જિલ્લાની રોહતાંગ ખીણમાં ચાર ફૂટથી વધુ બરફ ભરાઈ ગયો છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. BROના જણાવ્યાનુસાર રોહતાંગમાં બરફ ઓછો નહીં થાય તો ખીણને શિયાળા દરમિયાન બંધ રાખવામાં આવશે. જેથી આ વિસ્તારમાં લોકોને એપ્રિલથી મે મહિના સુધી બરફની વચ્ચે કેદ થઈને રહેવું પડશે. સ્થાનિકો માત્ર એર સુવિધાથી જ મુસાફરી કરી શકશે. એ પણ યોગ્ય વાતાવરણ રહેશે તો.
મળતી માહિતી પ્રમાણે, 30થી નવેમ્બર સુધી આ ખીણની અવજવર ચાલું રાખવાની માગ કરાઈ છે. પરંતુ BROએ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. એટલે જો BRO સ્થાનિકોની માગ નકારશે તો આજે બસ સેવાનો છેલ્લો દિવસે રહેશે.