ઝારખંડ: ગિરિડીહના બગોદરમાં કંપની તરફથી કોઇપણ વળતર આપ્યા વિના મૃતદેહને દોંદલો ગામ મોકલતા ગામલોકોએ એમ્બ્યુલન્સ સાથે ડ્રાઇવરને બંધક બનાવ્યો હતો. ગામલોકોનું કહેવું છે કે, જ્યાં સુધી કંપની તરફથી કોઇ વળતર આપવામાં નહી આવે ત્યાં સુધી ડ્રાઇવર અને એમ્બ્યુલન્સને છોડવામાં નહીં આવે.
વળતરની માંગ
જણાવવામાં આવી રહ્યું છે કે, ગુજરાતમાં ટ્રાંસમિશન કંપનીમાં કાર્યરત મજૂર નારાયણ મહેતાના 32 વર્ષીય પુત્રનું ગુજરાતમાં સારવાર દરમિયાન મોત થયું હતું. કંપનીએ કોઇપણ વળતર વિના મૃતદેહને દોંદલો ગામમાં મોકલી દીધો હતો. ત્યારે ગામના લોકોએ આક્રોશ થઇને એમ્બ્યુલન્સ અને તેના ડ્રાઇવરને બંધક બનાવી લીધા હતા.
આશ્વાસન પર ન માન્યા લોકો
હાલ કંપનીના માલિકે વળતર આપવાનું આશ્વસાન આપ્યું હતું. પરંતુ ગામલોકોએ કહ્યું કે, જ્યારે વળતર આપવામાં આવશે ત્યારે તેમને છોડવામાં આવશે.