આઈઆરસીટીસી તેમજ ખાનગી સ્ટોલ સંચાલકોએ ગ્રાહકોને માટીના કપમાં ચા અને કોફી પીરસવાનું શરુ કર્યુ હોવાનું રેલવેના અધિકારીઓએ જણાવ્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વારાણસી કેન્ટોનમેન્ટ રેલ્વે સ્ટેશનને સંપૂર્ણપણએ પ્લાસ્ટિક મુક્ત સ્ટેશન બનાવવાનું લક્ષ્ય રખાયું છે.
વારાણસી રેલવે સ્ટેશન પર પાણી જેવી કેટલીક સામગ્રી આપવા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. પરંતુ મોટા ભાગના સ્ટોલ ઉપર કાગળની બેગનો ઉપયોગ કરાઈ છે.
2 ઓક્ટોબર 2019થી રેલવે મંત્રાલયે 50-માઇક્રોનથી ઓછી જાડાઈવાળા સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. વારાણસી રેલવે સ્ટેશન ઉપર તેનો નક્કર અમલ થતો દેખાઈ છે.