નવી દિલ્હી: વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં CBI તપાસની માગ કરી રહેલા એડવોકેટ અનૂપ પ્રકાશ અવસ્થીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ન્યાયિક તપાસ અને તપાસ સમિતિમાંથી પૂર્વ ડીજીપી કે.એલ ગુપ્તાને હટાવવા માગ કરી છે. તેમનું કહેવું છે કે, ડીજીપી રહેલા કે.એલ. ગુપ્તા પાસેથી ન્યાયીક તપાસની અપેક્ષા નથી અને તેમનું વલણ હવે પક્ષપાતી છે.
22 જુલાઈએ સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી.એસ. ચૌહાણની અધ્યક્ષતાવાળી બેન્ચે તપાસ માટે યુપી સરકારના સૂચનોને મંજૂરી આપી હતી. સમિતિમાં પૂર્વ ડીજીપી કે.એલ ગુપ્તાને પણ શામેલ કરવામાં આવ્યા હતા.
એડવોકેટ અનૂપ પ્રકાશ અવસ્થીએ ગુપ્તાને તપાસ સમિતિમાંથી હટાવવા અને સમિતિમાં આઇ.સી દ્વિવેદી, જાવેદ અહેમદ, પ્રકાશસિંઘ અને અન્ય ભૂતપૂર્વ ડીજીપીને સમિતિમાં રાખવા માટે સૂચન કર્યું છે.