કહેવામાં આવી રહ્યું છે કે મુજફ્ફરપુરમાં આવેલા ચમકી તાવને કારણે નેપાળની સરકારે આ મહત્વપુર્ણ નિર્ણય લીધો છે.
પાબંધી લાદ્યા બાદ શાકભાજી અને ફળોના વાહન નેપાળ-ભારતની સીમા પર ફંસાયા છે. નેપાળના આ નિર્ણયના કારણે ભારતીય વેપારીઓને ભારી માત્રામાં નુકસાન પહોંચ્યું છે.
નેપાળ કસ્ટમનું કહેવુ છે કે લેબ ટેસ્ટ થયા વિના ફળો અને શાકભાજીઓની નેપાળમાં એન્ટ્રી નહીં થાય. તેમનો આક્ષેપ છે કે ભારતથી આવનાર ફળો અને શાકભાજીઓમાં કેમિકલનો ઉપયોગ થાય છે.