બેંગલુરુ: પૂર્વ વિદેશ પ્રધાન અને BJP નેતા એસ.એમ.કૃષ્ણાના જમાઇ વીજી સિદ્ધાર્થ અચાનક ગુમ થઇ ગયા છે. સિદ્ધાર્થ કૉફી ડેના માલિક છે તેઓ 29 જુલાઇના રોજ મેંગલુરુ આવી રહ્યા હતા સિદ્ધાર્થ સોમવારે ઘરેથી નિકળ્યા હતા ત્યાર બાદ તેમના વિશે કોઇ પણ માહિતી મળી નથી રહી. તેમનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, તેઓ મેંગલુરુમાં નેત્રાવતી નદી પાસે લાપતા થઇ ગયા છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મેંગલુરુના પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, વીજી સિદ્ધાર્થ બેંગલુરુથી કહીને નિકળ્યા હતા કે તેઓ સકલેશપુર જઇ રહ્યા છે. પરંતુ રસ્તામાં ડ્રાઇવરને તેમણે મેંગલુરુ જવાનું કહ્યું, ત્યાર બાદ નેત્રાવતી નદીના પુલ પર પહોંચીને સિદ્ધાર્થ ગાડીમાંથી નિચે ઉતરી ગયા અને ડ્રાઇવરને ત્યાંથી જવાનું કહ્યું.
સિદ્ધાર્થના લાપતા થવાના કારણે એસ.એમ.કૃષ્ણા સહિત સંપૂર્ણ પરિવાર પરેશાન છે. મુખ્યપ્રધાન BS યેદિયુરપ્પા પણ એસ.એમ.કૃષ્ણાના આવાસ પર પહોંચી ગયા છે.
ગુમ થતા પહેલા તેમણે તેમના BOD અને કર્મચારીઓને પત્ર લખ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, "દરેક નાણાકીય લેવડદેવડ મારી જવાબદારી છે, અને કાયદાકીય રીતે હું જ ગુનેગાર છું"