અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992માં વિવાદિત સ્ટ્રક્ચર ધ્વસ્થ કરવાના કેસમાં એપ્રીલ 2020સુધી ચુકાદો આવવાની સંભાવના છે. સુપ્રીમ કોર્ટે 19 એપ્રીલ 2017ના દિવસે આ કેસની સુનાવણી કરવા અંગે જણાવ્યું હતું. તેમજ કેસની સુનવણી કરનાર વિશેષ કોર્ટને પરીક્ષણની કાર્યવાહી બે વર્ષમાં પૂર્ણ કરવા જણાવ્યું હતું .
જોકે, આ સમય મર્યાદામાં રોજિંદા કાર્યવાહી થવા છતાં સુનવણી પૂર્ણ થઇ શકી નથી, જેના પર વિશેષ કોર્ટના અનુરોધ પર સુપ્રીમ કોર્ટે 19 જુલાઈ 2019ના રોજ વિશેષ કોર્ટને કેસમાં ચુકાદો આપવા માટે 9 મહિનાનો વધારે સમય આપ્યો હતો. તેમજ વિશેષ કોર્ટને 6 મહિનાની અંદર સમગ્ર પુરાવા રજૂ કરવા અંગે કહ્યું હતું. જેને ધ્યાનમાં રાખી લખનૌની વિશેષ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં અંતિમ ટ્રાયલ પૂર્ણ થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પૂર્વ ઉપ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર, કલ્યાણ સિંહ, ઉમા ભારતી અને વિનય કટિયાર સહિત કુલ 32 લોકો વિરૂદ્ધ CBI પૂરાવા રજૂ કરી રહ્યું છે. અત્યારસુધીમાં CBIએ લગભગ 337 પૂરાવાને રજૂ કર્યા છે.
કુલ 48 આરોપીઓ પર આરોપ મૂકવામાં આવ્યા હતા
6 ડિસેમ્બર 1992માં બનેલી ઘટના બાદ કેસ રાજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેનો વિચાર વિમર્શ CBIએ કર્યો. આરોપ પત્ર આવ્યા બાદ કુલ 48 આરોપીઓ પર આરોપ લગાવવામાં આવ્યા. જેમાં અત્યારે 32 લોકો જીવે છે. આ કેસમાંવ આરોપી રહેલા બાલ ઠાકરે, મહંત અવૈધ નાથ, વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ વિષ્ણુ હરિ ડાલમિયા અને રામજન્મ ભૂમિ ન્યાસના મહંત રામચંદ્ર પરમહંસ દાસ સહિત કુલ 16 લોકો મૃત્યુ પામ્યા છે.