પ્રધાન રામવિલાસ પાસવાને શુક્રવારે 21 શહેરના પાણીની ગુણવત્તા રેન્ક જાહેર કર્યો. જેમાં, દિલ્હીનું પાણી પીવા લાયક નથી. રેન્ક મુજબ દેશમાં સૌથી શુદ્ધ પાણી મુંબઈનું છે.
સરકારે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટેન્ડર્ડને સમગ્ર દેશના વિવિધ શહેરમાંથી પાણીના નમૂના એકત્ર કરીને તેની તપાસ કરી તેના અનુરૂપ રેન્ક જાહેર કરવાની જવાબદારી આપી હતી.
રામવિલાસ પાસવાને કહ્યું કે, મુંબઈનું પાણી દરેક ધોરણોમાંથી પાસ થયું છે, તથા તમામ ધોરણોમાં દિલ્હીનું પાણી તમામથી ખરાબ રહ્યું છે.
દિલ્હીના તમામ 11 નમૂના ભારતીય ધોરણો અનુરૂપ આવ્યા નથી, તથા મુંબઈના તમામ 10 નમૂના ભારતીય ધોરણોને અનુરૂપ આવ્યા છે. હૈદરાબાદ, ભુવનેશ્વર, રાંચી, રાયપુર, અમરાવતી અને શિમલા આ શહેરમાંથી લેવામાં આવેલા 1 કે તેનાથી વધારે નમૂના ભારતીય ધોરણો અનુરૂપ આવ્યા નથી.
આ ઉપરાંત બીજા તબક્કામાં 13 રાજ્યોની રાજધાની જેવી કે, ચંદીગઢ, લખનૌ, તિરૂવંતપુરમ, પટના, ભોપાલ, ગુવાહાટી, બેંગ્લોર, ગાંધીનગર, જયપુર, દેહરાદુન ચેન્નઈ અને કોલકાતાથી લેવામાં આવેલ એક પણ નમૂનો ભારતીય ધોરણો અનુરૂપ આવ્યો નથી.
ત્રીજા તબક્કામાં ઉત્તર પૂર્વી રાજ્યોની રાજધાની અને શહેરી મામલાના મંત્રાલાય દ્વારા જાહેર કરેલા સ્માર્ટ સિટીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યો છે. જોકે, તેની રિપોર્ટ હજૂ આવવાની બાકી છે, રિપોર્ટ 15 જાન્યૂઆરી 2020 સુધી આવવાની સંભાવના છે.