ETV Bharat / bharat

કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ માટે વર્ચ્યુઅલ સિમકાર્ડે એક મોટી આફત ઉભી કરી - સુરક્ષા એજન્સી

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે લડતી સુરક્ષા એજન્સીઓ માટે વર્ચ્યુઅલ સિમકાર્ડે એક મોટી આફત ઉભી કરી દીધી છે. વર્તમાનમાં કાશ્મીર ઘાટીમાં આ પ્રકારના સિમ કાર્ડ એક્ટિવ થવાની સૂચના મળી છે.

kashmir
કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ માટે વર્ચ્યુઅલ સિમકાર્ડે એક મોટી આફત ઉભી કરી
author img

By

Published : Oct 5, 2020, 8:52 AM IST

શ્રીનગર : પાકિસ્તાનમાં બેઠેલા માર્ગદર્શકો સાથે સંપર્કમાં રહેવા માટે કાશ્મીર ઘાટીના આતંકીઓ વર્ચ્યુઅલ સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. સંચાર સેવાઓની આ આધુનિક અને નવી તકનીકે સુરક્ષા એજન્સીઓ માટે મોટી આફત ઉભી કરી દીધી છે. પુલવામા હુમલામાં 40થી વધુ સિમ ઉપયોગમાં લેવાયા છે. વર્તમાનમાં કાશ્મીર ઘાટીમાં આ પ્રકારના સિમ કાર્ડ એક્ટિવ થવાની સૂચના મળી છે.

વર્ચ્યુઅલ સિમ કાર્ડ એક આભાસી સિમ છે. જેને કમ્યૂટરના નંબરના માધ્યમથી જારી કરવામાં આવે છે. સેવા પ્રદાતા વિદેશથી નંબર જારી કરે છે. જેમાં યૂઝર પોતાના સ્માર્ટફોન પર સેવા પ્રદાતાના મોબાઇલ એપ લોડ કરી વપરાશ કરવામાં આવે છે.

આ એપના નંબરથી વ્હોટસઅપ, ફેસબુક, ટેલીગ્રામ અથવા ટિ્વટરથી જોડવામાં આવે છે. આ માધ્મથી ફોન, મેસેજથી લઇને અન્ય સંવાદોને પકડવો મુશકેલ છે. પુલવામા હુમલાની તપાસ બાદ ઘાટીમાં એવા કેટલાંય વર્ચ્યુઅલ સિમ કાર્ડ એક્ટિવ હોવાની સૂચના મળી છે. એક અધિકારીએ જણાવ્યું કે, આ તકનીકી નવી હોવાને કારણે સુરક્ષા એજન્સીઓ માટે આ નેટવર્કની શોધ કરવી મુશ્કેલ છે.

વર્ચ્યુઅલ સિમ કાર્ડ જારી કરવાવાળા સેવા પ્રદાતાઓમાં અમેરિકા, સહિત કેટલાંય દેશોની કંપનીઓ સામેલ છે. જેમાં અમેરિકા, કેનેડા, યુકે, જેવા કેટલાંય દેશોમાં આ સિમ કાર્ટ જારી થઇ રહ્યા છે. પુલવામા પર હુમલો કરનાર સૂસાઇડ બોમ્બરે જે સિમનો ઉપયોગ કર્યો હતો તેની વિગતો અમેરિકા પાસેથી માંગવામાં આવી હતી.

આ પ્રક્રિયા દરમિયાન વર્ચ્યુઅલ સિમ કાર્ડના ઉપયોગનો ખુલાસો થયો હતો. 26/11ના મુંબઇના હુમલામાં વોયસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ તકનીકનો ઉપયોગ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.