જયપુર: સરકારના ચીફ વ્હીપ ડો. મહેશ જોશીની અરજી પર વિધાનસભાના અધ્યક્ષ ડો. સી.પી. જોશીએ 19 ધારાસભ્યોને નોટિસ ફટકારી હતી. પરંતુ આ દરમિયાન કેટલાક ધારાસભ્યો હાઈકોર્ટમાં ગયા હતા. ત્યારબાદ અધ્યક્ષ સી.પી. જોશીએ પણ તેમનો નિર્ણય હાલમાં મુલતવી રાખ્યો હતો.
હવે આ સમગ્ર મામલે સુનાવણી કર્યા પછી, હાઇકોર્ટે 24 જુલાઇ સુધી પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે અને ત્યાં સુધી સ્પીકરને અરજી પર કોઈ નિર્ણય ન આપવા વિનંતી કરી છે. જે જોશીએ સ્વીકારી લીધી છે. જોશીએ સ્પષ્ટ કહ્યું કે, આ મામલે ન્યાયતંત્ર અને ધારાસભ્ય વચ્ચે સંપૂર્ણ સમન્વય જાળવવામાં આવશે અને હવે ન્યાયતંત્રે આ મામલાનો નિર્યણ 24 જુલાઇ સુધી અનામત રાખ્યો છે.
વિધાનસભા અધ્યક્ષની નોટિસ સામે સચિન પાયલટ જૂથ વતી અરજી કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી શુક્રવારે શરૂ થઈ હતી. હવે મંગળવાર સુધી તમામ પક્ષકારોએ પોતાની દલીલો રજૂ કરી છે.