ETV Bharat / bharat

આ લગ્ન કંકોત્રી છે કે પરીક્ષાની હૉલ ટિકીટ...! - wedding card in the form of hall ticket

કર્ણાટકના બેલગાવીના એક યુગલે અનોખી રીતે લગ્ન કંકોત્રી છપાવી છે. જેને લઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. આ યુગલે પરીક્ષાની હૉલ ટિકીટના ફૉર્મેટમાં લગ્ન કંકોત્રી છપાવી છે.

Wedding Card
પરીક્ષાની હૉલ ટિકીટના ફૉર્મેટમાં લગ્ન કંકોત્રી
author img

By

Published : Feb 22, 2020, 4:48 PM IST

બેલગાવી/કર્ણાટકઃ લગ્ન એ વ્યક્તિના જીવનનો મહત્વનો પ્રસંગ હોય છે. દરેક વ્યક્તિનું એવું સપનું હોય છે કે, તેના લગ્ન અલગ રીતે થાય. આ કારણોસર તેઓ લગ્ન માટે કંઈક અલગ વ્યવસ્થા કરતા હોય છે. એક યુગલે લગ્ન કંકોત્રી ખૂબ જ અલગ રીતે છપાવી છે.

બસવરાજા બિરાદરા અને પાર્વથીએ તેમના લગ્નની કંકોત્રી પરીક્ષાની હૉલ ટિકીટના ફૉર્મેટમાં છપાવવાનું નક્કી કર્યું. આની પાછળનો મૂળ ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પરીક્ષા વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના ભય વગર પરીક્ષા આપી શકે અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધે તે માટે તેમણે એક ઉમદા પ્રયાસ કર્યો છે.

પરીક્ષાની હૉલ ટિકીટના ફૉર્મેટમાં લગ્ન કંકોત્રી

હાલ વિદ્યાર્થીઓમાં આ લગ્ન કંકોત્રી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વિદ્યાર્થીઓ નજીકના ભવિષ્યમાં પરીક્ષા આપવાના હોવાથી લગ્ન કંકોત્રી વિદ્યાર્થીઓમાં ચર્ચાનો વિષય બની છે. કેટલાંક લોકોએ કંકોત્રીની પ્રિન્ટીંગ સ્ટાઈલ વિશે ટીકા પણ કરી છે. પણ બસવરાજાએ જણાવ્યું હતું કે, અમે વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય દૂર કરવા માગતા હતા. તેથી અમે એક અલગ પ્રયોગ કર્યો છે.

અત્યારે આ યુગલના લગ્ન થઈ ગયાં છે અને જે વિદ્યાર્થીઓએ તેમના લગ્નમાં હાજરી આપી હતી તેમને કોઈ પણ જાતના ભય વિના પરીક્ષા આપવાનું કહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.