ન્યુઝ ડેસ્કઃ વિવાદાસ્પદ ખરડાઓ લોકસભામાં સરળતાથી પસાર થઈ ગયા હતા, પરંતુ શિરોમણિ અકાલી દળનાં પ્રધાનના ત્યાગપત્રથી શાસક મોરચામાં ખળભળાટ મચી ગયો હતો. બીજદ , અન્નાદ્રમુક, ટીઆરએસ, તૃણમૂલ અને અકાલી દળ જેવા પક્ષો જે એનડીએ વિરોધી છાવણી તરીકે વર્તી રહ્યા હતા તે વાતાવરણે ઉપલા ગૃહમાં તણાવ પેદા કરી દીધો.
ખરડાઓને ખેડૂતોનાં હિતોને નુકસાનકારક ગણાવતા, પક્ષોએ આગ્રહ રાખ્યો કે આ ખરડાઓ સઘન સમીક્ષા માટે પસંદગી સમિતિને સંદર્ભિત કરવાાં આવે અથવા યોગ્ય મતદાન હાથ ધરવામાં આવે. દરમિયાનમાં પરિસ્થિતિ બગડી અને સમ્માનનીય સભ્યોના અસભ્ય વર્તન વધતું ગયું. ખરડાઓ ધ્વનિ મતથી પસાર થઈ ગયા તેવી જે જાહેરાત થઈ તેનાથી મૂળભૂત શંકાઓ જન્મે છે. દેશની અડધા ઉપરાંતની વસતિની જિંદગીઓ પર ગંભીર અસર કરનારા ખરડાઓને એનડીએએ પસંદગી સમિતિ પાસે શા માટે ન મોકલ્યા અને ત્રણ મહિનાઓની અંદર તેના પર અહેવાલ ન મેળવ્યો; તેના પર ગૃહમાં ચર્ચા ન કરી, જો ભૂલ હોય તો તે ન સુધારી અને સુધારેલા અને સ્વીકારેલા ખરડાઓ યોગ્ય મતદાન પ્રક્રિયાઓ દ્વારા પસાર ન કરાવ્યા? એ ખેદનીય છે કે રાજ્યોની પરિષદ તરીકે ઓળખાતી અને રાજ્યોનો અવાજ ગણાતી રાજ્યસભાને સાંભળવામાં ન આવી અને બીજું, વિરોધી છાવણી અસભ્ય બની ગઈ અને તેણે ગૃહની શિસ્ત અને શિષ્ટતાનો ભંગ કર્યો - બંને ખેદનીય છે. આઠ સભ્યોના નિલંબન ભણી દોરી ગયેલા દિવસને રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી કાળા દિવસ તરીકે યાદ રાખવામાં આવશે!
'સંસદ એ માત્ર વિધાનપાલિકા સંસ્થા નથી; તે ચર્ચા માટેનો મંચ છે. આપણે બધાએ આ સંદર્ભમાં મૂલ્યવાન સેવાઓ આપવી પડશે," તેમ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને મે ૧૯૫૨માં રાજ્યસભાના પ્રથમ સત્રમાં કહ્યું હતું. પંડિત નહેરુએ બંને ગૃહનાં સંયોજનને ભારતની સંસદ તરીકે રહેવા નિર્ણય કર્યો હતો, પણ સંવિધાન સભામાં વડીલોના ગૃહની આવશ્યકતા પર ઘણી ચર્ચા થઈ હતી! એ દિવસોમાં મોટી અને સ્પષ્ટ દલીલ થઈ હતી કે સત્તામાં રહેલા પક્ષને લોકસભામાં રાજકીય કારણોસર ક્યારેક ખરડાઓ બનાવવા પડી શકે છે અને આ ખરડાઓની બારીકાઈથી ચકાસણી કરવા બીજા ગૃહની આવશ્યકતા છે.
રાજ્યસભાનો જન્મ એવા આશાવાદી દૃષ્ટિકોણથી થયો હતો કે ગૃહોની દ્વિપક્ષીય પદ્ધતિમાં કૌશલ્યપ્રાપ્ત અને ખૂબ જ સક્ષમ સભ્યો હશે જે કાયદાની દરખાસ્તની ઊંડાણથી સમીક્ષા કરશે અને બંનેનું કુલ ડહાપણ દેશનું ઘણું ભલું કરશે. પ્રસિદ્ધ પ્રમુખો પૈકીના એક જ્યૉર્જ વૉશિંગ્ટનના શબ્દો- ઉપલું ગૃહ રકાબી જેવું છે જે ગરમ ખરડાઓને ઠંડા કરે છે...આ વાત સમજાવે છે કે ઉપલું ગૃહ જ્યારે સત્રમાં હોય ત્યારે તેણે કેવી રીતે વર્તન કરવું જોઈએ. રાજ્યસભાએ સંયમ અને સંતુલનભર્યા વિચારનું ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ તે ક્રોધ અને અસભ્ય વર્તનનું મંચ બનતું જાય છે અને તે ડહાપણથી વિચારતા લોકો માટે ચિંતાનું કારણ બની રહ્યું છે.
દેશની સર્વોચ્ચ વિધાન સંસ્થાઓએ ઉદાર સંસદીય વ્યવહાર અને વલણને દેશ ભરની વિધાનસભાઓ માટે આદર્શ ઉદાહરણ તરીકે સ્થાપવા ઉચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. તેમના અસભ્ય અન આક્રમક વર્તન દ્વારા શાસક અને વિપક્ષો સમગ્ર દેશને શું સંદેશ આપી રહ્યા છે? મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે સારું કામ કરવું એ પૂરુતં નથી, પરંતુ સારું કામ ન્યાયપૂર્ણ રીતે કરવું અગત્યનું છે. અનેક કિસાન સંઘ અને રાજ્ય સરકારો ખરડાઓ વિશે શંકા વ્યક્ત કરી રહ્યાં છે ત્યારે કેન્દ્ર સરકાર સઘન ચર્ચા અને યોગ્ય સમીક્ષા વગર તેના પર આગળ વધે તે અતાર્કિક છે. સંસદ માત્ર ખરડા પસાર કરવા માટેનું સ્થળ નથી પણ તે સંપૂર્ણ ચર્ચાનો મંચ પણ છે તેવી મૂળભૂત જાગૃતિનો અભાવ જોવા મળશે તો અત્યંત નિરાશા જરૂર જાગશે કે ભારતીય લોકતંત્ર કઈ દિશામાં આગળ વધી રહ્યું છે?