાઓની પોલ ખુલી જશે. વિદ્યાર્થીઓ માટે વર્તમાન સમય થોડોક કપરો જણાય છે કારણ કે તમારી અભ્યાસની ઇચ્છા હોવા છતાં યોગ્ય માહોલ ના મળવાની ફરિયાદ અવારનવાર રહેશે. તમે બૌદ્ધિક ચર્ચામાં ભાગ લઇ શકો છો. વિઝ્યુઅલ્સ દ્વારા અભ્યાસ કરવાથી ફાયદો થશે. વિદ્યાર્થીઓને પરીક્ષાના કારણે થોડુ ટેન્શન રહેશે. આમ તો અત્યારે તમારું સ્વાસ્થ્ય સુધારા તરફી રહેશે પરંતુ છેલ્લા ચરણમાં બદલાતી ઋતુની અસર તમારા શરીર પર ઝડપથી દેખાશે.

મીન: સપ્તાહની શરૂઆતમાં તમે આવક પર ધ્યાન આપશો અને સાથે સાથે આર્થિક ભાવિ સુરક્ષિત કરવા માટે પણ કેટલાક પ્લાન તમારા મનમાં આકાર લેશે. આવી યોજનાઓ સાકાર કરવા માટે અત્યારે અનુકૂળ સમય છે પરંતુ એક વાતને ધ્યાનમાં રાખજો કે તમારે લાંબાગાળાના દૃષ્ટિકોણ સાથે રોકાણ કરવું જોઇએ. નોકરીમાં ઉચ્‍ચ અધિકારીઓ સાથે વિચારવમર્શમાં અતિ હઠાગ્રહ છોડવાની સલાહ છે. વ્યવસાયમાં પણ કોઈ લાભદાયી સોદો પાર પડી શકે છે. અત્યારે તમે ઉત્સાહપૂર્વક અને ઝડપથી પ્રોફેશનલ કાર્યોને પાર પાડશો. તમારી કામ કરવાની આ ત્વરા જોઇને ઘણા લોકો આશ્ચર્યમાં મુકાઇ શકે છે. સાથે સાથે, કામકાજમાં ધરમૂળથી ફેરફાર કરવાના વિચારો પણ તમને આવી શકે છે. જોકે, આવા કોઇપણ વિચારોને અમલમાં મુકતા પહેલાં વ્યવહારું અભિગમ રાખવો અને જરૂર જણાય ત્યાં નિષ્ણાતોની સલાહ પણ લઇ શકો છો. સપ્તાહના મધ્યમાં સહોદરો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. ઘરમાં કોઇ નવું કાર્ય હાથ પર લેવા માટે શુભ સમય છે. કુટુંબના સભ્‍યો, જીવનસાથી અને સંતાનો જોડે આનંદ માણશો. તમે જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે પણ બહેતર તબક્કો માણી શકશો અને વાણીની મીઠાશથી સામેની વ્યક્તિને પ્રભાવિત કરી શકશો. વિદ્યાર્થીઓને અભ્યાસનું કાર્ય ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી હવે પરીક્ષાલક્ષી તૈયારીમાં વાંચનના કલાકો વધારવા પડશે. સ્વાસ્થ્યમાં ખાસ કરીને કમરમાં દુખાવો, બ્લડપ્રેશરની સમસ્યા થઇ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.