આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે શાળાના વિદ્યાર્થીઓએ આ સ્લિપ ઈટીવી ભારતના પત્રકારને આપી, ત્યાર બાદ આ સ્લિપને પત્રકાર મિત્રએ જીલ્લાધિકારીને સોંપી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ જીલ્લાધિકારી તાત્કાલિક ધોરણે સ્કૂલમાં પહોંચી ગયા હતા. જ્યાં RDO કાર્યાલયના અધિકારીએ આ સ્લિપને જમા કરી લીધી હતી.
આપને જણાવી દઈએ કે, હાલ ચૂંટણી પંચ માટે નિષ્પક્ષ ચૂંટણી કરાવી એક માથાનો દુખાવો સમાન છે. એના માટે પંચ બને તેટલા પ્રયાસો કરી રહ્યું છે તેમ છતા પણ આવી ઘટનાઓ બહાર આવતી રહે છે. હાલ તો આ ઘટનાને લઈ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.