ETV Bharat / bharat

જમ્મુકશ્મીરનું આ ગામ પહેલીવાર મેળવી રહ્યું છે વીજળી - ETVBharat

કલમ 370 રદ થયાંને વર્ષ ઉપર થઈ ગયું છે અને જે કામ 70 વર્ષથી સ્થગિત રહેલાં છે તે કામો પતાવવા માટે જમ્મુ કશ્મીર સરકાર ઝડપી ગતિએ કામ પાર પાડવા પ્રયત્નો કરી રહી છે. જેમાં રાજ્યના ગનૌરી-તાંતા નામના ગામને પહેલીવાર વીજળીની ઉપલબ્ધતાની સુવિધા માણવા મળી રહી છે. લેફ્ટનન્ટ ગવર્નરના નિર્દેશો પર જિલ્લા વહીવટીતંત્રે જમ્મુ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિમિટેડ (જેપીડીસીએલ) સાથે સંકલન કર્યું હતું અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિ હોવા છતાં કામગીરી શરૂ કરી હતી.

જમ્મુકશ્મીરનું આ ગામ પહેલીવાર મેળવી રહ્યું છે વીજળી

author img

By

Published : Jan 18, 2021, 2:23 PM IST

  • જમ્મુ કશ્મીરનું ગામ હવે બન્યું વીજળીથી સુવિધાયુક્ત
  • ડોડાનું ગનૌરી-તાંતા ગામ વીજળીથી રોશન થયું
  • 15 દિવસમાં દુર્ગમ વિસ્તારમાં પહોંચાડાઈ વીજળી

જમ્મુ-કાશ્મીરઃ રાજ્યના પર્વતીય ડોડા જિલ્લાના ગનૌરી-તાંતા ગામમાં રવિવારે પહેલીવાર ઇલેક્ટ્રિક બલ્બનો પ્રકાશ જોવા મળ્યો છે. આ વીજળીનો પ્રકાશ અલગ એ રીતે છે કે ગામલોકોના જીવનમાંથી અંધકારના દાયકાઓનો અંત લાવ્યો છે. આ અવસરે સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગામનું વીજળીકરણ ઉપરાજ્યપાલ મનોજ સિંહાના આદેશથી કરવામાં આવ્યું હતું.

  • એલજી મનોજ સિંહાના હુકમ પર થયું કામ

આ અંગે વધુમાં જણાવતાં સત્તાવાર પ્રવક્તાએ માહિતી આપી હતી કે ગામના વીજળીકરણનું કામ લેફ્ટનન્ટ-ગવર્નર મનોજ સિંહાના હુકમ પર હાથ ધરવામાં આવ્યુ હતું, ત્યારબાદ સ્થાનિકોના એક જૂથે છેલ્લાં "એલજી મુલાકાત" કાર્યક્રમ દરમિયાનમાં વીજળી અંગે તેમની સમક્ષ માગણી રજૂ કરી હતી. જેને લઇને પગલાં ભરતાં એલજીએ ડોડા જિલ્લા વહીવટીતંત્રને એક મહિનામાં ગામનું વીજળીકરણ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

  • હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં યુદ્ધના ધોરણે કામ પાર પાડ્યું

અહીં વીજળી પહોંચાડવાનું કામ થોડું મુશ્કેલ હતું.કારણ કે દુર્ગમ પહાડી વિસ્તાર હતો. જેથી વીજળી પહોંચી તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરવા બદલ ગામલોકો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. દુર્ગમ વિસ્તારના આ ગામને વીજળીકરણનું ખૂબ મુશ્કેલ કાર્ય 15 દિવસના રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું હતું. લેફ્ટનન્ટ ગવર્નરના નિર્દેશો પર, જમ્મુ વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડ (જેપીડીસીએલ) સાથે સંકલન કરીને જિલ્લા પ્રશાસને હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં યુદ્ધના ધોરણે કામ પાર પાડ્યું હતું.

ગામના વીજળીકરણ થવાની ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવા માટે જિલ્લા વિકાસ કમિશનર (ડીડીસી) સાગર ડોઇફોડે ગામની મુલાકાત લીધી હતી અને ગામનું વીજળીકરણ કરવાની ઔપચારિક જાહેરાત કરી હતી. સાથે જ પહેલીવાર વીજળી મળવા પર વધાઇ પણ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.